બુધનો વૃષભ રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને નોકરી વ્યાપાર માં પ્રગતિ નાં યોગ બની રહ્યા છે જાણો તમારી રાશિ વિશે

બુધનો વૃષભ રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને નોકરી વ્યાપાર માં પ્રગતિ નાં યોગ બની રહ્યા છે જાણો તમારી રાશિ વિશે

મે મહિનાની શરૂઆતની સાથે જ એટલે કે, ૧લી મે નાં  બુધ નો વૃષભ પ્રવેશ થયો છે. બુધ નું આ ગોચર સ્વર ૫ કલાક અને ૪૯ મિનિટ થયું છે. બુધ ગ્રહને સંચાર, સવાંદ અને બુદ્ધિના પ્રતીક ગણવામાં આવે છે. જ્યોતિષ અનુસાર જ્યારે કોઈ ગ્રહ પોતાનું સ્થાન બદલે છે, તો તેનો પ્રભાવ દરેક વ્યક્તિ નાં જીવન પર પડે છે. બુધ નાં રાશિ પરિવર્તનથી આ રાશિવાળા લોકોને નોકરી અને વેપારમાં લાભ મળવાના યોગ બની રહ્યા છે. તો કેટલીક રાશિના લોકોને નિરાશા પ્રાપ્ત થશે.

મેષ રાશિ

બુધ નાં ગોચર થી તમારી સંવાદ શૈલી મજબૂત થશે. જેનો ફાયદો તમને ધન સાથે જોડાયેલી બાબતો માં જોવા મળશે. કોઇને ઉધાર આપેલા પરત મળી શકશે. ધનની બચત કરવામાં સફળ રહેશો.

વૃષભ રાશિ

બુધનું ગોચર તમારી રાશિમાં થશે. જેનાથી તમને સારા પરિણામો પ્રાપ્ત થશે. તમારા માન-સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો નાં ખર્ચમાં વધારો થશે. શત્રુઓ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે. નોકરીમાં પરિવર્તન  નાં યોગ બની રહ્યા છે. પરિવાર નાં સભ્યો સાથે સંબંધો માં મતભેદ થવાની સંભાવના છે.

કર્ક રાશિ

બુધ નું ગોચર તમારા માટે શુભ રહેશે. આવકમાં વૃદ્ધિ થશે તમને કોઈ સારા સમાચાર પ્રાપ્ત થશે. ભાઈ બહેન સાથે સંબંધ મજબૂત થશે.

સિંહ રાશિ

બુધ નું ગોચર કાર્ય ક્ષેત્રમાં લાભ અપાવશે. ધનલાભ પ્રાપ્ત કરાવશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે વાણીમાં મધુરતા આવશે.

કન્યા રાશિ

બુધ નું ગોચર તમારા માટે સામાન્ય રહેશે. કેરિયરમાં સામાન્ય લાભ પ્રાપ્ત થશે. યાત્રાથી લાભ થશે.

તુલા રાશિ

બુધ નાં ગોચરથી તમને હાનિ થવાની સંભાવના છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું. વાદ-વિવાદથી બચવું.

વૃશ્ચિક રાશિ

બુધનું ગોચર તમારા માટે ઉત્તમ સાબિત થશે. જીવનસાથી નો સાથ મળશે. પ્રગતિના યોગ બની રહ્યા છે. નવા વાહનની ખરીદી કરી શકો છો.

ધન રાશિ

શત્રુ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે. શત્રુ તમારા વિરુદ્ધ ષડયંત્ર કરીને તમને પરેશાન કરી શકે છે. સમસ્યાથી પરેશાન થવા કરતા તેનું નિરાકરણ કરવાના પ્રયત્ન કરવા.

મકર રાશિ

બુધ નું ગોચર તમારા સ્વાસ્થ્યમાં પરેશાન કરી શકે છે. આ સમય દરમ્યાન અભ્યાસમાં તમારું મન નહીં લાગે. પ્રેમ સંબંધની બાબતોમાં ધીરજથી કામ લેવું.

કુંભ રાશિ

નોકરિયાત લોકોને સમય અનુકૂળ રહેશે. મહેનતથી તમે દરેક વસ્તુ પ્રાપ્ત કરી શકશો. ધન ની બચત કરવામાં સફળ રહેશો.

મીન રાશિ

તમારામાં સાહસ અને પરાક્રમ ની કમી જોવા મળશે. જેનાથી તમને ઘણા કાર્યમાં અસફળતા નો સામનો કરવો પડશે. નાના ભાઈ બહેનો સાથે વાદ-વિવાદ ને કારણે મતભેદ થવાની સંભાવના છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *