બોલિવૂડમાં આ અભિનેત્રીઓએ સૌથી વધારે વાર કર્યા છે લગ્ન, છેલ્લા નંબરવાળી એતો તોડ્યા છે દરેક રેકોર્ડ

બોલિવૂડમાં આ અભિનેત્રીઓએ સૌથી વધારે વાર કર્યા છે લગ્ન, છેલ્લા નંબરવાળી એતો તોડ્યા છે દરેક રેકોર્ડ

આપણા સમાજમાં લગ્ન એક વખત થાય છે અને જેની સાથે થાય છે તેની સાથે જીવનભર માટે સંબંધ જોડાઈ જાય છે. ત્યાં જ વાત કરીએ ફિલ્મી જગતની તો તેમાં ઘણા સ્ટાર્સ  છે. જેમણે પોતાનું જીવન કોઈ એક સાથે વિતાવવાની કસમો ખાધી હોય. ત્યાં ઘણા સ્ટાર્સ એવા છે જેમણે લગ્નની વાતમાં દરેક રેકોર્ડ તોડ્યા છે. આજે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે પોતાના જીવનમાં એક નહીં પરંતુ ઘણા લગ્ન કર્યા છે. તો ચાલો જાણીએ કે, અભિનેત્રીઓ વિશે જેમણે એકથી વધારે લગ્ન કર્યા છે. સાંભળવામાં તમને ખૂબ જ આશ્ચર્ય થશે. પરંતુ અભિનેત્રીઓ નાં લિસ્ટમાં તમે જેનું નામ સાંભળશો તેના વિશે જાણીને આશ્ચર્ય ચકિત થઇ જશો.

બિંદિયા ગોસ્વામી

સૌથી પહેલા વાત કરીએ તો પહેલાના જમાનાની જાણીતી અભિનેત્રી બિંદિયા ગોસ્વામી ને દરેક જાણે છે અને લોકો તેમની સુંદરતા ઉપર ફિદા હતા. ત્યારે તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માં એક ફેમસ અભિનેત્રી રહી ચૂકી છે. જેમણે ૨ લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે, પહેલા લગ્ન વિનોદ મહેરા સાથે અને બીજા લગ્ન જ્યોતિ પ્રકાશ સાથે કર્યા છે. તેમના પહેલા લગ્ન સફળ થયા નહીં. જેના લીધે તેમને બીજા લગ્ન કરવા પડ્યા.

નીલમ કોઠારી

વાત કરીએ ૯૦ નાં દશકની અભિનેત્રી જેનું નામ નીલમ કોઠારી છે. જે જાણીતી અભિનેત્રી રહી ચૂકી છે. તેમણે પોતાના જીવનમાં બે લગ્ન કર્યા છે. પહેલા લગ્ન યુ.કે.માં રહેતા બિઝનેસમેન સાથે કર્યા હતા અને બીજી વખત અભિનેતા સમીર સોની સાથે લગ્ન કર્યા છે. અને પોતાના જીવનમાં પહેલા લગ્ન પછી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેમણે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું.

યોગીતા બાલી

બોલિવૂડમાં ખૂબ જ નામ મેળવેલ અભિનેત્રી યોગિતા બાલી જે ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી રહી ચૂકી છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, તેમણે પણ બે લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન તેમણે જાણીતા ગાયક કિશોર કુમારની સાથે કર્યા હતા. જ્યારે બીજા લગ્ન અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે કર્યા છે.

નીલિમા અઝીમ

નીલિમા અઝીમ ફિલ્મ જગતની ફેમસ અભિનેત્રી રહી ચૂકી છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, તેમણે બે નહીં પણ ૩ લગ્ન કર્યા છે. જાણકારી પ્રમાણે પહેલાં લગ્ન પંકજ કપૂરની સાથે બીજા લગ્ન રાજેશ ખટ્ટર ની સાથે અને ત્રીજા લગ્ન ઉસ્માન રજા અલી ખાનની સાથે કર્યા છે. નીલિમા નાં જીવનમાં ખૂબ જ સમસ્યાઓ આવી હતી.

જેબા બખ્તિયાર

જેબા ને આજે ઘણા ઓછા લોકો જાણે છે. સલમાન ખાનની સાથે તેણે કામ કરેલું છે. એટલું જ નહીં ફીલ્મ હીના માં તેમણે ઋષિ કપૂરની સાથે પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ તો તે એક પાકિસ્તાની અભિનેત્રી છે. તમને આ જાણીને આશ્ચર્ય થશે કે, તેમણે ચાર લગ્ન કર્યા છે. પહેલા લગ્ન અદનાન સામીની સાથે બીજા લગ્ન જાવેદ જાફરી સાથે ત્રીજા લગ્ન સલમાન વાલિયાની સાથે અને ચોથા લગ્ન સોહેલ ખાન લેગહારી સાથે કર્યા છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *