બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે વરિયાળી, આ રીતે કરવું તેનું સેવન

ભાગદોડ ભર્યા જીવનમાં આપણી પાસે સમય હોતો નથી કે આપણે હેલ્ધી બ્રેકફાસ્ટ નું સેવન કરીએ. જલ્દી જલ્દી માં પેટ ભરવા માટે આપણે કાંઈ પણ ખાઈ લેતા હોઈએ છીએ. જેનાથી આપણી ભૂખ શાંત થઈ જાય. પરંતુ પોષક તત્વો શરીરને કેટલા મળ્યા તેના વિશે વિચારતા નથી. જેના કારણે આવનાર સમયમાં ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. બ્લડશુગર, બ્લડ પ્રેશર અને વધતા વજનથી પરેશાન રહે છે.
એક સર્વે અનુસાર દરેક વ્યક્તિ ડાયાબિટીસનો શિકાર બની રહ્યો છે. ખરાબ લાઈફ સ્ટાઇલ, તણાવ, અનિયમિત ખાનપાન નાં કારણે સૌથી વધારે લોકો બ્લડ શુગર ની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં દર વર્ષે લગભગ ૧૦ લાખ લોકોનું મૃત્યુ ડાયાબિટીસ નાં કારણે થાય છે. સ્વામી રામદેવ અનુસાર જો ડાયાબિટીસ ને સમય પર કંટ્રોલ કરવામાં ન આવે તો કીડની ફેફસાં સાથે આંખો પર પણ ખરાબ અસર પડી શકે છે. ત્યાં સુધી કે ઘણા લોકો પોતાની આંખોની રોશની પણ ગુમાવી ચૂક્યા છે.
ફેફસાં ને મજબૂત રાખવા માટે ડાયટમાં સામેલ કરો વરિયાળી
વધતા બ્લડ સુગર ને કારણે તમે ઘણી બીમારીનો શિકાર બની શકો છો. તેથી જરૂરી છે કે, સમય રહેતા તેના પર કંટ્રોલ કરી લેવો. કંટ્રોલ કરવા માટે પ્રાણાયામ ની સાથે વરિયાળીનું સેવન કરી શકો છો. તેનાથી તમારું બ્લડ શુગર કન્ટ્રોલમાં રહેશે.
બ્લડ સુગર કઈ રીતે કંટ્રોલ કરે છે વરિયાળી
ઓપન જનરલ ઓફ ન્યુટ્રીશન એન્ડ ફુડ સાયન્સ નાં રીસર્ચ મુજબ વરીયાળી નાં બીજ માં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જેને ફાઈટોકેમિકલ્સ કહેવામાં આવે છે. ફાઈટોકેમિકલ્સ શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા વધારવાની સાથે બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં વધારે માત્રામાં ફાઇબર, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ પોટેશિયમ, આયર્ન જેવા પોષક તત્વો પણ હોય છે. જે તમારી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક રહે છે.
બ્લડ સુગર નાં દર્દીઓએ આ રીતે કરવું વરિયાળીનું સેવન
રોજ જમ્યા બાદ થોડી વરિયાળીનું સેવન કરવું. આ ઉપરાંત તમે વરિયાળી ની ચા બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. તેનાથી પણ તમારુ બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેશે.
ડાયાબિટીસ નાં દર્દીઓએ ધ્યાનમાં રાખી આ વાતો
- રોજ સવારે અડધો કલાક જરૂરથી યોગ વ્યાયામ કરવા.
- રોજ સવારે અને સાંજે ચાલવા જવું.
- તણાવ મુક્ત થઈ આનંદમાં રહેવું.
- શરાબ અને ધૂમ્રપાનથી દૂર રહેવું.