ભગવાન જગન્નાથને દર વર્ષે ૧૪ દિવસ માટે કરવામાં આવે છે ક્વારેનટાઇન, વર્ષોથી ચાલી આવી રહી છે આ પ્રથા

ભગવાન જગન્નાથને દર વર્ષે ૧૪ દિવસ માટે કરવામાં આવે છે ક્વારેનટાઇન, વર્ષોથી ચાલી આવી રહી છે આ પ્રથા

કોરોનાવાયરસ મહામારી નાં સંક્રમણથી આખી દુનિયા લડી રહી છે. અમેરિકા, ફ્રાન્સ, ભારત, બ્રાઝિલ સહિત ઘણા દેશોની સ્થિતિ ચિંતાજનક થઈ રહી છે. દુનિયામાં કોરોનાવાયરસ  નાં સંક્રમિત દર્દીઓની સંખ્યા લગભગ ૧૫ કરોડ સુધી પહોંચી ગઈ છે. એવામાં દુનિયા ક્વારેનટાઇન એટલે કે થોડાક સમય માટે બધાથી અલગ રહેવાની રીત અપનાવી રહી છે. જેનાથી કોરોના વાયરસ નાં સંક્રમણ ને રોકી શકાય.

વર્ષોથી અપનાવવામાં આવે છે ક્વારેનટાઇન ની રીત

જણાવી દઈએ કે, ક્વારેનટાઇન શબ્દ ઇટલી નાં કવારટા જીઓંની થી બન્યો છે. તેનો અર્થ છે ૪૦ દિવસ નું. જો કે લગભગ ૬૦૦ વર્ષ પહેલાં દુનિયાભરમાં પ્લેગ મહામારી આવી હતી. જેનાથી બચવા માટે ઇટલી માં આ શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. ખાસ વાત એ છે કે, ભારતમાં વર્ષોથી ક્વારેનટાઇન પદ્ધતિ અપનાવવામાં આવે છે. જન્મ બાદ નવજાત શિશુ અને માં ને દસ દિવસ સુધી અલગ રાખવામાં આવે છે. કોઈનું મૃત્યુ થઈ જાય ત્યારે પણ દૂરી બનાવી લેવામાં આવે છે. વગેરે પ્રથાઓ ક્વારેનટાઇન નાં રૂપમાં હોય છે.

વૃક્ષો માટે પણ બની છે ક્વારેનટાઇન પોલીસી

આપણા દેશમાં વૃક્ષો માટે પણ ક્વારેનટાઇન પોલીસી બનાવામાં આવી છે. આ પોલીસી નો ઉદ્દેશય પર્યાપ્ત નીતિગત અને વૈધાનિક ઉપાયો દ્વારા મહત્વપૂર્ણ વૃક્ષોના પાદપ ઉત્પાદનને નુકસાન પહોંચાડતા જીવાણુ અને બીમારીઓ ને રોકવાનું કામ કરે છે. આ નીતિને પ્લાન્ટ પ્રોટેક્શન ક્વારેનટાઇન એન્ડ સ્ટોરેજ ડાયરેક્ટોરેટ ની દેખરેખમાં લાગુ કરવામાં આવે છે. તે વિભાગ કૃષિ મંત્રાલય નાં અંદર કામ કરે છે.

જડીબુટ્ટી થી ભગવાન જગન્નાથની સેવા

દર વર્ષે ઓરિસ્સા નાં પુરી માં ભગવાન જગન્નાથ ૧૪ દિવસ સુધી અલગ રહે છે. ધાર્મિક માન્યતા મુજબ જેઠ પૂર્ણિમા થી અમાસ સુધી ભગવાન જગન્નાથ બીમાર પડી જાય છે. આ દરમિયાન તેમને અલગ રાખીને ફક્ત જડીબુટ્ટીનું પાણી આપવામાં આવે છે.

બૌદ્ધ : ૮મી સદીથી છે આ માન્યતા

૮મી સદી માં બોધાયન અને ગૌતમ સૂત્રમાં નવજાત માતા અને મૃત વ્યક્તિના સંબંધીઓને સંક્રમણથી બચવા માટે ઓછામાં ઓછા દસ દિવસ સુધી અલગ રહેવાની વાત કરવામાં આવી છે.

ઈસ્લામિક વલ્ડ

ઉમ્ય્યદ ખલિફા અલ વાલીદ પ્રથમ ૭૦૬ ઇસવી માં દમિશ્ક માં કુષ્ટ રોગથી પીડિત લોકોને અન્ય લોકોથી અલગ રાખ્યા હતા. ૧૪૩૧માં મોટેભાગે દેશોમાં તેના પર અનિવાર્ય ક્વારેનટાઇન લાગુ કરવામાં આવ્યુ હતું.

બાઇબલ

સાતમી સદી કે લગભગ તેનાથી પહેલાં લખવામાં આવેલ લેવિટસ બાઈબલમાં પણ કોઈ બીમાર નાં સંક્રમણથી બચવા માટે અલગ રહેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની પ્રક્રિયા મોજેક  કાનુન ની અંદર જણાવવામાં આવી છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *