બોલીવુડનાં આ અભિનેતાએ કહ્યું કે – સલમાન ખાન મારી ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતો, મે તેને બોલીવુડમાં બ્રેક અપાવેલ છે

મોટાભાગના સ્ટાર કિડ્સ કોઈ ફિલ્મના સેટ ઉપર સહાયક દિગ્દર્શક તરીકે બોલિવૂડમાં પ્રવેશ કરે છે અને સલમાન ખાન આવા જ એક સ્ટાર કિડ્સ છે. જેકી શ્રોફ આ વાતનો ખુલાસો કર્યો હતો. જેકી શ્રોફે એન્ટરટેનમેન્ટ ટાઇમ્સની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે તે મોડેલ હતા. ત્યારબાદ ૧૯૮૮માં સલમાન ખાને “ફલક” નામની એક ફિલ્મમાં સહાયક દિગ્દર્શક રીતે કામ કર્યું અને તેનું કામ જેકી શ્રોફનાં કપડા અને બુટ મેનેજ કરવાનું હતું. જેકી શ્રોફનું કહેવું હતું કે સલમાન ખાને હંમેશા તેમને મોટાભાઈ માને છે અને તે પણ સલમાનને નાના ભાઈની જેમ પ્રેમ કરે છે. એજ કારણ છે કે જેકી શ્રોફ સલમાન ખાનને “ફલક” નાં શૂટિંગ દરમિયાન જે કોઈપણ પ્રોડ્યુસરને મળતા હતા, તેમણે સલમાન ખાન નો ફોટો બતાવતા હતા.

ત્યારબાદ કેસી બોકડિયાનાં સંબંધોમાં સલમાન ખાનને બોલિવૂડમાં બ્રેક આપ્યો હતો. જેકી શ્રોફે એમ પણ કહ્યું હતું કે સલમાનને મેને પ્યાર કિયા સાથે જ સ્ટારડમ મળ્યું, પરંતુ તેને બોલીવુડમાં બ્રેક જેકી શ્રોફે અપાવ્યો.

સલમાન ખાનનો સંઘર્ષ

ઘણા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને કહ્યું હતું કે તેઓ પહેલા ખૂબ જ મસ્ત મોજીલા હતા. પરંતુ એક વખત જોયું કે તેમના પિતા કેટલી સખત મહેનત કરી રહ્યા છે, આટલા બાળકોને સારી તાલીમ આપવા માટે તે દિવસ પછી સલમાને પાછું વળીને જોયું નથી અને બને તેટલી મહેનત કરી છે.

નહોતી મળી મદદ

સલમાન ખાનનું માનીએ તો તેમને ઈન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. આ તે સમય હતો, જ્યારે સલમાન ખાન પોતાના પગ જમીન માં રાખવાના પ્રયત્નો કરી રહ્યા હતા. પરંતુ કોઈ તેમની મદદ કરતું ન હતું તેમના પિતા સલીમ ખાન પણ.

શું હિટ શું ફ્લોપ

સલમાન ખાન કહે છે કે તે સમયે ફિલ્મ હિટ કે ફ્લોપ મને કોઈ ફરક પડતો ન હતો. કારણકે ફિલ્મ જરાય ઓફર થતી ન હતી. સ્ક્રિપ્ટ પસંદ કરવા માટે અને સાંભળવાનો કોઈ વિકલ્પ ન હતો. હવે તે સમય છે કે હું સ્ક્રિપ્ટ સુધી બદલાવી લઉં છું.

પહેલાથી સુપર સ્ટાર્સની ભીડ

તે સમયનાં સુપરસ્ટાર હતા જેકી શ્રોફ, સની દેઓલ, અનિલ કપૂર. અન્ય કોઈપણ તેમના પિતા પાસે સલાહ લેવા માટે આવતા હતા, તો તેઓ ક્યારેય પણ હીરો માટે સલમાન ખાનનું નામ લેતા ન હતા, પરંતુ આ સ્ટાર્સનાં નામ લેતા હતા.

૧૯૮૮માં પહેલી ફિલ્મ

સલમાન ખાનની પહેલી ફિલ્મ ૧૯૮૬માં આવી હતી અને ત્યારબાદ તેમને કોઈપણ કામ આપવા માટે તૈયાર ન હતું. તે ફિલ્મમાં સલમાન ખાનને કોઈએ વધારે નોટિસ પણ કર્યો નહીં.

સુર બડજાત્યાએ કરેલ સાઇન

સુરજ બડજાત્યાએ તેને મેને પ્યાર કિયા માટે સાઇન કરી અને આ ફિલ્મમાં સલમાન ખાનનું જીવન બદલાઈ ગયું. આ ફિલ્મ માટે સલમાન ખાનને પહેલા અરમાન કોહલી ફાઈનલ થયા હતા. મેને પ્યાર કિયા પછી પણ સલમાન ખાનના નામને કોઈ પણ પસંદ કરતું ન હતું. કારણ કે તેમનો દેખાવ પણ એવો ન હતો કે તે હીરો લાગી શકે.

ક્યારેક હિટ ક્યારેક ફ્લો

મેને પ્યાર કિયા અને અંદાજ અપના અપના વચ્ચે સલમાન ખાને ૧૨ ફિલ્મો કરી જેમાં અમુક હિટ તો અમુક ફ્લોપ અને અમુક જોઈને તો આજે પણ લાગે છે કે સલમાન ખાને આ ફિલ્મો કેમ કરી હતી.

મળી ગઈ સ્ટારડમ

ત્યારબાદ સલમાનખાન અસલી સ્ટાર બન્યા હતા હમ આપકે હે કોન ફિલ્મ પછી અને તેમણે બોલીવુડને બતાવ્યું કે તે ખાન છે… સલમાન ખાન! પરંતુ ત્યારબાદ શાહરૂખ ખાનની બીજા જ વર્ષે રિલીઝ થઈ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે.

સ્ક્રિપ્ટ છોડવાની કોઈ તક નથી

તે સમયે સલમાન ખાનને સ્ક્રિપ્ટ વાંચવાની અને પસંદ કરવાની તક ન હતી. તેમને જે કામ મળતું હતું તે કરતા હતા. તેથી જ તેમની કારકિર્દીની શરૂઆતના દિવસોમાં તેમના નામે ઘણી ફ્લોપ ફિલ્મો રહી છે.

ઘણી કરી મહેનત

તેમની દરેક પાત્ર માટે ખૂબ જ મહેનત કરી હતી. તેમના પિતાએ તેમને પાત્ર પસંદ કરવામાં મદદ કરી હતી, પરંતુ કોઈની પાસે તેમની ભલામણ કરી નથી.

ફ્લોપ ની હારમાળા

એક સમય એવો હતો જ્યારે સલમાન ખાનની બોક્સ ઓફિસ પર ફ્લોપ ફિલ્મોની લાઇન લગાવી હતી, પરંતુ તે પોતાની ભૂલોથી શીખ્યા અને આજે સલમાન ખાનને હિટ-ફ્લોપ થી કોઈ ફરક નહીં પડે.

અત્યારે છે એક સુપરસ્ટાર

હવે બસ ચાહકો માટે સુપરસ્ટાર સલમાન ખાન ભગવાન જેવા છે. તેમની ફિલ્મ રાધે હિટ થવી આ વાતની સાબિતી છે કે દેશમાં સલમાન ખાન થી મોટો સુપરસ્ટાર કોઈ નથી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *