કોરોના કાળ દરમ્યાન જરૂર પીવો લસણ નું જ્યુસ ખાંસી સહિત દરેક સમસ્યાઓ થશે દૂર

કોરોના કાળ દરમ્યાન જરૂર પીવો લસણ નું જ્યુસ ખાંસી સહિત દરેક સમસ્યાઓ થશે દૂર

કોરોના સંક્રમણ થી બચવા માટે ઇમ્યુનિટી વધારવી ખૂબ જ જરૂરી છે. જે લોકોને ઇમ્યુનિટી સિસ્ટમ કમજોર હોય છે તે લોકો સરળતાથી આ વાયરસની ચપેટમાં આવી શકે છે. અને તેના તે માટે ઘાતક સાબિત થઈ શકે છે. ઇમ્યુનિટી સિસ્ટમ વધારવા માટે લસણ ખૂબ જ મદદરૂપ થાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં ઇમ્યુનિટી વધે છે. અને ઘણી બીમારીઓથી બચાવ થઈ શકે છે. તે માટે રોજ લસણનું સેવન જરૂર કરવું જોઈએ. અને તમારી ડાયટમાં લસણ નાં જ્યૂસને નો સમાવેશ કરવો.રોજ લસણ નું જ્યુસ પીવાથી શરીરની રક્ષા ઘાતક વાયરસથી થશે તેમ જ આ જ્યુશ પીવાથી ઘણા ફાયદાઓ થાય છે જે આ પ્રકારે છે.

  • ઉધરસ દુર કરવા માટે લસણનું જ્યુસ ખૂબ જ સહાયક છે. લસણ અને દાડમ નું જ્યુસ સાથે પીવાથી ઉધરસમાં આરામ મળી શકે છે. અને ઉધરસ માં એકદમથી સારું થવા લાગે છે. લસણ નાં રસમાં થોડું દાડમ નું જ્યુસ ઉમેરવું ત્યારબાદ તેનું સેવન કરવું. આ રસને પીવાથી ઉધરસ એક જ અઠવાડિયાની અંદર બરાબર થઈ જશે.
  • અસ્થમા નાં રોગીઓ માટે તે લાભદાયી ગણવામાં આવે છે. આ જ્યુસ પીવાથી ઘણો આરામ મળે છે. તેમાં મધ અને પાણી ઉમેરી દિવસમાં એકવાર આ જ્યુસ પીવાથી ઇમ્યુનિટી માં વધારો થાય છે.

  • ગળામાં ખરાશ કે દુખાવો થવા પર લસણ નું જ્યુસ પીવું અને તેનાથી કોગળા કરવા. ગળામાં ખરાશ થવા પર લસણ નું જ્યુસ ગરમ પાણીમાં મિક્સ કરી અને તેના કોગળા કરવાથી રાહત થાય છે.
  • વાળ માટે પણ લસણ નું જ્યુસ ફાયદાકારક ગણવામાં આવે છે. જે લોકોને ડેન્ડ્રફની સમસ્યા હોય અને જેના વાળ વધારે ખરતાં હોય તેમણે આ જ્યુસનો ઉપયોગ કરવો જોઈએ. લસણ નું જ્યુસ વાળ પર લગાડવાથી વાળ મજબૂત બને છે અને ડેન્ડ્રફ દૂર થાય છે. તેના માટે એક બાઉલમાં લસણ નું જ્યુસ લઇને અને વાળ પર સારી રીતે લગાવો. ત્યારબાદ તેને સૂકાવા દેવું જ્યારે સુકાઈ જાય ત્યારે શેમ્પૂથી વાળને સાફ કરવા અઠવાડિયામાં બે વાર આ જ્યુસ લગાવવું.

  • લસણ નું જ્યુસ પીવાથી લોહી શુદ્ધ થાય છે અને તેની પીમ્પલ્સ ની સમસ્યામાંથી મુક્તિ મળે છે. ઉપરાંત તમે ઇચ્છો તો લસણને જ્યુસ પીમ્પ્લ્સ પર લગાવી પણ શકો છો. તેને પીમ્પ્લ્સ પર લગાવવાથી તે જલદીથી સુકાઈ જાય છે. જોકે લસણનું જે સ્કિન પર વધારે સમય સુધી રાખવું જોઈએ નહીં તેને લગાવી એક મિનિટ બાદ જ ચહેરાને પાણીથી સાફ કરી લેવો જોઈએ.
  • હોર્મોન્સ સંતુલિત રાખવા માટે મહિલાઓએ અઠવાડિયામાં એકવાર લસણ નાં જ્યુસ નું સેવન કરવું જોઈએ. તેને પીવાથી હોર્મોન્સની ગડબડ થતી નથી અને તેનું સંતુલન જળવાઈ રહે છે.

  • બેડ કોલેસ્ટ્રોલ નાં સ્તરને ઓછું કરવામાં પણ લસણ નું જ્યુસ લાભકારી ગણવામાં આવે છે. તેને પીવાથી હૃદય ની રક્ષા ઘણા પ્રકારના રોગોથી થાય છે અને હાર્ડ સંબંધી બીમારીનું જોખમ ઓછું રહે છે.
  • રાખો આ વાતોનું ધ્યાન
  • વધારે માત્રામાં લસણ નું જ્યુસ પીવું જોઈએ નહીં. એક ચમચીથી વધારે જ્યુસ પીવાથી ઉલટી જેવું થઈ શકે છે. તેમ જ તેની ઉપર તરત જ પાણી પી લેવું.

  • ખૂબ જ જૂના લસણનો ઉપયોગ કરવો નહીં.
  • લસણ ની તાસીર ગર હોય છે તેથી જે લોકોનું શરીર ગરમ રહે છે. તેઓએ તેનું સેવન કરવું નહીં વધારે પ્રમાણમાં લસણ નું જ્યુસ પીવાથી શરીરમાં ગરમીની પ્રોબ્લેમ થઈ શકે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *