ચકલા વેલણ સાથે જોડાયેલ વાસ્તુ ટિપ્સ છે ખુબ જ કામની, જે માનવામાં આવે છે શુભ

મહિલાઓને આદર સાથેનું સન્માન સમાજમાં આપ્યું છે. મહિલાઓ ને ઘરની લક્ષ્મી તો રસોઈઘર ને લક્ષ્મીનો નીવાસ સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, સ્ત્રીઓને રસોઈ ઘરની સાફ સફાઈ જ નહીં, પરંતુ તેની સાથે સંબંધિત વાસ્તુ ટિપ્સ પણ જાણવી જોઈએ. આમ તો રસોઈ ની દરેક વસ્તુ મહત્વ રાખે છે, પરંતુ ચકલા વેલણ રાહુ નું પ્રતિનિધિત્વ કરે છે. આવી સ્થિતિમાં, તેને યોગ્ય સ્થાને અને યોગ્ય રીતે રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો અમે તમને આને લગતી કેટલીક એવી વાતો જણાવીએ …

ચકલા વેલણ ની સાફ સફાઈ
રાત્રે સૂતા પહેલા ચકલા વેલણ સારી રીતે ધોઈને મુકવા ન ભૂલશો. કેટલાક લોકો આ ચકલા વેલણને એક કે ૨ દિવસ છોડીને સ્વચ્છ કરે છે. પણ આવુ કરવાથી એક બાજુ આરોગ્યને નુકશાન થાય છે તો બીજી બાજુ તમારી આ ટેવ તમારા ઘરમાં વાસ્તુ દોષ પણ ઉભો કરે છે.

ચકલા વેલણમાં અવાજ ન આવે
જયારે પણ રોટલી વણતા જો ચકલા વેલણ અવાજ કરે તો તેનાથી પણ વાસ્તુ દોષ ઉભો થાય છે. આડણીનુ આ રીતે અવાજ કરવુ જીવનમાં આર્થિક તંગીનુ કારણ બને છે.

ચકલા વેલણ ને રાખવાની રીત
વાસ્તુ મુજબ ચકલા-વેલણ સૂકવીને જ રાખવા જોઈએ. ઉપરાંત, તેને ક્યારેય ઊંધું ન રાખો. તેને ક્યારેય લોટના ડ્રમ્સ અથવા વાસણોની વચ્ચે ન મુકો. તેનાથી પૈસાની ખોટ થાય છે. તેને હંમેશાં અલગ અને સૂકું રાખવું જોઈએ.
આ દિવસે ન ખરીદવા ચકલા વેલણ

ચકલા વેલણ ખરીદતી વખતે પણ શુભ મુહૂર્તનુ ધ્યાન રાખો. જો લાકડીની ચકલા વેલણ ખરીદો છો તો તેને પંચકના દિવસે મંગળવારે અને શનિવારના દિવસે બિલકુલ ન ખરીદશો. બુધવારનો દિવસ કોઈપણ પ્રકારનો સામાન ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. તેથી કોશિશ કરો કે આ દિવસે જ ચકલા વેલણ ખરીદો.