મોટી હકીકતનો પર્દાફાશ, ગાંધીનગરમાં MLA ક્વાર્ટર સહિત 58 એકમો પાસે જ ફાયર NOC જ નથી, બીજાને શું કહેવું?

મોટી હકીકતનો પર્દાફાશ, ગાંધીનગરમાં MLA ક્વાર્ટર સહિત 58 એકમો પાસે જ ફાયર NOC જ નથી, બીજાને શું કહેવું?

અમદાવાદમાં કોવિડ 19 હોસ્પિટલમાં બનેલા અગ્નિકાંડના પડઘા હજુ પણ શમ્યાં નથી. સરકારના આદેશથી તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ફાયરની એનઓસી મામલે તપાસના આદેશ આપ્યા બાદ આજે એક મોટો ઘટસ્ફોટ થવા જઈ રહ્યો છે.

Advertisement

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 58 એકમો પાસે ફાયરની એનઓસી ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગાંધીનગરમાં જે 58 એકમો પાસે એનઓસી નથી તેમાં જાણીતી રાધે સ્વીટ માર્ટ, ડોમિનોઝનો પણ સમાવેશ થાય છે. સરકારના આદેશ બાદ ગાંધીનગર કોર્પોરેશને 68 એકમોમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 58 એકમો પાસે ફાયરની એનઓસી ન હોવાનું સામે આવ્યું છે.

ગાંધીનગરમાં કોર્પોરેશન સૂચના અપાયા બાદ છેલ્લા 2 દિવસમાં 68 એકમોમાં ફાયર સેફટીનું ચેકિંગ હાથ ધરાવાયું હતું. ગાંધીનગર હોટલ હવેલીમાં પણ ફાયર સેફટી એનઓસી લેવામાં આવી જ ન હોવાનું ખૂલ્યું છે. આ સિવાય પથિકાશ્રમ પાછળ ચાલતા ધાબા ગેરકાયદેસર હોવાથી ફાયર સેફ્ટી એનઓસી જ મળેલી નથી. કોર્પોરેશને કરેલી ઓચિંતી તપાસમાં MLA ક્વાર્ટર્સ, હોટલ હવેલી સહિતના 58 એકમો ફાયર સેફ્ટી વગરના છે.

આ ઉપરાંત ગાંધીનગરમાં રાધે સ્વીટમાર્ટ તથા ડોમિનોઝ સહિતની 6 ખાણીપીણીની દુકાન-હોટેલોમાં પણ એનઓસી ન હતું. બીજી તરફ સે-6 ખાતે ઈસ્કોન ગાંઠીયા, કાઠીયાવાડી હોટેલ, તેમજ ઈન્ફોસિટીમાં 16 એકમોની તપાસ કરાઈ જેમાં એકેય પાસે ફાયર એનઓસી મળ્યું ન હતું.

સે-16 ખાતે આવેલી 9 હોટેલ ચેકિંગ કરતાં 3 પાસે એનઓસી મળ્યું હતું જ્યારે હોટેલ ગ્રીનએપલ, મેરીગોલ્ડ, પૂર્ણીમા, દાદીસા, આદર્શ, ઓનેસ્ટ હોટેલ ફાયર એનઓસી વગર ધમધમતી હોવાનું સામે આવ્યું હતું.

બીજી તરફ સે-21 ખાતે 5માં ચેકિંગ કરતાં સત્તાધારા રેસ્ટોરન્ટ, પૂજા પાર્લર, રાધે સ્વિટમાર્ટમાં જ્યારે સે-28 ખાતે 2 રેસ્ટોરન્ટમાં, સચિવાલય મીના બજારમાં સર્વોદય ભોજનાલય પાસે એનઓસી ન હતું.

ગાંધીનગર સે-21માં ધારાસભ્યોના ક્વાટર્સ ખાતે આવેલા સદસ્ય ભોજનાલય તથા સૌરાષ્ટ્ર ફરસાણ અને હોટેલ હેવેનમાં એનઓસી લેવાયું નથી. કોલવડા ખાતે આવેલી આયુર્વેદિક હોસ્પિટલ બાદ સે-22 ખાતે આવેલી આયુર્વેદિક હોસ્પિટલ પણ ફાયર એનઓસી ન હતું.

બીજી તરફ સે-19 અને 21માં આવેલા સરકારી જીમખાન સહિત 11,27, 24, સરગાસણમાં કુલ 9 જીમમાંથી એકેય પાસે એનઓસી મળ્યું ન હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં શનિવાર અને રવિવારના 2 દિવસમાં હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા, જીમ અને બિલ્ડિંગ સહિતના 68 એકમોમાં ચેકિંગ હાથ ધરાયું હતું.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.