ચૈત્ર નવરાત્રિનાં પહેલા દિવસે આ ૭ રાશી નાં જાતકો પર બની રહેશે, માતા રાની ની કૃપા

મેષ રાશિ
આર્થિક બાબતો તમારા પક્ષમાં રહેશે. નકારાત્મક સ્વભાવ વાળા લોકોથી દૂર રહેવાનો પ્રયાસ કરવો. નકારાત્મક વિચારો તમને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. વ્યવસાયમાં જીવનસાથીનો સહયોગ મળશે. નોકરીયાત લોકો માટે દિવસ સામાન્ય રહેશે. ઇચ્છિત ફળ મળતા તમારા આનંદમાં વધારો થશે. ઓફીસનાં કાર્યોમાં ધીરજ રાખવી. તમને સફળતા જરૂર મળશે. લવ લાઈફ માં કેટલાક ઉતાર-ચડાવ માંથી પસાર થવું પડી શકે છે. તમારે તમારા સંબંધને સંતુલન રાખવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. વિદ્યાર્થી વર્ગ ને પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં સફળતા મળશે. આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો પગમાં દુઃખાવો, નબળાઈ વગેરે જેવી સમસ્યાઓ આવી શકે છે.
વૃષભ રાશિ
આ રાશિનાં જાતકોને જાહેર ક્ષેત્રમાં સન્માન અને ખ્યાતિ મળી શકે છે. મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. વાણી પર સંયમ રાખવો. તમારા સમાજિક માન અને ગૌરવ માં ઘટાડો થશે. તમારી હોશિયારી થી જૂનાં વિવાદ સમાપ્ત થઈ શકે છે. નોકરીયાત લોકો તેમના કાર્યમાં આનંદનો અનુભવ કરશે. વ્યાપારીઓ માટે આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે. પ્રેમ જીવન માં આનંદ રહેશે. સરકારી નોકરી કરતા લોકોને ઉચ્ચ અધિકારીઓ તેમના કામથી ખુશ રહેશે. યોગ અને વ્યાયામ કરવાથી તમને આરોગ્યમાં ફાયદો થશે.
મિથુન રાશિ
તમારા આત્મવિશ્વાસ અને ઉત્સાહ માં વધારો થશે. પારિવારિક વાતાવરણ થોડું ભારે રહેશે. અગાઉ કરેલા રોકાણ થી તમને ફાયદો થશે. મિત્રોની મદદથી બગડેલા કર્યો બની જશે. બાળકોનાં ભવિષ્યની ચિંતા દૂર થશે. તમારા રોકાયેલા અધૂરા કાર્યોને પુરા કરવા માટે આજનો દિવસ સારો રહેશે. આજે જોખમ લેવું લાભદાયક રહેશે. પરંતુ રોકાણ કરતા પહેલા એક વાર વિચાર જરૂર કરવો. આવકમાં વધારો થઇ શકે છે. તમારા જીવનસાથી તમારી સાથે ખરાબ વર્તન કરી શકે છે. પાર્ટ ટાઈમ જોબ ની ઓફર મળી શકે છે. વ્યવસાય માટે સમય યોગ્ય છે. સગર્ભા સ્ત્રીઓએ તેમના આહારમાં નિયમિત રહેવું જરૂરી છે. અને પૂરતી ઊંઘ પણ કરવી જરૂરી રહેશે.
કર્ક રાશિ
તમને સફળતા પ્રાપ્ત થશે. ભાવનાત્મક સંબંધો પણ સ્થાપિત થશે. લોકો સાથે ફોન પર વાતચીત કરતા રહેવું. આક્રમકતા તમને નુકસાન પહોંચાડી શકે છે. નવા સંબંધો બનવાની પ્રબળ સંભાવના છે. તમારા માટે તમારા મન પર નિયંત્રણ રાખવાનો અને એકાગ્રતા સાથે કાર્ય પૂર્ણ કરવાનો સમય છે. બીજાને મદદ કરવી સારી રહેશે. લાંબાગાળા નાં રોકાણથી ફાયદો થશે. પ્રેમ સંબંધ માં નાના મોટા મતભેદ આવી શકે છે. ધંધાકીય મુસાફરી ફાયદાકારક રહેશે. આવકમાં વધારો થશે. ખોરાકમાં વધારે મરી મસાલાનો ઉપયોગ ના કરવો બને ત્યાં સુધી સાદો ખોરાક જ લેવો.
