ભુલથી પણ આવી રીતે ભોજન કરવું નહીં, નહિતર રિસાઈ જશે માં અન્નપૂર્ણા અને થવા લાગશે અન્ન અને ધનની કમી

ભુલથી પણ આવી રીતે ભોજન કરવું નહીં, નહિતર રિસાઈ જશે માં અન્નપૂર્ણા અને થવા લાગશે અન્ન અને ધનની કમી

માં અન્નપૂર્ણાને અન્નની દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. શાસ્ત્રો અનુસાર માં અન્નપૂર્ણાની કૃપા જે ઘરમાં હોય છે, ત્યાં ક્યારેય પણ અન્ન અને ધનની કમી થતી નથી. એટલા માટે તે ખૂબ જ જરૂરી છે કે માં અન્નપૂર્ણાનાં આશીર્વાદ હંમેશા આપણી ઉપર જળવાઈ રહે. માં અન્નપૂર્ણાને પ્રસન્ન કરવા ખૂબ સરળ છે અને તેમની પૂજા કરવાથી તથા નીચે બતાવેલ ઉપાય કરીને તમે માં અન્નપૂર્ણાનાં આશીર્વાદ મેળવી શકો છો.

માં અન્નપૂર્ણાને આવી રીતે કરો પ્રસન્ન

 • માં અન્નપૂર્ણા અન્નમાં બિરાજમાન હોય છે, એટલા માટે તમારે અન્નની પૂજા કરવી જોઈએ. તમે જ્યારે પણ ભોજન કરો છો તે પહેલા હાથ જોડીને પૂજા કરો અને ત્યારબાદ જ ભોજન શરૂ કરો.
 • ગરીબોને ભોજન દાન કરવાથી માં અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે
 • રસોઇ ઘરની સફાઈ રાખવી.
 • રોજ પહેલી રોટલી ગાય માટે બનાવો અને ત્યારબાદ પોતાના માટે ભોજન તૈયાર કરો. ગાયને રોટલી ખવડાવવાથી માં અન્નપૂર્ણાનાં આશીર્વાદ મળે છે.
 • અન્ના ડબ્બામાં હંમેશા એક રૂપિયાનો સિક્કો રાખવો.

ઉપર બતાવેલ ઉપાય કરવાથી માં અન્નપૂર્ણાની કૃપા હંમેશાં જળવાઇ રહેશે અને ઘરમાં ક્યારેય પણ અનાજની કમી થશે નહીં. વળી માં અન્નપૂર્ણા તમારાથી નારાજ ના થાય તેના માટે નીચે બતાવવામાં આવેલી ભૂલો કરવાથી હંમેશા બચવું જોઈએ

ભૂલથી પણ આ ભૂલો કરવી નહીં

 • માં અન્નપુર્ણ તે ઘરમાં બિરાજમાન હોય છે, જ્યાં સફાઈ રાખવામાં આવતી હોય. એટલા માટે તમારે પોતાના ઘરની સફાઈનું ખાસ ધ્યાન રાખવું. સાથોસાથ રસોઈઘર ને ભૂલથી પણ ગંદુ રાખવું નહીં. રસોઈ ઘર ગંદુ હોવાથી માં ક્રોધિત થઈ જાય છે અને ઘરમાં અન્નની કમી થવા લાગે છે.
 • ક્યારેય પણ પથારી પર બેસીને ભોજન કરવું જોઇએ નહીં. આવું કરવાથી માં અન્નપૂર્ણા ની સાથે સાથે રાહુ પણ અપ્રસન્ન થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર પથારી પર ભોજન રાખવાથી અન્નનું અપમાન થાય છે. એટલા માટે ક્યારેય પણ પથારી પર ભોજન કરવું જોઇએ નહીં. ભોજનને હંમેશા જમીન પર બેસીને ખાવું ઉત્તમ માનવામાં આવે છે.

 • ઘણા લોકો ભોજનની થાળીમાં વધારે ભોજન લેતા હોય છે અને તેને ખતમ કરી શકતા નથી, જેના કારણે તે ભોજન બેકાર જાય છે અને તેનો ઉપયોગ કોઈ કરી શકતું નથી. એટલા માટે ફક્ત એટલું જ ભોજન પોતાની થાળીમાં લેવું જેટલું જરૂરિયાત હોય.
 • ક્યારેય પણ પોતાનું એંઠું ભોજન કોઈને ખવડાવવું નહીં. જ્યારે પણ તમે કોઈને ભોજન આપો તો એકદમ ચોખ્ખું ભોજન પીરસવું.
 • ભોજન કર્યા બાદ ઘણા લોકો થાળીની અંદર હાથ ધોતા હોય છે, જે બિલકુલ યોગ્ય માનવામાં આવતું નથી. થાળીની અંદર હાથ ધોવાથી ચંદ્ર અને શુક્ર ક્રોધિત થાય છે. એટલું જ નહીં તેનાથી માં અન્નપૂર્ણાનું પણ અપમાન થાય છે. એટલા માટે આ આદતને તમારે તુરંત બદલી દેવી જોઇએ.
 • ક્યારેય પણ બચેલ ભોજન ફેંકી દેવું જોઈએ નહીં. હકીકતમાં ઘણા લોકો વધારે ભોજન બનાવે છે પરંતુ તેને ફેંકી દેતા હોય છે, જે બિલકુલ યોગ્ય માનવામાં આવતું નથી. વધારે ભોજન બની ગયું હોય તો તેને કોઈ ગરીબ વ્યક્તિ અથવા કોઈ જાનવરને ખવડાવી દેવું જોઈએ.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *