બુધ શુક્ર અને રાહુ થી બન્યો ત્રિગ્રહી યોગ, જાણો તમારી રાશિ પર તેનો કેવો રહેશે પ્રભાવ

અસુર ગ્રહ શુક્ર એ પોતાની રાશિ વૃષભ માં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં બુધ અને રાહુ પહેલાથી જ બિરાજમાન હતા. શુક્ર નાં પ્રવેશથી ત્યાં ત્રણેય ગ્રહો એક સાથે આવી જાય છે. જેના પરિણામ સ્વરૂપ ત્રીગ્રહી યોગનું નિર્માણ થાય છે. જે દેશ અને દેશની જનતા માટે અતિ શુભ રહેશે. વૃષભ રાશિવાળા લોકો માટે સૌથી વધારે લાભકારી રહેશે, કારણ કે રાહુ નાં પ્રભાવમાં વધારે શુભતા આવી જાય છે. એ પણ સંભવ છે કે, દેશમાં કોરોના મહામારી પર પણ ધીરે ધીરે નિયંત્રિત થઈ શકશે. કારણ કે બુધ અને શુક્ર નાં અલગ થવા પરંતુ બુધ અને શુક્ર નાં અલગ થવાથી સ્થિતિ ફરીથી પહેલા જેવી થઇ શકે છે. ત્રીગ્રહી યોગનો દરેક રાશિ પર કેવો પ્રભાવ પડશે ચાલો જાણીએ તેના વિશે
મેષ રાશિ
આ રાશિના ધન ભાવમાં બની રહેલ યોગ થી તમારું આર્થિક પક્ષ મજબૂત બનશે. આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. કોઈને ઉધાર આપેલ ધન પરત મળી શકશે. પારિવારિક વાતાવરણ ખુશહાલ રહેશે. જમીન સાથે જોડાયેલ બાબત નું નિવારણ આવી શકશે. તમારી વાણી ની કુશળતાના આધારે તમે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિ ને પણ સરળતાથી નિયંત્રિત કરી શકશો. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે.
વૃષભ રાશિ
આ રાશિમાં ગોચર કરી રહેલ ગ્રહો નો શુભ પ્રભાવ તમારા માટે વરદાન સમાન સાબિત થશે. તેથી જે કાર્ય તમે શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે. કેન્દ્ર કે દ્વારા રાજ્ય સરકારના વિભાગો નાં કાર્ય સંપન્ન થશે. તમારી યોજનાઓને ગુપ્ત રાખીને કાર્ય કરશો તો તમને સફળતા ચોક્કસ મળશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે સમય અનુકૂળ રહેશે.
મિથુન રાશિ
આ રાશિના હાની ભાવમાં ગોચર કરતા આ રાશિમાં બુધ અને રાહુ સાથે શુક્ર પણ આવવાથી તેના અશુભ પ્રભાવ માં કમી આવશે. શુક્ર બારમા ભાવમાં એકલા યોગ કારક હોય છે. જેના ફળ સ્વરૂપ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. હરવા-ફરવા પાછળ વધારે ખર્ચો થઈ શકશે. કોઈ સંબંધી અથવા મિત્ર દ્વારા અશુભ સમાચાર ની પ્રાપ્તિ થશે. વિદેશ યાત્રા અથવા વિદેશની નાગરિકતા માટે કરવામાં આવેલ પ્રયત્ન સફળ રહેશે.
કર્ક રાશિ
રાશિના લાભ ભાવમાં ગોચર કરતા આ ગ્રહણ શુભ પ્રભાવ તમારા માટે વરદાન સમાન રહેશે. આવક નાં સાધનોમાં વધારો થશે. પરિવાર નાં વરિષ્ઠ સભ્યો નો સહયોગ મળી રહેશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ મજબૂત થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારી સફળતા પ્રાપ્ત થશે. સંતાન સંબંધી ચિંતા દૂર થશે. નવદંપતી માટે સંતાન પ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે.
સિંહ રાશિ
સિંહ રાશિના દસમા ભાવમાં ગોચર કરી રહેલ ત્રણેય ગ્રહોનો શુભ પ્રભાવ થી તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તમારી ઉર્જા શક્તિ અને બળના આધારે મુશ્કેલમાં મુશ્કેલ કામ સરળતાથી પૂર્ણ કરી શકશો. કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના વિભાગોમાં કોઇ પ્રકારનો ટેન્ડર વગેરે માટે આવેદન કરવા ઈચ્છતા હોય તો સમય અનુકૂળ રહેશે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો થવાના યોગ બની રહ્યા છે.
કન્યા રાશિ
રાશીના ભાગ્ય ભાવમાં ગોચર ગ્રહો નો પ્રભાવ તમારા માટે ઉન્નતિકારક રહેશે. ધર્મ અને આધ્યાત્મમાં પ્રત્યે તમારી રુચિ માં વધારો થશે. ધાર્મિક ટ્રસ્ટ તથા અનાથાલય માં દાન કરી શકશો. વિદેશી કંપનીમાં સર્વિસ અથવા નાગરિકતા માટે કરવામાં આવેલ પ્રયત્ન સફળ રહેશે. સંતાન સંબંધી ચિંતામાંથી મુક્તિ મળશે. લગ્ન-વિવાહ સંબંધી વાતમાં સફળતા પ્રાપ્ત થશે.
તુલા રાશિ
રાશી ના આઠમા ભાવમાં ગોચર કરી રહેલ ત્રણેય ગ્રહોના પ્રભાવમાં થી માન-સન્માન અને યશ પ્રાપ્ત થશે. પરંતુ સ્વાસ્થ્ય પર વિપરિત પ્રભાવ જોવા મળશે. કાર્યક્ષેત્રમાં તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડ્યંત્ર કરી તમને પરેશાન કરી શકે છે. કોર્ટ-કચેરી બાબત ચાલી રહી હોય તો તેનું નિવારણ કોર્ટની બહાર લાવવા માટેના પ્રયત્ન કરવા. જમીન મકાન સાથે જોડાયેલ કાર્ય સંપન્ન થશે. ભૌતિક સુખ સુવિધા નાં સાધનો પાછળ ખર્ચ વધારે થશે.
વૃશ્ચિક રાશિ
રાશિના સાતમા ભાવમાં થતું ગોચર તમારા માટે દરેક રીતે લાભદાયી રહેશે. વિવાહ સંબંધિત વાતમાં સફળતા મળશે. સાસરા પક્ષ નો સહયોગ મળશે. વેપારીઓ માટે આ યોગ વરદાન સમાન સાબિત થશે. સરકારી વિભાગમાં કાર્યરત લોકોને માટે પ્રમોશન નાં યોગ બની રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ સાથે તમારા સંબંધો મજબૂત રહેશે.
ધન રાશિ
રાશિના છઠ્ઠા ભાવ એટલે કે શત્રુ ભાવમાં ગોચર કરી રહેલ ત્રણેય ગ્રહનો પ્રભાવ તમારા માટે ઉતાર-ચડાવ લાવશે. આ સમય દરમ્યાન કોઈને ધન ઉધાર આપવું નહીં અન્યથા આર્થિક નુકસાન થવાની સંભાવના રહેશે. ગુપ્ત શત્રુઓ સક્રિય રહેશે અને તમને નીચે બતાવવાની કોશિશ કરશે. કોર્ટ-કચેરીની બાબતોથી દૂર રહેવું. મિત્રો તથા સંબંધીઓ પાસેથી અશુભ સમાચાર પ્રાપ્ત થશે.
મકર રાશિ
રાશી ના પાંચમાં ભાવ બની રહેલ યોગથી તમને દરેક રીતે સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધોની બાબતમાં નિકટતા આવશે. તેમજ તમે લવ મેરેજ કરવાનો નિર્ણય લેવા ઇચ્છતા હોવ તો સમય અનુકૂળ રહેશે. સંતાન નાં દાયિત્વ ની પૂર્તિ થશે. નવદંપતી ને સંતાન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.
કુંભ રાશિ
રાશીના ચોથા ભાવમાં ગોચર કરી રહેલ ત્રણેય ગ્રહ નો પ્રભાવ પરિણામ સ્વરૂપ તમારા વિચારેલા દરેક કાર્ય પૂર્ણ થશે. મકાન વાહનનું સુખ પ્રાપ્ત થશે. જમીન સાથે જોડાયેલ બાબતનું નિવારણ આવી શકશે. મિત્રો તથા સંબંધીઓ પાસેથી સારા સમાચાર પ્રાપ્ત થશે. યાત્રા સાવધાનીપૂર્વક કરવી. ચોરી થવાની સંભાવના છે. સત્તાનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.
મીન રાશિ
રાશિના પરાક્રમ ભાવમાં બની રહેલ યોગ તમારા સાહસ અને પરાક્રમ માં વૃદ્ધી કરશે. તમારા કાર્યની પ્રશંસા થશે. પરિવાર નાં વરિષ્ઠ સભ્યો તથા ભાઇઓનો સહયોગ મળશે. ધર્મ ની બાબતમાં તથા અનાથાશ્રમમાં તમે કોઈ દાન પુણ્ય કરી શકશો. વિદેશી કંપનીઓ માં સર્વિસ અથવા નાગરિકતા માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ રહેશે.