સિંહ રાશિ
સિંહ રાશિનાં લોકોએ તેમની વિચારસરણી સકારાત્મક રાખવી જરૂરી રહેશે. નોકરીયાત લોકો એ કામમાં પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. કોઈ પર આંખ મીંચીને ભરોસો ના કરશો. તમારી કોઈ કીમતી વસ્તુ ચોરી થઇ શકે છે. આજે કોઈનાં કોર્ટ-કચેરીનાં કાર્યમાં ના પાડવું. તમારે પડકારોનો સામનો કરવો પડી શકે છે. જેનાં કારણે કાર્યમાં તમારી ગતિ ધીમી થઇ શકે છે. લવ લાઈફ ને લગતા કેટલાક ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળવા. કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકો છો. ધંધાની ચિંતા ઓછી થશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડી શકે છે.
કન્યા રાશિ
તમે તમારી જૂની ભૂલો ને ભૂલીને તમારા જીવન ને પૂર્ણ બનાવશો. કેટલાક ખાસ મિત્રો મળવાની સંભાવના છે. જે તમારા માટે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સંકુચિત વિચારધારા તમને પાછળ તરફ લઈ જઈ રહી છે. તમારી માનસિકતા સુધારવી જરૂરી છે. અપરણિત જાતકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. કોઈ જૂની યોજના પૂર્ણ થઇ શકે છે. વિવાહિત જીવન સારૂ રહેશે. ધંધા માં નવી યોજના પર કામ કરતા તમને લાભ મળશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી બની રહેશે.
તુલા રાશિ
નોકરિયાત લોકોને તેમના કાર્ય બદલ કોઈ મોટો પુરસ્કાર મળી શકે છે. તમે તમારી વાણી થી લોકોને આકર્ષિત કરશો. ધંધામાં વિકાસ થવાની શક્યતા છે. તમારી સામાજિક પ્રતિષ્ઠાને ઘ્યાનમાં રાખીને દુશ્મનો સાથે વાત કરવી. વ્યવસાય માટે કોઇ નિર્ણય લેવો જરૂરી બની રહેશે. સંતાન ને લગતા કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધ માં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ધંધામાં વધારો થશે. નોકરીયાત લોકોનું જીવન સારૂ રહેશે. પેટને લગતા રોગો થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
તમે ભૂતકાળ માં થયેલ કામ નાં પરિણામો અંગે ચિંતા કરી શકો છો. તમારી કાર્ય પદ્ધતિ માં ફેરફાર કરવો જરૂરી છે. તમને ઘરેલું સુખ મળશે. તમારી કીમતી વસ્તુઓ ને સાચવી ને રાખવી. સ્વભાવ માં ચીડ-ચીડિયા પણું રહી શકે છે. મહત્વપૂર્ણ લોકો સાથે વાતચીત થઈ શકે છે. મિત્રો સાથે સમય પસાર કરી શકશો. સંપત્તિનાં કાર્ય ને લગતા લાભ થઈ શકે છે. પ્રેમ સંબંધ માં રોમાન્સ ની તક મળશે. પરણિત લોકોને તણાવ થી રાહત મળશે. કોઈ નવી વ્યક્તિ તમારા કરિયર ને નવી દિશા આપવા માટે મદદ કરશે. સ્વાસ્થ્ય માં સુધારો જોવા મળશે. કોઈ લાંબી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થી છુટકારો મળશે.
ધન રાશિ
આવકમાં વધારો થવાના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. કોઈ મોટું રોકાણ કરવાનું ટાળવું. નિર્ણય લેવા માં કોઇ સમસ્યા આવી શકે છે. અનિચ્છનીય પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. તમે જેટલું વહેલું કામ કરવા માંગો છો કામમાં તેટલો જ વિલંબ થઈ શકે છે. ધીરજ રાખવી. કોઈ જૂનો વિવાદ ફરી સામે આવી શકે છે. વિરોધીઓથી સાવધન રહેવું. તમે ગુસ્સામાં જીવનસાથી ને નુકસાન પહોંચાડી શકો છો. તેથી તમારા ગુસ્સા પર કાબૂ રાખવો. તમારે કાર્ય ક્ષેત્ર માં મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે. તમારું પ્રમોશન અટકી જવાથી તમે નિરાશ રહેશો. સ્વાસ્થ્ય સારું રાખવા યોગ્ય કસરત કરવી જોઈએ.
મકર રાશિ
તમારા દરેક કાર્ય સરળતાથી થઇ જશે અને સફળતાપૂર્વક કરવામાં આવેલ કાર્ય સફળ થશે. કોઈપણ વાતમાં બિનજરૂરી દખલ દેવાનું ટાળવું. તમે તમારી મહેનતથી તમારું કામ કઢાવી શકશો. કેટલાક લોકો કોઈ ખાસ વ્યક્તિ તરફ આકર્ષિત થઈ શકે છે. આધ્યાત્મિકતામાં રૂચિ વધશે. તમને લાભ મળશે. કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો કંઈક નવું કરવાની યોજના બનાવી શકે છે. દરેક જગ્યાએ પરિસ્થિતિ અનુકૂળ રહેશે. પ્રેમસંબંધ માં જોખમ લેવાનું ટાળવું. કોઈની સલાહ થી નવી નોકરી કરવી તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. થોડી ચિંતા રહેશે જેથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.
કુંભ રાશિ
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. અને તમે ખૂબ આનંદ માણી શકશો. તમારી આર્થિક બાબતો પહેલા કરતાં વધારે મજબૂત રહેશે. પરિવાર તરફથી તારા સમાચાર પ્રાપ્ત થશે. આત્મગૌરવ વધશે. કાર્યક્ષેત્રમાં ભાગ-દોડ વધારે રહેશે. મહેનત નો પૂરો લાભ મળશે. વૈવાહિક સમસ્યાઓ નું હલ થશે. ખર્ચાઓ થશે પરંતુ તમે તેમાં પણ ખુશીનો અનુભવ કરશો. તમારા જીવનસાથી સાથે બિનજરૂરી લડાઈ થશે જેના કારણે તમારું મન ઉદાસ રહેશે. સારી યોજનાઓ ની લાલચ માં આવીને તમરા પૈસા નાં ફસાઈ શકે છે. પેટ નાં દર્દીઓ એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
મીન રાશિ
વિવેક અને બુદ્ધિથી કાર્ય કરવાથી લાભ થશે. આવેશમાં કંઈક બોલી દેવાથી બિનજરૂરી વિવાદ થઈ શકે છે. આ અઠવાડિયામાં પ્રગતિનાં કેટલાક એવા રસ્તાઓ આવી શકે છે. જેમાં માતા-પિતાની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. સમજી વિચારીને દરેક કાર્ય કરવું. દુશ્મનો ફાવશે નહીં. પ્રેમ સંબંધ માં પ્રેમ અને રોમાન્સ વધશે. સરકાર તરફથી કોઈ મોટો ફાયદો થવાની સંભાવના છે. નોકરીમાં તમારી પકડ મજબૂત રહેશે. હ્રદય ની તકલીફ વાળા લોકો એ આ અઠવાડિયે ધ્યાન રાખવાની જરૂર છે. નહીં તો મુશ્કેલીમાં મુકાઇ શકો છો.