ભુલથી પણ ચોમાસાની ઋતુમાં નાં કરો આ ભુલો, સ્વાસ્થ્ય પર થાય છે ભારે નુકસાન

ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને તેમાં દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. હકીકતમાં ચોમાસામાં આપણે કઈ કઈ ચીજોથી બચવું જોઇએ તેના જ્ઞાનનાં અભાવને કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. ખાસ કરીને આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો પરેશાન રહેતા હોય છે. તેવામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મુશ્કેલ બની જાય છે. પરંતુ જો બદલતા વાતાવરણમાં તમે બેદરકારી રાખો છો, તો તમારે બીમારીનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે આજે અમે તમને અહીંયા હેલ્થ ટિપ્સ આપી રહ્યા છીએ કે ભૂલથી પણ ચોમાસામાં આ ભૂલો કરવી જોઈએ નહીં, નહીંતર તમારે પસ્તાવું પડી શકે છે.
ચોમાસામાં ભૂલથી પણ આ ભૂલ કરવી નહીં
ભારતના અલગ-અલગ વિસ્તારોમાં ચોમાસું ચાલી રહ્યું છે. જે રીતે ચોમાસાની અસર દેખાઇ રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે ચોમાસુ પોતાની ચરમસીમા પર છે. તેવામાં તમારે જરા પણ બેદરકારી રાખવી જોઈએ નહીં અને આ વાતાવરણમાં ખાસ કરીને પોતાની ખાણી-પીણીનું ધ્યાન રાખવું જોઇએ, નહીંતર પરેશાની થઈ શકે .છે તો ચાલો જાણીએ કે આ વાતાવરણમાં આપણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ.
લીલા શાકભાજી નુકસાનદાયક
અવારનવાર લોકો કહે છે કે લીલા શાકભાજી થી વધારે પૌષ્ટિક કોઈ શાકભાજી હોતા નથી, પરંતુ ચોમાસામાં તેનાથી બચીને રહેવું જોઈએ. ચોમાસાનાં વાતાવરણમાં લીલા શાકભાજીથી થોડું દૂર રહેવું જોઇએ, તો તે વધારે સારું રહેશે. આ વાતાવરણમાં કીટાણું, ધૂળ, માટી અવારનવાર લીલા શાકભાજી પર જામી જાય છે, જે ધોવા છતાં પણ દૂર થતાં નથી. તમારે આ વાતાવરણમાં ખાસ કરીને કોબી, પાલક, મશરૂમ જેવા શાકભાજી ખાવા જોઈએ નહીં. કોઈપણ શાકભાજી અથવા ફળને ધોયા વગર તો બિલકુલ ખાવા ન જોઈએ.
સી ફૂડ થી અંતર જાળવો
સી ફૂડનાં શોખીન લોકોએ આ વાતાવરણમાં આ ફૂડથી દૂર રહેવું જોઈએ. આવું એટલા માટે કારણ કે આ વાતાવરણમાં માછલીઓના પ્રજનનનો સમય હોય છે અને જો તમે સી ફૂડનું સેવન કરો છો, તો તેને ઘરે લાવીને સારી રીતે ધોઈ લીધા બાદ તેને પકાવીને ખાવા જોઈએ.
સ્પાઈસી ફૂડ
બદલતા વાતાવરણની સાથે આપણી પાચન ક્રિયા કમજોર થઈ જાય છે, જેના કારણે ભોજન જલ્દી પચતું નથી, એટલા માટે વધારે તીખું અને તળેલું ના ખાવું જોઈએ. તેના વધારે પડતા સેવનથી તમારું પેટ ખરાબ થઈ શકે છે.
કાચા શાકભાજી ન ખાવા
ચોમાસાના વાતાવરણમાં કાચા શાકભાજી માં મોટાભાગે કીટાણું મળી આવે છે, જેના કારણે કોશિશ કરવી જોઈએ કે કાચા શાકભાજીનું સેવન ઓછું કરવામાં આવે.
સ્ટ્રીટ ફૂડ થી દૂર રહેવું
ચોમાસાના વાતાવરણમાં સ્ટ્રીટ ફૂડ થી તો બિલકુલ દૂર રહેવું જોઈએ. તેનાથી આપનું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ થઈ શકે છે અને ઘણાં પ્રકારની બીમારીઓ અને ઇન્ફેક્શન થવાનો પણ ખતરો રહે છે.