ભોજનમાં પહેલા રોટલી ખાવી જોઈએ કે ભાત? જાણો તમારા શરીર માટે શું બેસ્ટ છે

ભોજનમાં પહેલા રોટલી ખાવી જોઈએ કે ભાત? જાણો તમારા શરીર માટે શું બેસ્ટ છે

ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. અહીંયા ઘણા વર્ણ, જાતિ અને ધર્મના લોકો જોવા મળે છે. તેમાં દરેક સ્થાન અને સમાજની રહેણીકરણી અને ખાવા-પીવામાં ખૂબ જ અંતર જોવા મળે છે. ભારતમાં ખાસ કરીને લોકોને ખાવા-પીવાનો ખૂબ જ શોખ છે. અહીંયા તમને ઘણા પ્રકારનાં વ્યંજન જોવા મળશે. જોકે રોટલી અને ભાત, આ બે ચીજો એવી છે જે લગભગ દરેક શાકાહારી થાળીમાં જરૂરથી જોવા મળે છે. તેમાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભોજન શરૂ કરતાં સમયે તમારે સૌથી પહેલા રોટલી ખાવી જોઈએ કે ભાત? અને આ બંને ચીજો કેટલી માત્રામાં ખાવા જોઈએ? આજની આ પોસ્ટ અમે તમને આ સવાલોના જવાબ આપીશું.

ઉત્તર અને દક્ષિણ ભારતમાં આવું ચલણ છે

હકીકતમાં ઉત્તર ભારતના વિસ્તારોમાં શાકભાજીની સાથે પહેલા રોટલી અને પછી ભાત ખાવાનું ચલણ છે. જ્યારે દક્ષિણ ભારતના અમુક વિસ્તારોમાં પહેલા ભાત અને પછી રોટલી ખાવાનું લોકો પસંદ કરે છે. વળી મહારાષ્ટ્રના બ્રાહ્મણ સમુદાયમાં પહેલા એવી પરંપરા હતી અથવા તો હજુ પણ અમુક હદ સુધી છે, જ્યાં ભાત અને સાદી દાળમાં ઘી ઉમેરીને પીરસવામાં આવે છે. જ્યારે ભાત સમાપ્ત થઈ જાય છે તો રોટલી આપવામાં આવે છે. ત્યારબાદ ફરીથી થોડું દહીં અને ભાત આપવામાં આવે છે. તેવામાં સવાલ હજુ પણ મનમાં ઊભો રહેલો છે કે કે આ વિસ્તારના લોકોની રીત યોગ્ય છે.

રોટલી અને ભાત અને પૌષ્ટિક ગુણો

પહેલા રોટલી કે ભાત? આ સવાલનો જવાબ જાણવા માટે ચાલો સૌથી પહેલાં બંને ખાદ્ય પદાર્થોનાં પૌષ્ટિક ગુણો પર એક નજર કરીએ. જો તમે ૧/૩ કપ પકાવેલા ભાતનું સેવન કરો છો તો તેનાથી તમારા શરીરને ૮૦ કેલેરી, ૧ ગ્રામ પ્રોટિન, ૦.૧ ગ્રામ ફેટ અને ૧૮ ગ્રામ કાર્બોહાઈડ્રેટ પ્રાપ્ત થાય છે. વળી ૬ ઈંચના આકારની એક રોટલી ખાવા પર તમને ૭૧ ગ્રામ કેલરી, ૩ ગ્રામ પ્રોટિન, ૦.૪ ગ્રામ ફેટ અને ૧૫ ગ્રામ કાર્બોહાઈડ્રેટ મળે છે. તે સિવાય રોટલીમાં વિટામિન A, B1, B2, B3, કેલ્શિયમ અને આયરન પણ રહેલ હોય છે.

પહેલા શું ખાવું યોગ્ય?

હકીકતમાં આ વાતનો જવાબ તે વાત પર ઘણુ નિર્ભર કરે છે કે તમે ક્યાં વિસ્તારમાં રહો છો અને કયા પ્રકારનું કામ કરો છો. તેનું કારણ છે કે વ્યક્તિના શરીરની જરૂરિયાત તે વાત પર નિર્ભર કરે છે કે તેની આસપાસનું વાતાવરણ કેવું છે. ઉદાહરણ તરીકે ઉત્તર ભારતના મેદાની વિસ્તારો (જેમકે રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ)માં રહેવાવાળા લોકોએ પહેલાં રોટલી ખાવી જોઈએ. વળી દક્ષિણ ભારતમાં રહેતા લોકોએ પહેલાં ચોખાનું સેવન કરવું જોઈએ. વળી પહાડી વિસ્તારોમાં બંનેમાંથી કોઈપણ વસ્તુ પહેલા ખાઇ શકાય છે.

જોકે આ બધી સ્થિતિમાં તે વાત વધારે મહત્વ રાખે છે કે તમે રોટલી અને ભાત કેટલી માત્રામાં ખાઓ છો. જો તમે શારીરિક મહેનત વધારે કરો છો તો તમારે રોટલીની માત્રા વધારે અને ચોખાની માત્રા ઓછી રાખવી જોઈએ. વળી શારીરિક શ્રમ ન કરતાં લોકોએ રોટલી અને ચોખા બંને એક સરખી માત્રામાં ખાવા જોઈએ.

વધુ એક કામની વાત જણાવી દઈએ કે એક રોટલીમાં એકથી વધારે ફાઇબર હોય છે. ફાઇબર તમારા પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. એટલા માટે પહેલાં રોટલી અને પછી ભાત ખાવા એક સારી આદત માનવામાં આવે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *