શરદી ઉધરસને અને કોરોના વાયરસને રાખશે દૂર, રોગપ્રતિકારક શક્તિ વધારતા આ ખાસ પ્રકારના ઉકાળા

શરદી ઉધરસને અને કોરોના વાયરસને રાખશે દૂર, રોગપ્રતિકારક શક્તિ વધારતા આ ખાસ પ્રકારના ઉકાળા

હાલમાં દેશભરમાં કોરોના વાયરસનો ખતરો ચાલી રહ્યો છે તો બીજી તરફ વાતાવરણમાં પણ પલટો થઇ રહ્યો છે જેના કારણે મોટાભાગના લોકોને શરદી ખાંસીની તકલીફ થવી એ સામાન્ય બાબત છે. પરંતુ હાલ કોરોના વાયરસનો પણ ખતરો ફેલાયેલો છે અને તેના લક્ષણોમાં પણ શરદી ખાંસી આવે છે જેના કારણે ચિંતા વધારે થતી હોય છે. પરંતુ આજે અમે તમને એવા ખાસ પ્રકારના અલગ અલગ ઉકાળા જણાવીશું જેના દ્વારા તમે શરદી ઉધરસને પણ દૂર કરી શકશો અને કોરોના વાયરસના ખતરાથી પણ બચી શકશો. કારણ કે આ ઉકાળા રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

1. આદુ અને ગોળનો ઉકાળો:
ઉકળતા પાણીની અંદર લવિંગ, કાળા મરી, ઈલાયચી, આદુ અને ગોળ નાખી દેવો, થોડીવાર પછી તેમાં તુલસીના પાન નાખવા. ત્યારબાદ ચાની પત્તી નાખવી. જયારે પાણી અડધું થઇ જાય ત્યારે ગેસ બંધ કરી અને પાણીને ગાળી લેવું, અને ગરમ ગરમ પીવાથી ઘણો જ ફાયદો થશે.

2. કાળા મરી અને લીંબુનો ઉકાળો:
એક ચમચી કાળા મરી, 4 ચમચી લીંબુનો રસને એક કપ પાણીમાં ઉમેરી ગરમ કરો અને રોજ સવારે તેને પીવો.ઉકાળો ઠંડો થયા બાદ તેની અંદર મધ પણ ઉમેરી શકો છો. આ ઉકાળાથી શરદી જુકામમાં આરામ મળે છે અને શરીરની ચરબી પણ ઓછી થાય છે.

3. અજમો અને ગોળનો ઉકાળો:
એક કપ પાણી ઉકાળવા માટે રાખી દેવું, તે ઉકળી ગયા બાદ તેની અંદર થોડો ગોળ ઉમેરી અને એક ચમચી અજમો નાખી દેવો. પાણી અડધા કપ જેટલું થઈ જાય એટલે ગેસ ઉપરથી ઉતારી ગાળી લેવું. થોડું ઠંડુ થયા બાદ પી લેવું. ઉધરસ અને પેટ દર્દમાં સારો આરામ મળશે.

4. દાલચીનીનો ઉકાળો:
એક કપ પાણીની અંદર અડધી ચમચી દાલચીની પાવડર નાખીને 10 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળવું. ઠંડુ થયા બાદ તેમાં એક ચમચી મધ નાખીને પી લેવું. જુકામ અને ખાંસીમાં સારો ફાયદો થશે.

5. સફેદ ડુંગળીનો ઉકાળો:
સૌથી પહેલા ડુંગળીને સારી રીતે સાફ કરી લેવી. ત્યારબાદ તેને પાણીની અંદર નાખીને ત્યાં સુધી ઉકાળવી જ્યાં સુધી પાણી અડધું ના થઇ જાય. ત્યારબાદ ઘાટું થતા સુધી પકાવો. કડવાશ દૂર કરવા માટે તમે તેની અંદર ગોળ પણ ઉમેરી શકો છો. તે તમને અંદરથી ગરમ રાખે છે. જેનાથી તમને શરદી ખાંસીની સમસ્યા ઓછી થાય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *