નવા લક્ષણો સાથે કોરોના ની દવા માં થયા ફેરફાર…

કોરોનાની શરૂઆતથી તેના લક્ષણોથી માંડીને સારવારમાં અપાતી દવાઓ-ઇન્જેક્શનોમાં પણ છેલ્લા ચાર મહિનામાં કેટલાક નોંધપાત્ર બદલાવો આવ્યાં છે. પહેલા સૂકી ખાંસી, શરદી, તાવ કે હાંફ ચઢવાના લક્ષણો હતા, પછી ઝાડા અને સૂંધવાની ક્ષમતા જતી રહેવી જેવા લક્ષણો ઉમેરાયા. બાદમાં હાર્ટ સ્ટ્રો અને બ્રેઇનસ્ટ્રોક લક્ષણો ઉમેરાયા. રોગની સારવારનો અનુભવ જેમ જેમ વધતો ગયો તેમ તેમ માર્કેટમાં અને સારવારમાં નવી દવાઓ આવતી ગઇ. હાલમાં કોરોનાના દર્દીઓને સારવારમાં 6થી 8 પ્રકારની દવાઓ અપાય છે. જેમાં 2 એન્ટિબાયોટિક, એક એન્ટિવાઇરલ, એક સ્ટિરોઇડ અને 1 હિપેરિનનો સમાવેશ થાય છે.

ઘણા તબીબો આજે પણ હાઇડ્રોક્સિક્લોરો ક્વિનના નિયત ડોઝ લે છે
આ ઉપરાંત વિટામીન સી, ડી, અને ઝીંકના ઇન્જેક્શન્સ તથા ક્યારેક પેરાસિનામીન પણ અપાય છે. કોરોનાની સારવાર સાથે સંકળાયેલા તબીબે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, કોરોનાથી બચવા ઘણા તબીબો આજે પણ હાઇડ્રોક્સિક્લોરો ક્વિનના નિયત ડોઝ લે છે. જે લોકોને જેમને કોરોના થયો તે પૈકીના જેમણે હાઇડ્રોક્સિક્લોરોક્વિન લીધી હોવાથી તેમનામાં મધ્યમથી હળવા લક્ષણો જ જોવા મળ્યાં હતા. આ દવાઓને ભેગી કરીને આપો તો હૃદયમાં ઝેરી તત્વો પેદા થાય છે તેવો પ્રચાર કરાયો છે. હવે એઝિથ્રો અને હાઇડ્રોક્સિક્લોરો ક્વિનના ડોઝ લેતા અગાઉ ઇસીજી કરાવવાનું કહેવામાં આવે છે. રેમડેસિવીર દવા માર્કેટમાં આવી તેના કેટલાક દિવસ અગાઉ જ આવી બાબતો બહાર આવી હતી.

હવે મોંઘા ટોસિલિઝુમેબની સામે સસ્તા ઇટોલીઝુમેબ નામનુ ઇમર્જન્સી ટ્રીટમેન્ટ માટેનું ઇન્જેક્શન પણ માર્કેટમાં આવ્યું છે. જોકે આ ઇન્જેક્શન આપતા અગાઉ દર્દીના પરિવારજનોની મંજૂરી લેવાય છે.

એઝિથ્રોમાઇસિન-હાઇડ્રોક્સિક્લોરો ક્વિનથી શરૂઆત થયા પછી એન્ટિવાઇરલ આવી
મેલેરિયાની સારવારમાં વપરાતી ક્લોરોક્વિન અને એન્ટીઇન્ફ્લેમેન્ટ્રીએઝિથ્રોમાઇસિન જ શરૂઆતના તબક્કામાં કોરોના સામ હથિયારરૂપ બની. પાછળથી એવો ખયાલ તબીબોને આવી ગયો કે તે હૃદયના દર્દીઓ માટે હાનિકારક છે. જે બાદ નવી એન્ટિવાઇરલ દવા આવી.

રેમડેસિવિર અને ટોસિલિઝુમેબનો વપરાશ શરૂ થયો અને કારગત પણ નીવડયો
અગાઉની દવાઓની મર્યાદા જાણ્યા બાદ કોરોનાના મધ્યમ લક્ષણો ધરાવતા દર્દી માટે અમેરિકન રેમડેસિવિર અને હળવા લક્ષણોના દર્દી માટે જાપાનિઝ ફેવિપિરાવીર દવા આવી. લક્ષણો બાદના 7 થી 10 દિવસમાં આવતાં સાઇકોટાઇન સ્ટ્રોમ માટે ટોસિલિઝુમેબ કારગત નીવડી.

હિપેરિન : આ ટોસિલિઝુમેબની આડઅસર દૂર કરે છે
ટોસિલિઝુમેબ આપ્યા બાદ થ્રોમ્બોસિસથી મોત થઇ જવાના કિસ્સા વધતાં હિપેરિન નામની દવા દર્દીને અપાતી થઇ. આ દવા અપાતા ડી-ડાઇમર ટેસ્ટ કરાય છે. ટેસ્ટમાં આંક વધુ આવે તો થેરાપ્યુટિક ડોઝ અપાય છે.

ત્રણ પ્રકારના સ્ટિરોઇડ પણ દર્દીની સ્થિતિ મુજબ અપાય છે
શરીરમાં ઓક્સિજનની માત્રા ઘટવા માંડે ત્યારે સ્ટિરોઇડ અપાય છે. આ સ્ટિરોઇડમાં મિથાઇલ પ્રેગ્નેસુલોન, ડેગ્ઝામિથાઝોલનો પણ કોરોના દર્દીઓને અપાવાના શરૂ થયા છે.

આ દવાઓ નવી આવી
કોરોનાના દર્દીઓને આઇવર મેપ્ટીન અને ડોક્સીસાઇક્લીન, મોન્ટેલ્યુકાસ તથા ઇકોસ્પ્રે નામના એન્ટીવાઇરસ ડ્રગ્સ પણ સારવારમાં હોસ્પિટલોમાં આપવાની શરૂઆત થઇ છે.
