જલાલ આગા : બોલીવુડનાં તે સ્વાભિમાની અભિનેતા, જેણે પિતાના કહેવા પર ઠુકરાવી દીધી હતી જિતેન્દ્રની ફિલ્મ

જલાલ આગા : બોલીવુડનાં તે સ્વાભિમાની અભિનેતા, જેણે પિતાના કહેવા પર ઠુકરાવી દીધી હતી જિતેન્દ્રની ફિલ્મ

આ કહાની તે અભિનેતાની છે જેમણે ખુબ જ ઓછી ઉંમરમાં ફિલ્મોમાં પગ રાખ્યો હતો અને ૫૦ વર્ષની ઉંમરમાં જ દુનિયા છોડી ગયા નામ છે. જલાલ આગા તેમણે ફિલ્મી ગલીમાં મિસ્ટર હસમુખ નું નામ આપવામાં આવ્યું હતું. જલાલ આગા ને હંમેશાં યાદ કરવામાં આવે છે, ફિલ્મ શોલેનાં મહેબુબા ઓ મહેબૂબા ગીત માટે. પરંતુ તેમણે અનેક અન્ય ફિલ્મોમાં પણ સારા પાત્ર કર્યા હતા. તેમનો જન્મ ૧૧ જુલાઈ, ૧૯૪૫માં મુંબઈમાં થયો હતો. તેમના પિતા આગા પોતે એક મશહુર કલાકાર હતા.

તે સમય દરમિયાન તે ખુબ જ મોટા કોમેડિયન હતા અને ફિલ્મોમાં તેમનું મોટું નામ હતું. માતા-પિતાનાં એકના એક જ પુત્ર જલાલ ની ત્રણ બહેનો હતી. અનુભવી અભિનેતા ટીનુ આનંદ તેમના જીજાજી હતા. આગા સાહેબ ફિલ્મો સાથે જોડાયેલા હતા, તો તેમને અનેક લોકોને સલાહ આપતા કે તમારા પુત્રને અભિનયની ટ્રેનિંગ આપો, પરંતુ તે તેના સખત વિરોધમાં હતા. તે કહેતા હતા કે પહેલા તે અભ્યાસ કરશે ત્યારબાદ જે મનમાં હશે તે કરશે.

મુગલે-એ-આઝમનાં સેટથી પિતાને કરાવ્યા બહાર

જલાલ જ્યારે ખુબ જ નાના હતા ત્યારે તેમના પિતાના મિત્ર અભિનેતા દિલીપ કુમાર તેમના ઘરે આવ્યા અને તેમના પિતા આગા ને કહ્યું કે આસિફ સાહેબ ફિલ્મ મુગલે-એ-આઝમ બનાવી રહ્યા છે, તેમાં હું તેમાં સહજાદે સલીમ નું પાત્ર કરી રહ્યો છું. પરંતુ મારા બાળપણના પાત્ર માટે તમારા પુત્ર ની જરૂર છે. આગા એ તરત જ ના કહ્યું હતું. પરંતુ દિલીપ કુમાર પણ ક્યાં માંનવાના હતા. તે કહ્યા વગર તેમના પુત્ર જલાલ ને ફિલ્મના સેટ ઉપર લઈ ગયા. ત્રણ દિવસ સુધી ફિલ્મનું શૂટિંગ ચાલ્યું. જલાલના પિતા પણ સેટ ઉપર હાજર હતા, જે કારણથી જલાલ ઉદાસ રહેતા હતા. ત્યારે જલાલે નિર્દેશક ને કહ્યું કે મારા પિતાને સેટ થી બહાર કરો, ત્યારે હું શૂટિંગ કરી શકીશ. આ વાત ઉપર જલાલનાં પિતાને ખુબ જ ગુસ્સો આવી ગયો હતો.

FTII પુનાથી શીખી અભિનયની જીણવટ

આગા પુત્રના અભ્યાસને લઈને ખુબ જ ગંભીર અને સખત હતા. તેમની ઇચ્છા હતી કે જલાલ હંમેશા અભ્યાસમાં સારું પરિણામ પ્રાપ્ત કરે, તેથી તેમણે જલાલ ને જેવિયર્સ સ્કુલ થી કાઢી અને બોર્ડીંગ સ્કૂલમાં તેમનું એડમિશન કરાવ્યું. તેમના પિતાનું માનવું હતું કે જલાલ મુંબઈમાં રહેશે, તો અભિનયની તરફ દોડશે. જલાલ સિંધિયા સ્કૂલ માં પોતાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એક્ટિંગનો કોર્સ એફટીઆઇઆઇ પુના થી કર્યો.

