બિગ બોસ-૧૪ માં જોવા મળી શકે છે તારક મહેતાની દયાબેન, જાણો બીજું કોણ કોણ લઈ શકે છે એન્ટ્રી

બિગ બોસ-૧૪ માં જોવા મળી શકે છે તારક મહેતાની દયાબેન, જાણો બીજું કોણ કોણ લઈ શકે છે એન્ટ્રી

ટીવીનો સૌથી વિવાદિત રિયાલિટી શો બિગ બોસ ખૂબ જ જલ્દી પોતાની નવી સીઝન લઈને આવી રહ્યો છે. પહેલા આ શો સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થનાર હતો પરંતુ હાલમાં જ મુંબઈમાં થયેલ ભારે વરસાદને જોતાં હવે આ શો ઓક્ટોબર મહિનામાં બ્રોડકાસ્ટ થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદના કારણે સલમાન ખાન શૂટિંગ પર આવી શકતા નથી.

જોકે આ વખતે બિગ બોસ સિઝન-૧૪ ને લઈને લોકોમાં ઉત્સાહ થોડો ઓછો જોવા મળી રહ્યો છે. બોલિવૂડમાં નેપોટિઝમને લઈને ચાલી રહેલા વિવાદને કારણે લોકો સલમાન ખાનનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે. તેવામાં મેકર્સ આ શો ને વધારે રસપ્રદ બનાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. આ જ કારણ છે કે બિગ બોસ-૧૪ માટે ટીવીના પોપ્યુલર કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના દયાબેન એટલે કે દિશા વાકાણીનો સંપર્ક કરવામાં આવેલ હોવાના સમાચાર મળી રહ્યા છે.

બિગ બોસ-૧૪ માં જોવા મળી શકે છે તારક મહેતાની દયાબેન

અમુક સૂત્રોનું માનીએ તો તારક મહેતા સીરીયલની દયાબેન બિગ બોસ-૧૪ નો ભાગ બની શકે છે. જોકે આ સંબંધમાં હજુ સુધી એક્ટ્રેસની તરફથી કોઈપણ પ્રકારનું સ્ટેટમેન્ટ આવ્યું નથી. તેવામાં હજુ સુધી આ સમાચાર કન્ફર્મ કહી શકાય નહી. જો કે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હજુ સુધી બિગ બોસ – ૧૪ ને લઈને જૈસ્મીન ભસીન, નેહા શર્મા, વિવિયન ડીસેના, હર્ષ બેનીવાલ અને નિયા શર્મા જેવા નામ સામે આવી ચૂક્યા છે. જોકે તેમાંથી કોઈએ પણ આ વિશે મીડિયા સાથે કોઈપણ વાત કરી નથી. નોંધપાત્ર છે કે મેકર્સ દરેક સિઝનમાં અંત સુધી તે સસ્પેન્સ બનાવીને રાખે છે કે તેમના ઘરમાં કોણ કોણ એન્ટ્રી લેશે.

આ વખતે બિગ બોસમાં ઘણું જ બદલાશે

સૂત્રોનું માનીએ તો આ વખતે શો માં ભાગ લેનાર સ્પર્ધકોને પહેલાની જેમ સપ્તાહ મુજબના હિસાબે પૈસા મળશે નહી. ફક્ત એટલું જ નહીં આ વખતે એલિમિનેશન પ્રક્રિયા પણ અલગ હશે. કોરોનાને ધ્યાનમાં રાખતા આ વખતે સ્પર્ધકોનું ટેમ્પરેચર લેવલ અને હાઈજીનના આધાર પર પણ તેમને એલિમિનેટ કરવામાં આવશે. જો કોઈ સ્પર્ધક આ શો માં બિમાર પડી જાય છે તો તેને આઉટ માનવામાં આવશે. તેથી મેકર્સ પણ આ શો માં મજબૂત ઇમ્યુનિટી વાળા સ્પર્ધકોને જ એન્ટ્રી આપી રહ્યા છે. તેના સિવાય એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે જો કોઈ કારણસર આ શો વચ્ચે જ બંધ થઈ જાય છે તો મેકર્સ સ્પર્ધકોને તે એપિસોડના પૈસા નહી ચૂકવે જે થયા નથી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *