ભૂલવાની ટેવ સુધારવા માટે શું કરવું જોઈએ, જાણો યાદ શક્તિ વધારવા માટેનાં ઉપાયો

ભૂલવાની ટેવ સુધારવા માટે શું કરવું જોઈએ, જાણો યાદ શક્તિ વધારવા માટેનાં ઉપાયો

આપણા મગજની ક્ષમતા અનંત હોય છે. આપણે આપણા મનમાં જોઈએ તેટલી માહિતી સંગ્રહિત કરી શકીએ છીએ. હવે સવાલ એ આવે છે કે તો કેટલાક લોકોની યાદશક્તિ નબળી કેમ હોય છે અને કેટલાક લોકોની યાદશક્તિ તીક્ષ્ણ કેમ હોય છે? હકીકતમાં વારંવાર ભૂલી જવાની સમસ્યા નાં ઘણા કારણો હોઈ શકે છે. જેમકે, પોષણમાં ઉણપ,વારસાગત બીમારી હોઈ શકે અને અભ્યાસ નો અભાવ વગેરે.

જો કે કોઈક નું નામ, પાસવર્ડ વગેરે જેવી નાની વસ્તુઓ ભૂલી જવાની ટેવ કોઈ મોટી વાત નથી. પરંતુ ઘણીવાર આપણને મહત્વપૂર્ણ બાબતો પણ યાદ રહેતી નથી આ સમસ્યા બાળકોમાં અને મોટા લોકોમાં બંનેમાં જોવા મળે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માં આ સમસ્યા વધુ જોવા મળે છે. મોટા ભાગે બાળકો પરીક્ષા પહેલા તેમના બધા પાઠ યાદ રાખે છે પરંતુ ટૂંકા સમયમાં તેને ભૂલી જાય છે. તે યાદશક્તિ નબળી પડવાની સ્થિતિ છે.યાદ શક્તિ વધારવા માટેનાં કેટલાક ઉપાયો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

એવું નથી કે આપણને વસ્તુઓ વધારે યાદ નથી રહેતી કે આપણે આપણા મનમાં વધારે વસ્તુઓનો સ્ટોર કરી શકતા નથી તો આપણે આપણી યાદશક્તિ વધારી શકીએ નહીં. આપણે આપણી યાદશક્તિ ચોક્કસ વધારી શકીએ. પરંતુ આ માટે આપણે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ને અનુસરવાની જરૂર છે.

મેમરી વધારવાની આ ૫ સૌથી અસરકારક રીતો છે.

આજે અમે તમને આ સમસ્યાનો હલ કરવા માટે કેટલીક ઉપયોગી ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે ભૂલવાની ટેવ સુધારીને માત્ર તમારી યાદશક્તિ માં સુધારો કરી શકતા નથી પરંતુ એકવાર તમે ધ્યાન માં રાખેલી વસ્તુઓને લાંબા સમય સુધી યાદ રાખી શકશો.

બીજાને શીખવો

જો તમને વસ્તુઓ યાદ રાખવામાં મુશ્કેલી આવે છે તો તમે આ પદ્ધતિ પણ અજમાવી શકો છો. કારણ કે આપણે જ્યારે અન્ય લોકોને શીખવશું ત્યારે આપણે જે કંઈ પણ વાંચ્યું છે અથવા શીખ્યા છીએ તે આપણું મન લાંબા સમય સુધી યાદ રાખવા માટે એલર્ટ રહે છે. કારણ કે જ્યારે આપણે અન્ય લોકોને કહેતા હોઈએ અથવા શીખવતા હોઈએ ત્યારે આપણું મન વધુ સભાન હોય છે. આવી સ્થિતિમાં તમે તમારા મિત્રોને તમારા યાદ કરેલા પાઠ ફરીથી શિક્ષણ આપીને તે વસ્તુ કાયમ માટે યાદ કરી શકો છો.આમાં એક ફાયદો એ પણ છે કે તમે તમારી ભૂલો પણ પકડી શકો છો જે પહેલી વખત ભણતી અથવા યાદ રાખતી વખતે તમે કરી હોય. આ રીતે તમે વસ્તુને વધારે અસરકારક રીતે યાદ કરી શકશો.

યોગ અને વ્યાયામ કરો

આપણા મગજની કાર્ય કરવાની ક્ષમતા અને મેમરી વધારવામાં યોગ અને કસરત નું ખૂબ મહત્વનું સ્થાન છે. યોગ દ્વારા આપણે આપણી એકાગ્રતામાં વધારો કરી શકીએ છીએ. આ માટે હસ્ત-પ્દાસન, સર્વાંગાસન, પશ્ચિમોતાનાસન અને ભ્રામરી જેવા યોગ ખૂબ જ લાભકારી સાબિત થાય છે.આવા યોગ અને પ્રાણાયામ નિયમિત કરવાથી આપણા મગજમાં પૂરતું રક્ત પરિભ્રમણ પણ થાય છે. જે મગજની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરે છે. આ રીતે નિયમિત યોગ અને વ્યાયામ થી આપણે આપણી યાદશક્તિ સુધારી શકીએ છીએ. અને આપણી સ્મૃતિશક્તિ પણ વધારી શકીએ છીએ. આ ઉપરાંત સ્વીમીંગ કરવાથી પણ મેમરીમાં વધારો થાય છે.

સંગીત સાંભળો

એ વાત તો સ્પષ્ટ છે કે જ્યારે આપણું મગજ તણાવ મુક્ત હોય છે ત્યારે તેની કાર્ય કરવાની અને વિચારવાની કે સમજવાની ક્ષમતા અનેક ગણી વધે છે. આવી સ્થિતિમાં સંગીત આપણા મગજનાં તણાવને ઓછો કરવામાં, મેમરી માં સુધારો કરવામાં અને બૌદ્ધિક ક્ષમતા વધારવા માટે ખૂબ જ અસરકારક અને ઉત્તમ સાધન છે. હકીકતમાં જો આપણે કહીએ કે સંગીતમાં કોઈ પ્રકારનો જાદુ છે તો તે ખોટું નથી કારણ કે સંગીતની તરંગો આપણા મગજ નાં ન્યુરોન્સ ને ઘણી હદ સુધી અસર કરે છે.જોવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે પણ તે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તેથી જ્યારે પણ તમને ભણવાનું મન થતું નથી અથવા તમે અહીંયા ને ત્યાં ભટકવાનું શરૂ કરો છો ત્યારે તમારા માટે થોડા સમય માટે સંગીત સાંભળવું યોગ્ય રહેશે. આ રીતે સંગીત આપણી યાદશક્તિ અને ભૌતિક ક્ષમતામાં વૃદ્ધિ કરે છે અને એકાગ્રતામાં ખલેલ થવાથી અટકાવે છે.

પૂરતી ઊંઘ કરો

આપણા મગજનાં ફંક્શનમાં ઊંઘની ખૂબ જ મહત્વની ભૂમિકા હોય છે. કારણ કે મગજ ત્યારે જ કામ કરે છે જ્યારે તેને પૂરતો આરામ મળે. તે માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી હોય છે. પૂરતી ઉંઘ ન લેવાની આપણી યાદશક્તિ પર ખૂબ જ ખરાબ અસર થાય છે. તેથી આ શક્તિને યોગ્ય રીતે જાળવવા માટે આપણે દરરોજ ઓછામાં ઓછી ૬ થી ૮ કલાકની ઉંઘ લેવી જરૂરી છે.

શું ખાવું જોઈએ

મનના સંતુલિત વિકાસ માટે પૂરતું પોષણ અને યોગ્ય આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તમારે સુકામેવા જેમ કે બદામ, કાજુ, પિસ્તા અને મગફળી વગેરેનું પૂરતા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. આ ઉપરાંત રાજમા પણ એક એવો પૌષ્ટિક આહાર છે કે જેમાં ઉચ્ચ ગુણવત્તાનાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફાઇબર અને ફોલિક એસિડ જેવા અન્ય ઘણા પોષક તત્વો હોય છે.

ખોરાકમાં આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાથી આપણા મગજની કામગીરી વધુ સારી બને છે. પૂરતા પ્રમાણમાં વિટામીન બી પણ આ ખોરાકમાં હોય છે જે મેમરી વધારવામાં ઉપયોગી છે. આ ઉપરાંત સાઈટ્રિક એસિડ થી ભરપૂર ફળો જેવા કે નારંગી, લીંબુ, આંબળા વગેરેનું સેવન કરવું જોઈએ. આ સિવાય નિયમિત પણે લીલા શાકભાજી ખાવાથી આપણું મન સ્વસ્થ રહે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *