ચહેરા પર ખીલ અને માથા પર સફેદ વાળ, જ્યારે વાયરલ થઈ ગઈ સ્ટાર્સની મેકઅપ વગરની તસ્વીરો

ચહેરા પર ખીલ અને માથા પર સફેદ વાળ, જ્યારે વાયરલ થઈ ગઈ સ્ટાર્સની મેકઅપ વગરની તસ્વીરો

બોલીવુડને આપણે ગ્લેમર ઇન્ડસ્ટ્રી પણ કહીએ છીએ કારણકે દુનિયામાં ખૂબસૂરતી અને ઝાકમઝાળથી ભરમાર છે. બોલિવૂડના એક્ટર જ્યારે પણ કેમેરાની સામે આવે છે તો મેકઅપ કરીને આવે છે અને ખૂબ જ સુંદર પણ દેખાય છે. વળી બોલીવૂડની આ અભિનેત્રીઓના સુંદર ડ્રેસ અને મેકઅપ તો દરેક લોકોનું ધ્યાન ખેંચી લે છે.

પહેલાના સમયમાં જ્યારે સિતારાઓ કેમેરાની સામે આવતા હતાં ત્યારે પૂરી રીતે તૈયાર રહેતા હતા પરંતુ હવે ધીરે-ધીરે સમય બદલાઈ રહ્યો છે. હવે સિતારાઓ સામાન્ય માણસ સાથે જોડાવા માટે પોતાના ઘરની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ શેર કરે છે. બીજી તરફ કોરોના કાળે પણ દરેક ચીજમાં ઘણો બદલાવ કર્યો છે. તેવામાં ઘણા સ્ટાર્સએ પોતાની મેકઅપ વગરની તસ્વીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જેનાથી તેમની અસલી ખૂબસૂરતી અને ઉંમર બંને દુનિયાની સામે આવી ગઈ.

કરણ જોહર

મોટાભાગે ચર્ચામાં રહેવા વાળા મશહૂર નિર્માતા અને નિર્દેશક કરણ જોહર હંમેશા વેલ મેઈન્ટેન નજર આવે છે. તેમની દરેક તસવીરમાં અમીરી ઝળકતી હોય છે. જો કે લોકડાઉનમાં કારણ જોહર એ પણ મેકઅપનો સાથ છોડી દીધો છે અને પોતાના ઘરમાં બાળકોની સાથે જ ટાઇમ પસાર કરતાં જોવા મળે છે. કરણ જોહરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાની મેક-અપ વગરની તસવીર શેર કરી હતી જે ખૂબ જ વાયરલ પણ થઇ હતી. આ તસવીરમાં કરણ જોહર સફેદ વાળમાં નજર આવ્યાં હતાં સાથે જ તેમના ચહેરા પર તેમની ઉમર પણ સ્પષ્ટ નજર આવી રહી હતી.

કરીના કપૂર ખાન

કરીના કપૂરને બોલિવૂડની ફેશન ડિવા માનવામાં આવે છે. બોલિવૂડની સાથે-સાથે સામાન્ય લોકો માટે પણ કરીના ઘણીવાર નવા-નવા ટ્રેન્ડ સેટ કરતી રહે છે. કરીનાને પોતાના દમદાર અભિનય માટે તો પસંદ કરવામાં આવે છે તેના સિવાય તેમની સુંદરતાના લીધે પણ લોકો તેમને પસંદ કરે છે. કરીના ઘણીવાર તેમની મેકઅપ વગરની તસવીરો પણ શેર કરતી રહે છે. તે તસવીરોમાં કરીના સુંદર લાગે છે પરંતુ તેમના ચહેરા પર ખીલ જરૂર જોવા મળે છે.

કલ્કિ કોચલીન

બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી કલ્કિ કોચલીન ખૂબ જ બોલ્ડ અને મોડર્ન વિચારસરણી ધરાવે છે અને તેમના આ વિચારને પણ તે દુનિયાની સામે લાવવામાં ક્યારેય ખચકાતી નથી. કલ્કિ ફિલ્મ અને ઇવેન્ટમાં ખૂબ જ સોફેસ્ટિક લુકમાં નજર આવે છે. જોકે થોડા સમય પહેલા કલ્કિએ પોતાની એક તસવીર શેર કરી હતી. જેમાં તેમના આર્મપિટના વાળ નજર આવી રહ્યા હતા. તેમની આ તસવીર ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ તસવીરની સાથે કલ્કિએ એક મેસેજ આપ્યો હતો કે તે સામાન્ય છે અને તેમાં શરમાવવાની જરૂર નથી.

સમીરા રેડ્ડી

સમીરા એક જમાનામાં બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓ માંથી એક હતી. જો કે પાછલા ઘણા સમયથી તે ફિલ્મોથી દૂર છે. પ્રેગ્નન્સી દરમિયાન સમીરાનું વજન ખૂબ જ વધી ગયું હતું. જેના કારણે લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા હતા. તેવામાં સમીરાએ મેકઅપ વગર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમના સફેદ વાળ સ્પષ્ટ નજર આવી રહ્યા હતાં. વળી તેમની આંખો નીચે ડાર્ક સર્કલ પણ સ્પષ્ટ નજર આવી રહ્યા હતાં. તેની સાથે સમીરાએ કહ્યું હતું કે કોઈ તમને પાતળા કહેશે, કોઈ તમને જાડા કહેશે, કોઈ તમને શ્યામવર્ણ કહેશે તો કોઈ તમને કદરૂપા કહેશે પરંતુ આપણે આપણા નેચરલ લુકને અપનાવવો જોઈએ.

કુબ્રા સૈત

સેક્રેડ ગેમ સ્ટાર કુબ્રા સૈત પણ બ્યુટીના તમામ સ્કેલ તોડી ચૂકી છે. હાલમાં જ કુબ્રાએ એક સેલ્ફી પોસ્ટ કરી હતી. જેમાં તેમની વધેલ આઈબ્રોઝ અને અપર લીપ્સના વાળ જોવા મળતા હતાં. કુબ્રાએ કહ્યું, તે બરાબર છે. ફિલ્ટર કર્યા વગરના અને મેકઅપ વગરના સોશિયલ મીડિયા પર.

આમિરખાન

આમિર ખાનની પુત્રી ઈરા ખાને ફાધર્સ-ડે ના અવસર પર આમિર ખાનની એક તસવીર શેર કરી હતી. જેમાં આમિર ખાનના સફેદ વાળ સ્પષ્ટ નજર આવી રહ્યા હતા. આમિરખાન પડદા પર વૃદ્ધ પિતાનો રોલ નિભાવી ચુક્યા છે પરંતુ ફેન્સે તેમને હંમેશાથી એક યંગ હીરોના રોલમાં જોયેલ છે તેવામાં આ તસવીરે સોશિયલ મીડિયા પર ખુબ જ તહેલકો મચાવ્યો હતો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *