કોરોના મહામારી વચ્ચે લોકો કરી રહ્યા છે નારિયેળ પાણી ની વધારે ડિમાન્ડ, જાણો શું છે તેના ફાયદાઓ

દેશભરમાં કોરોનાવાયરસ નું સંકટ બની રહ્યું છે. કોરોનાવાયરસ નાં કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર બની ચૂકી છે. રોજ રોજ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નવા આંકડાઓ દિવસે ને દિવસે વધતા જાય છે. એવામાં દરેક લોકો કોરોનાવાયરસ થી બચવા માટે ઘણા ઘણા પ્રકાર નાં ઉપાયો શોધી રહ્યા છે. મોટે ભાગે લોકો પોતાના ખાન-પાનમાં એવી વસ્તુઓનો સમાવેશ કરી રહ્યા છે. જેનાથી તેની મજબૂત રહે. આ વખતે નાળિયેર પાણીની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે.
નાળિયેર પાણીની માંગ વધવાને કારણે તેના ભાવ પણ ખૂબ જ વધી ચુક્યા છે. એક મહિના પહેલા જે નાળિયેર ૪૦ અને ૫૦ રૂપિયામાં મળતા હતા. તેની કિંમત આજે ૬૦ થી ૮૦ રૂપિયા થઈ ચૂકી છે. તમને જણાવીએ દઈએ કે, ઇમ્યુનિટી ને મજબૂત બનાવવા માટે નાળિયેર પાણી ખૂબ જ મદદરૂપ થાય છે. એટલું જ નહીં, હોમ આઇસ્યુલેશન માં ઈલાજ કરાવી રહેલા લોકો સંક્રમણથી જલ્દી રિકવર થવા માટે નાળિયેર પાણીનું સેવન કરી રહ્યા છે.
- કોરોના કાળમાં નાળિયેર પાણીની વધતી માંગ જોઈને હંમેશા મનમાં એ સવાલ આવે છે કે, કે કોરોના થી બચવા માં નાળિયેર પાણી શું મદદ કરે છે ? નાળિયેર પાણીમાં કોલેસ્ટ્રોલ અને ફેટ બિલકુલ હોતું નથી. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમ ઉપરાંત એન્ટિઓક્સિડન્ટ ની માત્રા ભરપૂર હોય છે. જે આપણા શરીરમાં ઉર્જા આપવાનું કામ કરે છે. નાળિયેર પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે, નાળિયેર પાણી પીવાથી તમને કયા કયા ફાયદા થાય છે.
- જો તમે નારિયેળ પાણીનું સેવન કરતા હોવ તો તેનાથી કમજોરી અને થાક દૂર થશે. કારણ કે, નાળિયેર પાણીમાં ઇલેક્ટ્રોલાઇટસ ની ભરપૂર માત્રા હોય છે. જો કોઈ વ્યક્તિ કોરોના થી પીડિત હોય તો ઇન્ફેક્શનને રિકવર થયા બાદ શરીરમાં કમજોરી વધારે મહેસૂસ થાય છે. એવી સ્થિતિમાં નારિયેળ પાણીથી શરીરમાં ઉર્જા આવે છે.
- જો તમે નાળિયેર પાણીનું સેવન કરો છો તો તેનાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે. એક નાળિયેર પાણીમાં લગભગ ૬૦૦ મિલીગ્રામ પોટેશિયમ હોય છે. જો ઇમ્યુનિટી વધારવાનું કામ કરશે. એટલું નહીં સંક્રમણનું જોખમ ઓછું કરે છે.
- જો તમે નાળિયેર પાણીનું સેવન કરો છો તો તેનાથી તમારું પાચન તંત્ર સ્વસ્થ રહેશે. અને તમારું પાચનતંત્ર સ્વસ્થ રહેશે તો ઊલટી, લુસ મોશન, પેટમાં બળતરા અને એસીડીટી જેવી સમસ્યા દૂર થશે.
- બ્લડ પ્રેશરથી પીડિત લોકોને નાળિયેર પાણીનું સેવન જરૂર કરવું જોઈએ. નાળિયેર પાણીમાં પોટેશિયમની માત્રા ભરપૂર હોય છે. જેના કારણે તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર સામાન્ય થઈ જાય છે. જો કોઈ વ્યક્તિને લો-બીપીની સમસ્યા હોય તો એવી સ્થિતિમાં તેને વધારે નાળિયેર પાણીનું સેવન કરવું જોઈએ કરવું નહીં. અન્યથા તમારી સમસ્યામાં વધારો થવાની સંભાવના રહે છે.