ચાણક્ય નીતિ : આ વાતોને રાખવી જોઈએ ગુપ્ત, તેનો ઉલ્લેખ કરવાથી વધી શકે છે પરેશાનીઓ

આચાર્ય ચાણક્યને એક લોકપ્રિય શિક્ષક, દાર્શનિક, અર્થશાસ્ત્રી, ન્યાયવિદ અને શાહી કલાકારના રૂપમાં જાણવામાં આવે છે. આચાર્ય ચાણક્ય પાટલીપુત્રના મહાન વિદ્વાન હતા. આટલા મોટા સામ્રાજ્યના મંત્રી હોવા છતાં પણ તે એક સામાન્ય ઝૂંપડીમાં રહેવાનું પસંદ કરતા હતા. સાથે જ તે ખૂબ જ સાદું જીવન જીવવામાં પણ વિશ્વાસ રાખતા હતા.
ચાણક્યએ પોતાના જીવનમાંથી મળેલા તેમના અમુક અનુભવોને એક પુસ્તક ચાણક્ય નીતિમાં જગ્યા આપી છે. ચાણક્ય નીતિમાં અમુક એવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના પર અમલ કરવાથી વ્યક્તિ ચોક્કસ સફળ થાય છે. આ પુસ્તકમાં અમુક એવી વાતો જણાવવામાં આવી છે કે જેમનો ઉલ્લેખ આપણે ભૂલથી પણ કોઈ બીજા સામે ના કરવો જોઈએ. તો ચાલો જાણીએ ચાણક્યની તે નીતિઓ વિશે.
યાદ રાખો ચાણક્યની આ નીતિઓ
- ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સાંભળવાની ધીરજ રાખે છે તેમને ધર્મનું જ્ઞાન હોય છે. તેમના મનમાંથી દ્વેષ દૂર થાય છે અને સાથે જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં મોહમાયા પરથી પણ તેમનું મન ઊઠી જાય છે.
- ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે એક વ્યક્તિએ જીવનભર કંઈક ને કંઈક શીખતા રહેવું જોઈએ. શીખવાની આ પ્રક્રિયા ક્યારેય પણ સમાપ્ત થતી નથી. માણસથી લઇને જાનવર સુધી વ્યક્તિ કંઈક ને કંઈક શીખી શકે છે. જેટલું શીખશે એટલો જ અનુભવ મળશે.
- અમુક લોકોને આદત હોય છે કે તે પોતાની ધન-દોલતના વિશે ખૂબ જ વાતો કરે છે. પરંતુ ચાણક્યના અનુસાર ક્યારેય પણ પોતાની ધન-દોલતનો ઉલ્લેખ બીજાની સામે કરવો ના જોઈએ. તમારી પાસે કેટલું ધન છે અને તમે કેટલા અમીર છો આ વાતને ફક્ત તમારા સુધી જ સીમિત રાખવી યોગ્ય છે. જો તમે કોઈને આ વિશે જણાવો છો તો તમારા પૈસા પર નજર લાગી શકે છે અને જે પૈસા પર તમે ગર્વ લઈ રહ્યા હોવ છો તે તમને રાજામાંથી રંક બનાવી શકે છે.
- ચાણક્ય નીતિના અનુસાર આપવામાં આવેલ દાન વિશે તમારે બીજા કોઈને પણ જણાવવું ના જોઈએ. જો તમે કોઈને દાન કર્યું હોય તો તેને તમારા સુધી જ સીમિત રાખો. જો તમે આપવામાં આવેલ દાનનો ઉલ્લેખ કોઈ બીજાની સામે કરો છો તો તેને વ્યર્થ માનવામાં આવે છે. આવી વાતોનો ઉલ્લેખ કરવાથી તેમનું કોઈ મૂલ્ય રહેતું નથી. તેના કારણે દાનને હંમેશા ગુપ્ત રાખવું જોઈએ.
- તેના સિવાય ચાણક્ય નીતિમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો પરિવારની સાથે તમારે કોઈ ઝઘડો થયેલ હોય તો તેને તમારા સુધી જ સીમિત રાખો. તેના વિશે અન્ય કોઈને પણ ના જણાવો. પારિવારિક ઝગડા અંગત હોય છે અને સમય જતા તે ઉકેલાઈ પણ જાય છે. જો તમે તેના વિશે કોઈને જણાવો છો તો તે વાત તમારા દુશ્મનો સુધી પહોંચી જાય છે જેનો ફાયદો તે ખુબ જ આસાનીથી ઉઠાવી શકે છે.
- ચાણક્ય નીતિમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ક્યારેય પણ જ્ઞાન લેવામાં શરમાવવું ના જોઈએ. જ્ઞાન પ્રાપ્ત કરવાના મામલામાં તમારે બેશરમ બની જવું જોઈએ. આ મામલામાં તમારે તમારા દુશ્મનોથી પણ શરમાવવું ના જોઈએ. જ્ઞાન જેટલું વધારે મળે એટલું જ વધારે કામ આવે છે.