બીજેપી ની રેલી કરવા જઈ રહી હતી આ હિરોઈન, પ્લેન ક્રેશમાં થઈ ગયું હતું તેમનું અને બાળક નું નિધન

બીજેપી ની રેલી કરવા જઈ રહી હતી આ હિરોઈન, પ્લેન ક્રેશમાં થઈ ગયું હતું તેમનું અને બાળક નું નિધન

સોની મેક્સ અને અમિતાભ બચ્ચન નું નામ એકસાથે સાંભળી આપણને ફિલ્મ સૂર્યવંશમ નું નામ યાદ આવે છે. ને સૂર્યવંશમ સોની મેક્સ પર એટલી વખત પ્રસારિત કરવામાં આવ્યું છે કે, લોકો ને તેના કૅરૅક્ટર અને ડાયલોગ યાદ રહી ગયા છે. સૂર્યવંશમ નું નામ જ્યારે પણ સામે આવે છે તો અમિતાભ બચ્ચનની સાથે અભિનેત્રી સૌંદયા નો ચહેરો પણ સામે આવે છે. સૌંદર્યા સાઉથની સૌથી સફળ અભિનેત્રીઓમાં થી એક છે.

સૌંદર્યા એ પોતાના કરિયરમાં ૧૧૪ ફિલ્મોમાં પોતાનો અભિનય કર્યો છે. સૌંદર્યા એ ઈન્ડસ્ટ્ર નાં બધા સુપર સ્ટારની સાથે કામ કર્યું છે. એટલું જ નહીં તે પોતાના સમયની સૌથી વધારે ફીસ લેતી અભિનેત્રી પણ રહી ચૂકી છે. ખૂબ જ ઓછા સમયમાં સૌંદર્યા એ આસમાનની ઉંચાઈઓ પર પહોંચી હતી જ્યાં દરેક પહોંચી શકતું નથી. પરંતુ આ અભિનેત્રી ક્યારેય અભિનેત્રી બનવા માંગતી ન હતી. સૌંદર્યા તો ડોક્ટર નો અભ્યાસ પૂરો કરી ડોક્ટર બનવા માંગતી હતી.

સૌંદર્ય ના પિતા કે એસ સત્યનારાયણ કન્નડ ફિલ્મોમાં જાણીતા એક્શન રાઈટર અને પ્રોડ્યુસર હતા. તેમના ઘરમાં વાતાવરણ ફિલ્મી રહેતું હતું. સૌંદર્યા અભ્યાસ કરવામાં વ્યસ્ત રહેતી હતી તે દરમિયાન તેમના પિતાના એક મિત્રે તેમને એક ફિલ્મ માટે ઓફર કરી. સૌંદર્ય એ માત્ર એક ટ્રાય માટે તે ફિલ્મમાં કામ કરવા માટે હા કહ્યું. ત્યાંથી સૌંદર્યનો ફિલ્મી કરિયર ડેબ્યુ થયું હતું. આ ફિલ્મની સફળતાની અસરએ થઈ કે સૌંદર્યા પોતાની ડોક્ટર લાઇન ને ભૂલી ને અભિનયને બધું માની લીધું.

સૌંદર્ય એકમાત્ર એવી હિરોઈન હતી જેમણે તમિલ, તેલુગુ કન્નડ, મલયાલમ અને હિન્દી સિનેમાના મોટા મોટા સુપરસ્ટાર સાથે કામ કર્યું છે. તેમને બોલિવૂડ નાં શહેનશાહ અમિતાભ બચ્ચનની સાથે જ સાઉથ નાં થલાઈવા રજનીકાંતની સાથે પણ કામ કર્યું છે. તેલુગુ સુપર સ્ટાર નાગાર્જુન ની સાથે પણ હેલ્લો બ્રધર વેંટેશનની સાથે તેમણે પવિત્ર બંધન તેમજ મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ ની સાથે કલિચુંદન મમ્પાજમ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. સૂર્યવંશમ ને છોડી ને તેમની દરેક ફિલ્મ સુપરહિટ સાબિત થઈ છે.

સૌંદર્ય વર્ષ ૨૦૦૪ માં ભારતીય જનતા પાર્ટી સદસ્યતા સ્વીકારી હતી. ૧૭ એપ્રિલ ૨૦૦૪ સૌંદર્ય આંધ્ર પ્રદેશની કરી મનગર લોકસભા સીટ ઉપર પ્રચાર કરવા માટે જતી હતી. તે બેંગલુરુ માં હતા. તે ચોપર થી કરીમનગર જવાના હતા. ચોપર માં પાયલટ અને સૌંદર્યની સાથે ત્રણ લોકો પણ હતા ૧૦૦ ફૂટની ઊંચાઈ ઉપર જતાં જ ચોપર ક્રેશ થઈ ગયું અને તે સમયે તે પ્રેગ્નેટ હતી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *