કોરોના કાળ માં જરૂર સેવન કરો અર્જુનની છાલનો ઉકાળો, તેને પીવાથી બરાબર રહે છે ઓક્સિજન લેવલ

અર્જુન ની છાલ થી બનતા ઉકાળા વિશે રાષ્ટ્રીય સમાજ ધર્માર્થ સેવા સંસ્થાની એક આયુર્વેદ આચાર્ય એ જણાવ્યું છે કે, કોરોના કાળમાં ફેફસા ખરાબ રીતે પ્રભાવિત થાય છે. અર્જુન ની છાલ ને તેના માટે ફાયદાકારક ગણવામાં આવે છે. તેને પીવાથી ફેફસા નું રક્ષણ સંક્રમણથી થાય છે. સાથે જ અર્જુન ની છાલ નો ઉકાળો પીવાથી ફેફસાં નું ઓક્સિજન લેવલ યોગ્ય બની રહે છે. કોરોના થવા પર અર્જુન ની છાલનો ઉકાળો જરૂર પીવો જોઈએ. સાથે જ કોરોના ની દવાનું પણ સેવન કરવું જોઈએ. કોરોના થવા પર આ ઉકાળા નું દિવસમાં બેવાર સેવન કરવું જોઈએ.
ચાલો જાણીએ અર્જુન ની છાલ નો ઉકાળો બનાવવાની રીત
અર્જુન ની છાલ નો ઉકાળો બનાવવા માટે ૨૦૦ ગ્રામ અર્જુન ની છાલ નો પાવડર એક લીટર પાણી, અજમો, લવિંગ, તજ અને ગોળ ની જરૂર પડે છે. સૌથી પહેલા એક લિટર પાણીને ગેસ પર ગરમ કરવા મુકવું. ત્યાર બાદ પાણી સારી રીતે ગરમ થઈ જાય ત્યારે તેની અંદર અર્જુન ની છાલ નો પાવડર, કાળાં મરી, અજમો, લવિંગ અને તજ નાખવા. જ્યારે આ પાણી સારી રીતે ઉકળીને અડધું થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દેવો. અને પાણીને ગાળી લેવું. તમે ઇચ્છો તો તેમાં ગોળ પણ ઉમેરી શકો છો. રોજ દિવસમાં બે વાર આ પાણીનું સેવન કરવું. યાદ રહે કે, અડધા કપ થી વધારે ઉકાળાનું સેવન કરવું જોઈએ નહી. અડધા કપ થી વધારે માત્રામાં લેવાથી પેટમાં બળતરા ની ફરિયાદ થઈ શકે છે.
ઘરમાં બનાવો અર્જુન ની છાલ નો પાવડર
તમે ઘરમાં સરળતાથી અર્જુન ની છાલ નો પાવડર બનાવી શકો છો. આ પાવડર તૈયાર કરવા માટે અર્જુન નાં ઝાડની છાલ ને કાપી લેવી. ત્યારબાદ છાલ ને સારી રીતે પાણીની મદદથી સાફ કરી પછી તેને સારી રીતે તડકા માં સૂકવવી. સૂકાઈ જાય ત્યારે તેને મિક્સરમાં પીસીને પાવડર તૈયાર કરવો.
અર્જુન ની છાલ નો ઉકાળો પીવાથી થતા ફાયદાઓ
- અર્જુન છાલનો ઉકાળો પીવાથી ઉધરસમાં રાહત થાય છે. અને ઉધરસની સમસ્યા એકદમ થી દૂર થઈ જાય છે.
- તે ફેફસામાં બ્લડ સપ્લાઈ ને બરાબર રાખવામાં મદદ કરે છે.
- ગળું ખરાબ થવા પર છો તેનું સેવન કરવામાં આવે તો ગળાની ખરાશ માં રાહત થાય છે.
- આ ઉકાળો પીવાથી કમજોરી દૂર થાય છે શરીરને તાકાત પ્રદાન થાય છે.
- અર્જુન ની છાલ નો ઉકાળો પીવાથી પેટની સમસ્યામાં પણ રાહત મળે છે.
- હાઇબ્લડપ્રેશર નાં દર્દીઓએ અર્જુન ની છાલ નાં ઉકાળા નું સેવન જરૂર કરવું. તેનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.