ચહેરા પર આ ૫ વસ્તુઓ લગાવવું પડી શકે છે ભારે, ખરાબ થઈ શકે છે તમારો સુંદર ચહેરો

ચહેરા પર આ ૫ વસ્તુઓ લગાવવું પડી શકે છે ભારે, ખરાબ થઈ શકે છે તમારો સુંદર ચહેરો

ચહેરો આપણી સુંદરતા નો પ્રતિક હોય છે. જ્યારે પણ આપણને કોઈ મળે છે ત્યારે સૌથી પહેલા આપણો ચહેરો જુવે છે. એવામાં તેની સુંદરતા સૌથી વધારે મહત્વ રાખે છે. ચહેરાને સુંદર બનાવી રાખવા માટે સોશિયલ મીડિયા પર ઘણા ઉપાયો જણાવવામાં આવે છે. પરંતુ જો ભૂલથી પણ ચહેરા પર ખોટી વસ્તુ લગાવવામાં આવે તો ચહેરો ખરાબ થઈ શકે છે. એવામાં આજે અમે તમને એવી પ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો ભૂલથી પણ ચહેરા પર ઉપયોગ કરવો નહીં.

બોડી લોશન

જેમકે નામથી સ્પષ્ટ છે બોડી લોશન બોડી પર લગાવવામાં આવતી વસ્તુ. તે થોડું ઘાટું એટલે કે, થીક હોય છે તેથી જો તમે તેને ચહેરા પર લગાવો છો તો તમારા ચહેરાનાં પોર્સ એટલે કે, રોમછિદ્રો બંધ થઈ જાય છે. એવી સ્થિતિમાં તમને પિમ્પલ ની સમસ્યા  થઈ શકે છે. આ ઉપરાંત ચહેરા પર બોડી લોશન લગાવવા થી એલર્જી થવાનું પણ જોખમ પણ રહે છે.

ટુથ પેસ્ટ

સોશિયલ મીડિયા પર આ ઉપાય ખૂબ જ વાયરલ થતો રહે છે. પરંતુ તમે ટૂથપેસ્ટ ચહેરા પર લગાવવાની ભૂલ ન કરશો. તેમાં રહેલું કેમિકલ તમારા ચહેરા પર ડાઘ ધબ્બા અને કરચલીઓ ની સમસ્યા પેદા કરી શકે છે. એટલું જ નહીં તમને ખૂબ જ બળતરા અને સ્કિન પણ ડ્રાય થઈ શકે છે.

ગરમ પાણી

કેટલાક લોકો શિયાળાની સિઝનમાં ગરમ પાણીથી મોઢું ધોવાનું પસંદ કરે છે. પણ આ ગરમ પાણી તમારા ચહેરાની નમી શોષી લે છે અને તમારો ચહેરો ડ્રાય અને બેજાન થઈ જાય છે તેથી ગરમ પાણીને બદલે ઠંડુ અથવા તો નવશેકા પાણીનો ઉપયોગ કરવો.

લીંબુ

 

ઘરેલુ ઉપાય બતાવતી વખતે ઘણા લોકો લીંબુ ચહેરા પર લગાવવાની સલાહ આપે છે. લીંબુમાં ભરપૂર વિટામિન સી હોય છે. પરંતુ તેને ડાયરેક્ટ ચહેરા પર લગાડવાથી બળતરા, ખંજવાળ અને પીમ્પલ્સ ની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને સેન્સીટીવ સ્કીન વાળા લોકોએ આ રિસ્ક ક્યારેય પણ લેવું જોઈએ નહીં.

સાબુ

કેટલાક લોકો નાહવાના સાબુ નો ચહેરા પર ઉપયોગ કરે છે. તમે આવી ભૂલ ક્યારેય ન કરશો. ચહેરો સાફ કરવા માટે નેચરલ ફેઈસ વોશ નો ઉપયોગ કરવો જોઈએ. સાબુ તમારી ત્વચાની નમી દૂર કરે છે તેનાથી તમારી બેજાન અને ડ્રાય થાય છે. એટલું જ નહીં ચહેરા નું પી એચ લેવલ પણ ખરાબ કરી દે છે. આ ઉપરાંત તેમાં બળતરા અને પીમ્પલ્સ ની પરેશાની પણ થઈ શકે છે. તમારા ચહેરા પર ગમે તે પ્રકાર નાં કેમિકલ્સનો ઉપયોગ કરી અને બેદરકારી ના દાખવી કોઈ પણ ઉપાય ઓનલાઇન જુવો ત્યારે તેના પર રીસર્ચ કરવું. પછી જ તેનો પ્રયોગ કરવો. અથવા શરીર નાં થોડા હિસ્સા પર ટેસ્ટ કરી. જો તમને કોઈ સાઈડ ઈફેક્ટ ન થાય ત્યારે જ તેનો પ્રયોગ ચહેરા પર કરવો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *