બોલિવૂડની આ અભિનેત્રીઓ પિતાથી પણ વધારે માન આપે છે તેમના સસરાને, જોવા મળે છે ખૂબ જ સારી બોન્ડિગ

બોલિવૂડની આ અભિનેત્રીઓ પિતાથી પણ વધારે માન આપે છે તેમના સસરાને, જોવા મળે છે ખૂબ જ સારી બોન્ડિગ

દરેક યુવતિ પોતાના પિતાની સૌથી વધારે નજીક હોય છે કારણ કે તેમને ખબર હોય છે કે પૂરી દુનિયામાં ફક્ત તેમના પિતા જ છે જે તેમનું દિલ ક્યારેય પણ દુખાવા નહી દે. કોઈ યુવતિ જ્યારે લગ્ન કરીને સાસરીયે જાય છે તો તે બસ એવી જ આશા રાખે છે કે તેમને તેમના સાસુ સસરા પાસેથી માતા-પિતા જેવો જ પ્રેમ મળે. સામાન્ય રીતે યુવતીઓને સાસુ પાસેથી કાં તો પ્રેમ મળી જાય છે અથવા તો પછી થોડી રકઝક થતી રહે છે. પરંતુ સસરા તો તેમનાથી થોડું અંતર જાળવીને જ રાખે છે.

તેવામાં જે વહુને તેમના સસરાનો પ્રેમ મળે છે તે પોતાને દુનિયાની સૌથી ભાગ્યશાળી મહિલા માને છે. ફક્ત સામાન્ય યુવતીઓ જ નહી પરંતુ બોલિવૂડની ઘણી જ અભિનેત્રીઓ પણ એવી છે. જે પોતાના સસરાની ખૂબ જ નજીક છે અને તેમને પિતા જેટલું જ માન આપે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે કોણ છે તે અભિનેત્રી જે પોતાના સસરાની સાથે ગજબની બોન્ડિંગ છે.

દિપીકા પાદુકોણ

બોલિવૂડની લીલા એટલે કે દિપીકા એક સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રી હોવાની સાથે-સાથે એક ઘરેલું મહિલા પણ છે. જ્યારે તે ફિલ્મો કરતી નથી ત્યારે પોતાના સાસરિયામાં એક આદર્શ વહુની જેમ જ નજર આવે છે. દિપીકા પોતાના પિતા પ્રકાશ પાદુકોણની તો ખૂબ જ નજીક છે સાથે જ પોતાના સસરા જગજીતસિંહ ભવનાનીને પણ પોતાના પિતાની જેમ જ માને છે. જણાવી દઈએ કે દિપીકા અને રણવીરે ૧૪-૧૫ નવેમ્બર ૨૦૧૮ ના રોજ લગ્ન કર્યા છે. લગ્નમાં આ બંનેનો પરિવાર હાજર હતો. દિપીકાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં પોતાના સાસરિયાને લઈને ઘણી વાતો કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તે પોતાના સસરાને પોતાના સગા પિતાની જેમ જ માને છે.

એશ્વર્યા રાય બચ્ચન

પૂર્વ વિશ્વ સુંદરી અને બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાયને પોતાના સસરા અમિતાભની સાથે ગજબની બોન્ડિંગ છે. આવું એક વાર નહી પરંતુ ઘણી પર જોવા મળ્યું છે કે એશ્વર્યા પોતાના સસરાની ખૂબ જ નજીક રહેતી હોય છે. એશ્વર્યા અમિતાભને પોતાના પિતાની જેમ જ માને છે. એશ્વર્યા જ્યારે પણ કોઈ એવોર્ડ લે છે અથવા તો સન્માન મેળવે છે તો બધાની સામે જ તે પોતાના સસરા ના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લેતી હોય છે. એશ્વર્યા એ તો અમિતાભની સાથે ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું છે પરંતુ પોતાના વાસ્તવિક જીવનમાં બન્નેની વચ્ચે બાપ-દિકરી જેવો સંબંધ સ્પષ્ટ જોવા મળે છે.

સોનમ કપૂર

રાંઝણા ગર્લ સોનમ કપૂર પણ આનંદ આહુજા સાથે લગ્ન કરી ચૂકી છે. આનંદની સાથે લગ્ન કર્યા બાદ સોનમ પોતાના સાસરિયામાં પણ વધારે સમય વિતાવતી નજરે આવે છે. સોનમ પણ પોતાના સાસુ-સસરાની ખૂબ જ નજીક છે. તે ઘણીવાર પોતાના પરિવારના લોકોની સાથે વેકેશન માણવા જાય છે. સોનમે લગ્ન પછી મીડિયામાં કહ્યું હતું કે તે એક પાપાનું ઘર છોડીને બીજા પાપાના ઘરે આવી છે.

નેહા ધૂપિયા

બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાએ અભિનેતા અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતાં. જોકે નેહાના લગ્ન ખૂબ જ વિવાદિત રહ્યા હતા કારણ કે તે લગ્ન પહેલાં જ પ્રેગનેન્ટ થઇ ગઇ હતી. આ વાતને લઈને તેમના ઘરમાં હંગામો પણ થયો હતો. જોકે અંગદ અને નેહાએ પોતાના પેરેન્ટ્સને સરળતાથી આ વાત સમજાવી અને પરિવારને મનાવી લીધા હતા. અંગદના પરિવારના લોકોએ ખુશી ખુશી નેહાને પોતાની વહુના રૂપમાં સ્વીકારી લીધી હતી. નેહા હવે પોતાના સાસરિયામાં પણ સારો સમય વિતાવે છે. તે પોતાના સસરાને એક પિતાની જેમ જ સન્માન આપે છે. તેમનું કહેવું છે કે બિશનસિંગ બેદી તેમના બીજા પિતા છે.

સમાંથા રુથ

દક્ષિણ ભારતીય ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી સમાંઠા રુથ પણ પોતાના સસરા અને લોકપ્રિય એક્ટર નાગાર્જુનની ખૂબ જ નજીક છે. સમાંથા અને નાગાર્જુન સસરા-વહુની જેમ નહી પરંતુ પિતા અને દિકરીની જેમ સાથે રહે છે. આ બંનેની વચ્ચે મિત્ર જેવો સંબંધ જોવા મળે છે. જોકે સમાનથા ભલે પોતાના સસરા સાથે ગમે તેટલી પણ ફ્રેન્ક બની જાય પરંતુ તે હંમેશા તેમને સન્માન આપે છે.

સુજૈન ખાન

એક સમયે સુજૈન ખાન અને ઋત્વિકની જોડી બોલિવૂડની સૌથી શ્રેષ્ઠ જોડીઓમાંથી એક માનવામાં આવતી હતી. જો કે ૨૦૧૪ માં ઋતિક અને સુજૈન એકબીજાથી અલગ થઈ ગયા. બંનેનું ૧૭ વર્ષનું લગ્નજીવન જરૂર પૂરું થઈ ગયું પરંતુ સુજૈન એ ઋત્વિકના પરિવાર સાથે સંબંધ તોડ્યા નથી. સુજૈન આજે પણ રાકેશ રોશનને પોતાના પિતાનો દરજ્જો જ આપે છે અને આજે પણ તેનું એટલું જ સન્માન પણ કરે છે જેવું તે પહેલા કરતી હતી. ત્યાં સુધી કે ઋત્વિકથી અલગ થયા બાદ પણ બંનેના સંબંધમાં કડવાહટ હજી સુધી આવી નથી અને સુજૈન ઘણીવાર પોતાના સાસરીયા વાળાની સાથે સમય પસાર કરતી પણ જોવા મળે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *