બોલિવૂડ નાં આ અભિનેતાઓ પાસે છે ૧૭ હજાર કરોડથી પણ વધારે રૂપિયા, જાણો કોણ છે સૌથી અમીર

બોલીવુડમાં ઘણા એવા અભિનેતા છે જે અભિનય ની વાત હોય, ફેન ફોલોઈંગ હોય અથવા અમીરી ની વાત હોય કોઇ પણ વાતમાં હોલિવૂડ સ્ટાર થી કમ નથી. બોલિવૂડમાં ઘણા ટોપ ક્લાસ એક્ટર નું નામ દુનિયામાં સૌથી વધારે અમિર અભિનેતાઓ નાં લીસ્ટ માં આવે છે. આજે બોલિવૂડ નાં ૬ અમીર અભિનેતાઓ વિશે જણાવીશું. જે હજારો કરોડો રૂપિયાના માલિક છે. તો ચાલો જાણીએ તે અભિનેતાઓ વિશે.
શાહરુખ ખાન – નેટવર્થ ૫,૧૩૧ કરોડ રૂપિયા
બોલિવૂડ નાં સુપરસ્ટાર શાહરુખ ખાન ભારતની સાથેજ દુનિયાનાં સૌથી અમીર અભિનેતાઓ માં સ્થાન ધરાવે છે. શાહરુખ ખાન બોલિવૂડના સૌથી સફળ અને ચર્ચિત અભિનેતાની સાથે જ સૌથી અમીર અભિનેતા છે. શાહરૂખ ખાનની નેટ વર્થ ૫,૧૩૧ કરોડ રૂપિયા છે. શાહરુખ ખાન ૨૮ વર્ષથી બોલિવુડમાં કામ કરી રહ્યા છે. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ “પઠાણ” છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે શાહરુખ ખાને આ ફિલ્મ માટે ૧૦૦ કરોડ રૂપિયાથી ભારે રકમ વસૂલ કરી છે. શાહરુખ ખાન ની વિદેશમાં પણ સંપત્તિ છે.
અમિતાભ બચ્ચન- નેટવર્થ ૩,૩૨૨ કરોડ
હિન્દી સિનેમાનાં મહાનાયક અમિતાભ બચ્ચનને દુનિયામાં દરેક વ્યક્તિ ઓળખે છે. અમિતાભ બચ્ચન ૫૨ વર્ષથી બોલિવુડમાં કામ કરે છે. આ ૫૨ વર્ષમાં અમિતાભ બચ્ચને ખૂબ જ નામ મેળવ્યું છે. મહાનાયક નાં મુંબઈમાં પ બંગલા છે. તે મોટી બ્રાન્ડ ની એડ પણ કરે છે. તેમની કુલ નેટવર્થ ૩,૩૨૨ કરોડ રૂપિયા છે. તે બોલિવૂડના બીજા નંબર નાં અમીર અભિનેતા છે. આજે ૭૮ વર્ષની ઉંમરમાં પણ બિગ બી ખૂબ જ સક્રિય છે. જણાવી દઈએ તો અમિતાભ બચ્ચનને બોલીવૂડ નાં સૌથી મોટા નાયક નાં રૂપમાં જોવામાં આવે છે. તેમને સદીના મહાનાયક પણ કહેવામાં આવે છે.
ઋત્વિક રોશન નેટ વર્થ ૨,૬૮૦ કરોડ
સુપર સ્ટાર ઋતિક રોશન બોલિવૂડનાં ત્રીજા સૌથી અમીર અભિનેતા છે. ઋત્વિકે પોતાના ૨૦ વર્ષ ની ફિલ્મ કારકિર્દીમાં ખૂબ જ સફળતા અને કમાણી કરી છે. ઋત્વિક ની બોલીવૂડનાં સૌથી સફળ અભિનેતાઓની સાથે સૌથી હેન્ડસમ અભિનેતાઓ માં પણ ગણતરી કરવામાં આવે છે. ઋત્વિક રોશનની કુલ નેટ વર્થ ૨,૬૮૦ કરોડ રૂપિયા છે. વર્ષ ૨૦૨૦ માં ઋતવિકે ૧૦૦ કરોડની કિંમત નું એક આલિશાન અને ખૂબ જ સુંદર ઘર ખરીદ્યું છે.
અક્ષય કુમાર નેટ વર્થ ૨,૪૧૪ કરોડ
ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર હિન્દી સિનેમા નાં ચોથા સૌથી અમીર અભિનેતા છે. અક્ષય કુમાર સરળતાથી વર્ષમાં ૩ થી ૪ ફિલ્મો કરે છે. અને તે અરબો રૂપિયાની કમાણી કરે છે. છેલ્લા ૩૦ વર્ષથી બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની નેટ વર્થ ૨,૪૧૪ કરોડ રૂપિયા છે. અક્ષય ફિલ્મની સાથે એડવર્ટાઇઝ પણ કરે છે. અને તેમાંથી પણ કરોડોની કમાણી કરે છે. બોલીવૂડ નાં સૌથી મોંઘા અભિનેતા માંના એક છે. અક્ષય નાં મુંબઈની સાથે જ કેનેડા, ઈંગ્લેન્ડ જેવા દેશોમાં પણ મોંઘા અને આલિશાન ઘર આવેલા છે.
સલમાન ખાન નેટવર્થ ૨,૩૦૪ કરોડ
સલમાન ખાન બોલિવૂડનાં પાંચમા સૌથી અમીર અભિનેતા છે. તેમનું નેટ વર્થ ૨,૩૦૪ કરોડ છે. સલમાન ખાનની ફિલ્મો ની ચાહકો ખૂબ જ રાહ જુવે છે. વર્ષ ૧૯૮૯ થી પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરતાં સલમાનખાન દુનિયાભરમાં ફેમસ છે. જણાવી દઈએ તો તેમની આગામી ફિલ્મ “રાધે” છે. જે આ વર્ષે ઈદ પર આવશે.
અમીરખાન નેટવર્થ ૧,૭૮૦ કરોડ
મિસ્ટર પરફેક્શનિસ્ટ નાં નામથી ખાસ ઓળખવામાં આવતા અભિનેતા આમિર ખાન બોલીવુડ છઠ્ઠા અમીર અભિનેતા છે. ૩૦ વર્ષોથી અમીર ખાન બોલિવૂડમાં કામ કરે છે. તેમણે ફિલ્મ કારકિર્દીની શરૂઆત ૧૯૮૮ માં ફિલ્મ “કયામત સે કયામત તક” થી કરી હતી. તેમણે બોલિવૂડમાં એક મોટું નામ મેળવ્યું છે. અમીરખાન બોલિવૂડ નાં સૌથી મોંઘા અભિનેતાઓ માંથી એક છે. જણાવી દઈએ તો, તેમની નેટવર્થ ૧,૭૮૦ કરોડ રૂપિયા છે.