બુધવાર નાં દિવસે ભુલથી પણ ન કરવા આ કાર્યો, તેને કરવાથી દુર્ભાગ્ય સાથ નથી છોડતું

બુધવાર નાં દિવસે ગણેશ ભગવાન અને બુધ ગ્રહ ની પૂજા કરવી લાભકારી માનવામાં આવે છે. એ દિવસે ગણેશજીની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને રોકાયેલા દરેક કાર્ય પૂરા થાય છે. તેમ જ બુધ ગ્રહનું પૂજન કરવાથી ગ્રહ શાંત રહેશે અને તમને અનુકૂળ ફળ પ્રદાન કરે છે. બુધવાર નાં દિવસે તેની પૂજા કરવાની સાથે વિશેષ વાતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. અને સાથેજ નીચે જણાવેલ કાર્યો કરવાની ભૂલ ન કરવી જોઈએ. આ કાર્યો કરવાથી જીવનમાં દુઃખો આવવાનું શરૂ થાય છે.
ઉધાર લેવડદેવડ
ઉધાર લેવડદેવડ માટે બુધવારનો દિવસ ઉત્તમ ગણવામાં આવતો નથી. બુધવાર નાં દિવસે ઉધાર લેવડદેવડ હાનિકારક સાબિત થાય છે. આર્થિક બાબતોથી જોડાયેલ મોટા નિર્ણયો આ દિવસે કરવાથી બચવું. માનવામાં આવે છે કે, આ દિવસે ઉધાર આપવામાં આવેલ પૈસા અથવા લીધેલ ધન લાભકારી હોતું નથી. લેવડ દેવડ કરવાથી આર્થિક નુકસાન થાય છે અને ઘણા પ્રયત્નો કરવા છતાં પણ ધન એકત્રિત કરી શકતા નથી. તેથી બુધવાર નાં દિવસે ઉધાર લેવડદેવડ કરવાથી બચવું.
ન કરવી આ દિશામાં યાત્રા
જ્યોતિષ વિજ્ઞાન અનુસાર બુધવાર નાં દિવસે પશ્ચિમ દિશા તરફની યાત્રા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થતું નથી. માટે આ દિશામાં યાત્રા કરવી નહીં. જો ખૂબજ જરૂરી હોય તો જ આ દિશામાં યાત્રા કરવી.
રોકાણ
બુધવાર નાં દિવસે રોકાણ કરવા માટે ઉતમ ગણવામાં આવતો નથી. તે દિવસે કરવામાં આવેલા રોકાણમાં હાનિ થવાની સંભાવના રહે છે. માટે ભૂલથી પણ આ દિવસે આર્થિક રોકાણ કરવું નહીં. રોકાણ કરવા માટે સૌથી ઉત્તમ દિવસ શુક્રવાર ગણવામાં આવે છે. અને તે દિવસે રોકાણ કરવામાં આવેલ પૈસામાં બરકત રહે છે.
કાળા વસ્ત્ર ન પહેરવા
બુધવાર નાં દિવસે કાળા વસ્ત્ર પહેરવા શુભ ગણવામાં આવતું નથી. કહેવામાં આવે છે કે, જે સ્ત્રી સૌભાગ્યવતી હોય તેમણે બુધવાર નાં દિવસે કાળા વસ્ત્ર પહેરવાં જોઈએ નહી. તેનાથી જીવનમાં દુઃખ આવવાનું શરૂ થઈ જાયછે. આ દિવસે કાળા વ્રસ્ત્રો નું દાન કરવાથી દાંપત્યજીવનમાં સુખ આવે છે અને પતિને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.
બુધવાર નાં દિવસે કરો આ કામ ચમકી જશે ભાગ્ય
- બુધવાર નાં દિવસે કયા કાર્યો કરવા જોઈએ નહિ તેના વિશે જાણકારી મેળવ્યા બાદ ચાલો આપણે જાણી લઈએ કે, આ દિવસે કયા કાર્યો કરવા જોઈએ.
- બુધવાર નાં દિવસે બુધ ગ્રહ ની કથા જરૂર સાંભળવી બુધ ગ્રહ ની કથા સાંભળવાથી કે કરવાથી જીવનની દરેક પરેશાની દૂર થાય છે.
- બુધ ગ્રહ લીલા રંગ સાથે જોડાયેલ છે. તેથી બુધવાર નાં દિવસે લીલા રંગનાં વસ્ત્ર પહેરવા અને ગરીબ લોકોને લીલા રંગની દાળનું દાન આપવું.
- આ દિવસે ગણેશજી ની પૂજા જરૂર કરવી અને તેને દૂર્વા ધાસ અર્પણ કરવું.
- શિવલિંગની પૂજા કરવી અને લીલા રંગની વસ્તુઓ જરૂર પણ કરવી. એવું કરવાથી બુધ ગ્રહ શાંત થાય છે. અને જીવનમાં ખુશીઓ ની કોઈ કમી રહેતી નથી.
- આ દિવસે લીલા રંગની વસ્તુઓનું સેવન વધારે કરવું.