છેલ્લા ૨ વર્ષ થી ગુમ હતો ૧૦ વર્ષનો દિકરો, રૂમની સફાઇ કરતા પિતાની નજર કબાટ પાછળ પડી તો…

એક માં-બાપ માટે તેના બાળકો સર્વસ્વ હોય છે. એવામાં જ્યારે તેનાથી તેનું બાળક વિખૂટું પડી જાય તો તેના ઉપર શું વીતે છે, તે ફક્ત તેજ જણાવી શકે છે. આજે અમે તમને એક એવા જ બાળકની સાચી ઘટના વિશે જણાવી રહ્યા છીએ. જ્યાં એક પરિવારનો ૧૦ વર્ષનો દીકરો છેલ્લા બે વર્ષથી ગુમ થયેલ છે. પોલીસે તપાસ કરવામાં કોઇ પણ જાતની કચાસ રાખી નહોતી. છતાં, કોઈને પણ એ બાળક વિશે કોઈ પ્રકારની જાણકારી મળી ન હતી. જ્યારે છેલ્લે પરિવારે હાર માનીને તેના વગર જ જીવવાની શરૂઆત કરી ત્યારે કંઈક આવું બન્યું, જેની તેઓએ કલ્પના પણ ના કરી હતી.
દીકરો મળવાની ખોઈ ચૂક્યા હતા આશા
ડેનિયલ મિલરનો દીકરો જેકબ બે વર્ષથી ઘરેથી ગાયબ હતો. જ્યારે ડેનિયલને લાગ્યું કે હવે તેનું બાળક ક્યારેય પરત નહીં આવે. તેણે તેનો રૂમ સાફ કરવાનું વિચાર્યું એ સમય દરમિયાન જ્યારે તેઓં બાળકનો રૂમ સાફ કરી રહ્યા હતા, ત્યારે તેની નજર કબાટની પાછળ પડી. કબાટને દિવાલ થી થોડું ખસેડીને જોયું તો ત્યાં દિવાલ પાછળ કંઈક અજુગતું લાગ્યું. હકીકતમાં દિવાલ તોડીને તેની ઉપર ચિપબોર્ડ લગાવેલું હતું. ત્યારે જ ડેનિયલે સમય બરબાદ કર્યા વગર તે ચિપબોર્ડ હટાવવા માટે તેમાં એક કાણું પાડ્યું. કાણામાં જ્યારે ડેનિયલ એ પોતાનું માથું નાખીને જોયું તો હકીકત કંઇક અલગ જ નિકળી.
નવા ઘરમાં શિફ્ટ થયા હતા
જણાવી દઈએ કે મિલર પરિવારના પિતા ડેનિયલ (૩૬), માં સારા (૩૪), મોટો દીકરો ટોમ (૧૧) અને નાનો દીકરો જેબક (૮) તાજેતરમાં જ એક શાંત સ્થળ પર લીધેલ નવા ઘરમાં રહેવા આવ્યા હતા. ઘરમાં આવીને બધા જ ખુશ હતા કે બધું સારું થવાનું છે. પરંતુ ત્યારે અચાનક થી તેના નવા પાડોશી તેને મળવા આવ્યા અને પોતાનો પરિચય આપીને મદદ માટે પૂછ્યું. પોતાના પાડોશીનો મિલનસાર સ્વભાવ જોઇ અને મિલન પરિવાર ખૂબ જ ખુશ હતો અને તેની મદદ સ્વીકારી લીધી. ઘરનો દરવાજો ખોલતાની સાથે જ તેને એક અજીબ અવાજ આવ્યો જેથી પિતા ડેનિયલ એ બાળકોને પાછળ હટવાનું કીધું પરંતુ દરવાજાની પાછળ કંઈ બીજું નહીં પણ એક બિલાડી હતી. તેને હાલમાં જ બચ્ચા આવ્યા હતા. પરિવાર વાળાઓએ તે બચ્ચાઓને સાથે રાખવાનું નક્કી કર્યું. શરૂઆતમાં બધું બરાબર ચાલતું હતું. ધીમે-ધીમે એવું થયું કે જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી.
રૂમમાંથી ગાયબ હતો જેકબ
મિલન પરિવાર હંમેશા એકી સાથે નાસ્તો કરતો હતો. એક દિવસ જ્યારે તે નાસ્તાના ટેબલ ઉપર બેઠા હતા, ત્યારે જેકબ તેના રૂમમાંથી બહાર આવ્યો નહી. ત્યારે રૂમમાં જેકબને બોલાવવા માટે ડેનિયલ ગયા. ડેનિયલે દરવાજો ખોલ્યો તો જેકબ ક્યાંય ન હતો. ડેનિયલએ આખા ઘર માં તપાસ કરી ક્યાંય પણ તેનો દીકરો તેને દેખાયો નહીં. ત્યારબાદ ડરેલા અને ગભરાયેલા પિતાએ પોતાના ગાયબ થયેલા બાળકની ખબર પોલીસને આપી. પોલીસે સમયે પર પહોંચી અને તપાસ શરૂ કરી દીધી. પરંતુ, તેઓનો દીકરો તેને ક્યાંય પણ ન મળ્યો.
માં બની ડિપ્રેશનનો શિકાર
બે વર્ષ સુધી જેકબ ન મળવાથી માતા-પિતા પૂરી રીતે હારી ગયા હતા. જ્યાં એક તરફ માં સારા ડિપ્રેશનમાં જતી રહી હતી. ત્યાં પિતા ડેનિયલે શરાબ પીઈને દિવસ કાઢવાનું શરૂ કરી દીધું જેથી તેને તેના બાળકની યાદ ના આવે. આખરે બંનેએ પોતાના હૃદય ઉપર પથ્થર રાખી અને માની લીધું હતું કે તેનો દીકરો જતો રહ્યો છે અને તેઓએ તેના રૂમની સફાઇ કરી લેવી જોઇએ. પરંતુ જ્યારે સફાઈ દરમ્યાન કબાટને પાછળ ખસેડવામાં આવ્યો, ચિપબોર્ડ વાળી દિવાલે બધાને આશ્ચર્યમાં નાખી દીધા. ડેનિયલે આમ તેમ કરીને દીવાલને તોડીને અને મોઢું અંદર નાખી જોવાનો રસ્તો બનાવ્યો.
દિવાલ પર મળ્યા ઘણા પુરાવા
જ્યારે દિવાલની અંદર નજર કરીને ડેનિયલે જોયું તો ત્યાં એક બેગ પડેલી હતી. તે બેગમાં હથોડો ખીલ્લી ડક ટેપ જારી અને એક તૂટેલા ચશ્મા હતા. તે ચશ્મા બીજા કોઈના નહીં પરંતુ ડેનિયલનાં પાડોશીના જ હતા. તે તરતજ દોડીને અને તેના ઘરે પહોંચ્યા. અને પોલીસની ધમકીના લીધે પાડોશી એ સત્ય જણાવ્યું. પાડોશીએ કહ્યું કે તેની પત્ની ક્યારેય માં બની શકે તેમ ન હતી. એટલા માટે તેઓએ જેકબ ને પોતાના ઘરના એક રૂમમાં રાખેલ છે. જ્યારે રૂમમાં ડેનિયલ પહોંચ્યા તો ત્યાં જેકબ હસતા હસતા બુક વાંચી રહ્યો હતો. તેની આજુબાજુ રમકડાં જ રમકડાં હતાં.
અંતમાં જીતી ગઈ માંની મમતા
જેકબ ને જોઈને પિતા ડેનિયલનો આનંદનો પાર ન રહ્યો. તેઓએ તરત જ પોલીસને જણાવ્યું પોલીસે પાડોશીઓને ગિરફતાર કર્યા. જોકે પછીથી ડેનિયલ અને તેની પત્ની સારાએ ફરિયાદ પાછી લઈ લીધી. તેઓની બે વર્ષની પીડા કદાચ કોઈ નહિ સમજી શકે. પરંતુ જેબીક ને પાછા મેળવવાની ખુશી આગળ તેને પોતાના પાડોશીઓની ભૂલ પણ નાની લાગી.