ચાણક્ય નીતિ : કોઈના પર ભરોસો કરતા પહેલા તેનામાં જોઈલો આ બે ચીજો, ક્યારેય નહી મળે દગો

ગુરુ આચાર્ય ચાણક્ય દ્વારા લખવામાં આવેલ નીતિશાસ્ત્રનું પાલન કરવાથી કોઈ પણ વ્યક્તિ જીવનમાં તે બધું જ મેળવી શકે છે જે તે મેળવવા માંગે છે. આચાર્ય ચાણક્યની નીતિઓ ખૂબ જ કારગર સાબિત થાય છે અને તેમનું પાલન દરેક વ્યક્તિએ કરવું જોઈએ. આચાર્ય ચાણક્યના અનુસાર હંમેશા સમજી વિચારીને જ મિત્રો બનાવવા જોઈએ. કારણકે દરેક વ્યક્તિ ભરોસો કરવાને લાયક હોતી નથી. જીવનમાં તમને ઘણા એવા લોકો મળે છે જે મીનીટોમાં જ તમારો વિશ્વાસ તોડી નાખે છે. તેથી તમે ફક્ત એવા લોકો સાથે જ મિત્રતા કરો જે ભરોસાને લાયક હોય અને જે ક્યારેય પણ તમને દગો આપે નહી.
ત્યાગ ભાવના જુઓ
આચાર્ય ચાણક્યના અનુસાર જે વ્યક્તિની અંદર ત્યાગની ભાવના હોય છે. તેમની સાથે મિત્રતા કરવી ફાયદાકારક હોય છે અને એવા વ્યક્તિ તમને દરેક પરેશાનીમાં સાથ આપે છે. ત્યાગની ભાવના રાખનાર વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય છે અને તે જીવનમાં ક્યારેય પણ કોઈને દગો આપતો નથી.
બીજાની ભૂલોને નજરઅંદાજ કરવા વાળા
જે લોકો બીજા વ્યક્તિની ભુલોને નજરઅંદાજ કરતા હોય છે અથવા તો બીજા લોકો દ્વારા કરવામાં આવેલી ભૂલોને તરત જ માફ કરી દેતા હોય છે. આ પ્રકારના લોકો સાથે મિત્રતા જરૂર કરવી જોઈએ. બીજા લોકોની ભૂલોને માફ કરવા વાળા લોકો તેમના જીવનમાં સમજી-વિચારીને જ નિર્ણય લેતા હોય છે અને હંમેશા ભૂલો કરવાથી બચતા હોય છે.
ગુણથી ભરેલા
જે લોકોમાં ક્રોધ, આળસ, ઘમંડ, ખોટું બોલવા જેવા અવગુણ હોય તેવા લોકો સાથે મિત્રતા ના કરવી જોઈએ. કારણ કે આવા લોકો ભરોસાને લાયક હોતા નથી અને આ પ્રકારના લોકો તમને ગમે ત્યારે દગો આપી શકે છે. એટલું જ નહી પરંતુ જે લોકોમાં આ અવગુણ હોય છે. તેમના જીવનમાં હંમેશા પરેશાનીઓ રહેતી હોય છે અને ઘણીવાર તેમની પરેશાનીઓ તમારી શાંતિ પણ ભંગ કરી શકે છે. તેથી તમે ફક્ત સારા ગુણ વાળા લોકો સાથે જ મિત્રતા કરો.
કર્મ જુઓ
જે લોકો કર્મ અને ધાર્મિક કાર્ય કરતા હોય છે. તેવા લોકો પર ભરોસો કરી શકાય છે. આ પ્રકારના લોકો સ્વાર્થી હોતા નથી અને કોઈને પણ દગો આપતા નથી. તેથી તમે ધર્મ અને કર્મ પર વિશ્વાસ કરવાવાળા લોકો સાથે મિત્રતા કરી શકો છો.
પ્રેમની ભાવના
જે લોકોના મનમાં પ્રેમની ભાવના હોય છે અને જે લોકો વડીલોનો આદર કરે છે. તે લોકો પર આંખ બંધ કરીને ભરોસો કરી શકો છો. આ પ્રકારના લોકોનું મન એકદમ સાફ હોય છે. ઉપર જણાવવામાં આવેલ ગુણો જે કોઈ પણ વ્યક્તિમાં તમને જોવા મળે તો તેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને તેમને તમારા મિત્ર બનાવી શકો છો. કારણ કે આ પ્રકારના લોકો જીવનમાં ક્યારેય પણ કોઈને દગો આપતા નથી.