ભોજપુરી ઇન્ડસ્ટ્રી ની આ અભિનેત્રીઓ ની ખૂબસૂરતી આપે છે બોલિવૂડની અભિનેત્રીઓ ને માત જુઓ તેની ગ્લેમરસ તસવીરો

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ પછી કોરોના વાયરસ ભોજપુરી ઈન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રી ની અભિનેત્રીઓ એક પછી એક કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહી છે. થોડાક દિવસો પહેલા મોનાલીસા ને કોરોના થયો હતો. ત્યારબાદ એક્ટ્રેસ આમ્રપાલી દુબે ને કોરોના થયો છે. તેની સાથે જ કોરોના નો પ્રકોપ ત્યાં પણ ચાલુ થઇ ગયો છે.
આમ્રપાલી દુબે
આમ્રપાલી દુબે ભોજપુરી ઇન્ડસ્ટ્રી નું સૌથી મોટું નામ મેળવતી અભિનેત્રી છે. તેમણે વર્ષ ૨૦૧૪ માં ફિલ્મ “નિરહુઆ હિન્દુસ્તાની” થી કારકિર્દીની શરૂઆત કરી હતી. આજના સમયમાં આમ્રપાલી દુબે સૌથી મોંઘી અભિનેત્રી બની ચૂકી છે. આમ્રપાલી દુબે યુ ટ્યુબ ક્વીન પણ કહેવામાં આવે છે. તેને યુ ટ્યુબ ક્વીન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, તેમનું દરેક ગીત યુ ટ્યુબ પર આવતા ની સાથેજ એક નવો રેકોર્ડ બનાવે છે. આમ્રપાલી સિવાય ભોજપુરી માં એવી ઘણી એક્ટ્રેસ છે જે સુંદરતાની બાબત માં બોલીવુડ એક્ટ્રેસ ને ટક્કર આપે છે.
કાજલ રાઘવાની
કાજલ રાઘવાની પટના યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન નો અભ્યાસ કર્યો છે. કાજલે વર્ષ ૨૦૧૩ માં ફિલ્મ “સબસે બડા મુજરીમ” થી ડેબ્યુ કર્યો હતો. તેમની સૌથી મોટી ફિલ્મ “દેવર ભઈલ દીવાના” હતી.આ ફિલ્મમાં તેમની અપોઝિટ પ્રદીપ પાંડે હતા. કાજલ ભોજપુરી સ્ટાર પવનસિંહની અને ખેસારી લાલ યાદવ ની સાથે સ્ક્રીન શેયર કરી ચૂકી છે.
નીધી ઝા
ભોજપુરી એક્ટ્રેસ નિધિ જા લુલીયા નાં નામથી ફેમસ છે. નિધિ ભોજપુરી ઈન્ડસ્ટ્રીઝમાં નેગેટીવ પાત્ર માં સૌથી ઉપર છે. તે દરેક ડાયરેક્ટરની પહેલી પસંદ છે. નિધિએ ફિલ્મ “ગેંગસ્ટાર દુલ્હનિયા” માં નેગેટિવ રોલ પ્લે કર્યો છે.
અંજના સિંહ
અંજના સિંહ એ પોતાની કારકિર્દીની શરૂઆત સુપરસ્ટાર રવિ કિશનની સાથે ફિલ્મ “એક ઔર ફોલાદ” થી કરી હતી. અંજના નીર હુઆ ની સાથે “વરદી વાલા ગુંડા”, પવન સિંહ સાથે “લાવારીસ”, ખેસારી લાલ સાથે “લહું કે દો રંગ” વગેરે ફિલ્મો કરી છે. અંજના સિંહ ને ભોજપુરી ફિલ્મોની હોટ કેક કહેવામાં આવે છે.
મોનાલીસા
મોનાલીસા એ ભોજપુરીમાં સારું નામ મેળવ્યું છે. ટીવી સીરીયલ શો બિગ બોસ ૧૦ થી તેને દુનિયાભરમાં ઓળખ મળી હતી. શો થી બહાર થાય એ પહેલાં તેણે બોયફ્રેન્ડ વિક્રમસિંહ રાજપૂત સાથે બિગબોસ નાં ઘરમાં જ લગ્ન કર્યા. મોનાલીસા અત્યાર સુધી ૫૦ થી વધારે ભોજપુરી ફિલ્મોમાં અભિનય કરી ચૂકયા છે.
રાની ચેટર્જી
ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની નામચીન એક્ટ્રેસ રાની ચેટરજી એ પણ સારું નામ મેળવ્યું છે. તેમણે ૧૦ ક્લાસ થી જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ “સસરા બડા પૈસા વાલા” હતી. આ ફિલ્મમાં રાની સાથે મનોજ તિવારી હતા. રાની એ થોડાક સમય પહેલાં જ વેબ સીરીઝ “મસ્તરામ” માં પણ કામ કર્યું છે.
અક્ષરા સિંહ
અક્ષરા સિંહ ની કારકિર્દીની શરૂઆત રવિ કિશનની સાથે ૨૦૧૦માં ભોજપુરી ફિલ્મ “સત્યમેવ જયતે” થી કરી હતી પરંતુ તેમને સાચી ઓળખાણ ખેસારી લાલ ની સાથે આવેલી ફિલ્મ “બલમા બિહાર વાલા” થી મળી હતી. અક્ષરા એ ઘણી ટીવી સિરિયલમાં કામ કર્યું છે. જેમકે સર્વિસ વાલી બહુ, કાલાટીકા, વગેરે છે. અક્ષરા સિંહ પટના માં રહે છે.
પ્રિયંકા પંડિત
પ્રિયંકા પંડિત સૌથી પહેલા ૨૦૧૩ માં “જીના તેરી ગલી” માં જોવા મળી હતી. પ્રિયંકા એ ફિલ્મ “દિલ ભઇલ દીવાના” માં એક ડાન્સ કર્યો હતો. જે ખૂબ જ પ્રખ્યાત થયો હતો.
મધુ શર્મા
મધુ શર્મા એ કારકિર્દીની શરૂઆત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી કરી હતી. તેમણે ૨૦૧૧ માં ફિલ્મ “એક દુજે કે લિયે” થી ભોજપુરી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. તે જયપુર ની રહેવાસી છે. તે ખૂબ જ ટેલેન્ટેડ પણ છે. મધુ તાઈકાંડો માં બ્લેક બેલ્ટ છે.