ચાની સાથે આ ૫ વસ્તુઓનું સેવન ભુલથી પણ ન કરવું,આ વસ્તુઓ નું સેવન થી શરીર ને થઈ શકે છે નુકસાન

જેમ કે આપણે દરેક લોકો જાણીએ છીએ કે, ચા દરેક લોકોના જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. લોકો પોતાના દિવસની શરૂઆત સૂરજની પહેલી કિરણ ની સાથે નહીં પરંતુ ચાની ચુસ્કીઓ સાથે કરે છે. ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ચા લોકપ્રિય પીણું છે. જ્યારે પણ લોકો ચા પીવે છે ત્યારે તેની સાથે કંઈ ને કંઈ જરૂર ખાઈ છે. પરંતુ કેટલીક એવી વસ્તુ છે જેનું સેવન ચાની સાથે કરવું જોઈએ નહીં. કારણ કે તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
આજકાલના સમયમાં ઘણાં એવા લોકો છે જે ચા સાથે જે વસ્તુ મળે છે તેનું સેવન કરે છે. પરંતુ સ્વાસ્થ્ય માટે તે યોગ્ય ગણવામાં આવતું નથી. કેટલીક એવી વસ્તુઓ છે કે, જેનું ચાની સાથે સેવન કરવું જોઈએ નહિ. અન્યથા તેના કારણે તમારા શરીરને નુકસાન પહોંચી શકે છે. તો ચાલો જાણીએ આખરે ચા સાથે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઇએ નહીં.
ચા સાથે ચણાનાં લોટની વસ્તુઓનું સેવન કરવું જોઇએ નહીં
હંમેશા જોવા આવે છે કે, લોકો ચા સાથે ચણાનાં લોટથી બનેલી વસ્તુઓનું સેવન કરે છે. લોકો પકોડા, નમકીન વગેરે વસ્તુઓ નું સેવન કરવાનું પસંદ કરે છે. પરંતુ સ્વાસ્થ્ય માટે તે યોગ્ય ગણવામાં આવતું નથી. હેલ્થ એક્સપર્ટ મુજબ ચણાના લોટની વસ્તુઓનું સેવન ચા સાથે કરવું જોઇએ નહીં. તેના કારણે શરીરમાં પોષક તત્વોની કમી થવા લાગે છે. જેનાં કારણે તમને પેટ સબંધી પરેશાની થવાની સંભાવના રહે છે.ઘણા લોકોની આદત હોય છે કે, ચાની સાથે અથવા તો ચા પીધા બાદ પાણી પીવે છે અથવા તો કોઈ પણ ઠંડી વસ્તુઓનું સેવન કરે છે. પરંતુ તમારી આ આદત બિલકુલ યોગ્ય નથી. કારણ કે ચા પીધા બાદ તરત જ પાણીનું સેવન કરવામાં આવે તો તેના કારણે પાચનતંત્ર પર ખરાબ અસર પડી શકે છે. જેનાથી એસીડીટી અને પેટ સંબંધી સમસ્યા થવાની સંભાવના વધારે રહે છે. ચા નું સેવન કર્યા પહેલા પાણી પીઈ શકો છો. પરંતુ ચા પીધા બાદ તરત જ પાણી પીવું જોઈએ નહીં.
લીંબુનું સેવન કરવું જોઇએ નહીં
ઘણા લોકો ચા માં લીંબુ નીચોવીને લેમન ટી બનાવી તેનું સેવન કરે છે. પરંતુ તે એસીડીટી અને પાચન સંબંધી અને ગેસની સમસ્યા ઉત્પન્ન કરે છે. તેથી હંમેશા ડોક્ટરની સલાહ લીધા બાદ જ તેનું સેવન કરવું જોઇએ. અથવા તો ચાની સાથે લીંબુ ની માત્રા વાળી વસ્તુઓનું સેવન કરવું જોઇએ નહીં.
ચા સાથે હળદર વાળી વસ્તુ નું સેવન કરવું જોઇએ નહીં
એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, ચાનું સેવન કર્યા બાદ તરત જ તમારે એવી વસ્તુ નું સેવન કરવું નહિ જેમાં હળદર ની માત્રા વધારે હોય. કારણ કે તેમાં મોજુદ રસાયણિક તત્વ પરસ્પર રાસાયણિક પ્રક્રિયા કરી પાચનતંત્ર ને નુકસાન પહોંચાડે છે.
ચાની સાથે કાચી વસ્તુઓનું સેવન ન કરવું
ચા સાથે કાચી વસ્તુઓનું સેવન કરવું સ્વાસ્થ્યની દૃષ્ટિએ યોગ્ય ગણવામાં આવતું નથી. તેના કારણે સ્વાસ્થ્ય અને પેટ સાથે જોડાયેલી ઘણી બીમારીઓ થઇ શકે છે. તેથી ચા સાથે સલાડ, અંકુરિત અનાજ કે બોઈલ ઈંડું ખાવાથી બચવું.