મજલી દીદી” થી મળી ઓળખાણ

તેમણે વર્ષ ૧૯૬૭માં ફિલ્મ “તકદીર” માં સુરેશ નું પાત્ર કર્યું. આ ફિલ્મમાં તે ફરીદા જલાલ ની અપોઝિટ હતા. ફરીદા જલાલ પણ આ ફિલ્મ થી ડેબ્યુ કરી રહી હતી. પિક્ચર થી એક બીજા કલાકારે ડેબ્યૂ કર્યું હતું. મશહુર કોમેડિયન દિનેશ હિંગુ આ ફિલ્મમાં વિલનનાં રોલમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ તે ફિલ્મ “મજલી દીદી” માં જોવા મળ્યા હતા. તેમાં તેમનું પાત્ર ખુબ જ નાનું હતું, પરંતુ તેમને નોટિસ કર્યું હતું કે ત્યારબાદ જલાલ ૧૯૬૮ માં રિલીઝ થયેલી ખ્વાજા અહેમદ અબ્બાસની ફિલ્મ ‘બંબઈ રાત કી બાહો મે’ જોવા મળ્યા. આ ફિલ્મ તેમની ઓળખાણ મળી તેમના પાત્રનું નામ જોસેફ હતું.

ખુદ્દાર હતા જલાલ આગા

જલાલ ને પણ ક્યારેય એ પસંદ ન હતું કે તેમના પિતાનાં નામ પર તેમને  ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ મળે. જીતેન્દ્ર ની સુપરહિટ ફિલ્મ ફર્ઝ પહેલાં જલાલ ને ઓફર કરવામાં આવી હતી. જલાલે ફિલ્મ સાઈન કરી, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે આ ફિલ્મ તેમના પિતા આગા સાહેબનાં કહેવા પર મળી છે ત્યારે તેમણે તેમાં અભિનય કરવાનું ના કહી દીધું.

અંગત જીવનમાં રહ્યા પરેશાન

ફિલ્મમાં તે સફળ થઈ ગયા, પરંતુ અંગત જીવનમાં ખુબ જ પરેશાન રહ્યા. તેમણે મોડલ વેલેરી પરેરા સાથે લગ્ન કર્યા. તે લગ્નથી તેમને એક પુત્ર અને એક પુત્રી થઈ તેમની પુત્રીનું નામ છે. વનેસા અને તેમના પુત્ર નું નામ છે સલીમ ક્રિસ્ટોફર. વેલેરી સાથે તેમના લગ્ન ૮ વર્ષ ચાલી શક્યા. પત્ની સાથે તેમના સારા સંબંધો રહ્યા નહીં, જેના લીધે બંનેના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા પછી તેમની પત્ની બીજા લગ્ન કરી જર્મની ચાલી ગઈ. જલાલ પૈસા ભેગા કરતા હતા, જેથી જર્મની જઈ પોતાના બાળકોને મળી શકે.

હાર્ટ એટેકથી દુનિયાને કહ્યું અલવિદા

૫ માર્ચ, ૧૯૯૫ એ ખબર આવી કે મશહૂર અભિનેતા જલાલ આગા નું નિધન થઈ ગયું છે. તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું. એક હસતો હસાવતો ચહેરો હંમેશા માટે ઉદાસીના છાયામાં સંતાઈ ગયો. જલાલનાં મૃત્યુ થી ૩ વર્ષ પહેલાં તેમના પિતાનું પણ નિધન હાર્ટ એટેકથી થયું હતું.

મુખ્ય ફિલ્મો

તેમણે પોતાના પૂરા કારકિર્દીમાં લગભગ ૬૦ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની મુખ્ય ફિલ્મો હતી આયા સાવન ઝુમકે,  સાત હિન્દુસ્તાની, બોમ્બે ટોકિઝ, ઘર ઘર કી કહાની, કતપુતલી, દો ચોર,  યાદો કિ બારાત,  હનીમુન, ગરમ હવા, ઝુલી, હમ કિસિસે કમ નહીં, થોડી સી બેવફાઈ, કર્ઝ, ગાંધી,  નોકર બીબી કા, બાજી, ઇતિહાસ, દો કેદી, અને પહલા નશા.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *