ભવિષ્ય પુરાણ અનુસાર ખુબ જ નસીબદાર માનવામાં આવે છે આવા લક્ષણો વાળા પુરુષો, પૈસા તેમની પાસે ખેંચાઇને આવે છે

કહેવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિને જોવા માત્રથી તેના સ્વભાવ અથવા ભવિષ્યના અંદાજો લગાવી શકાય છે. પરંતુ ભવિષ્ય પુરાણ તે વાતથી સહમતી દર્શાવતું નથી. હિન્દુ ધર્મમાં ઘણા ફેમસ પ્રાચીન ગ્રંથ છે, જેમાંથી ભવિષ્ય પુરાણ પણ એક છે. આ ગ્રંથમાં સ્વયં બ્રહ્માજીએ તે વાતનો ઉલ્લેખ કર્યો છે કે જો તમે કોઈ પણ પુરુષનો સ્વભાવ જાણવા માંગો છો, તો તેના બધા અંગો જેમ કે દાંત, વાળ, નખ અને દાઢી- મુંછને ધ્યાનથી જુઓ.
ભવિષ્ય પુરાણ અનુસાર પુરુષોના અંગોના આકાર અને રૂપ-રંગને જોઈને તેમની સાથે જોડાયેલ વાત જાણી શકીએ છીએ. તેમાંથી અમુક લક્ષણ તો ભાગ્યશાળી પુરુષોની નિશાની હોય છે. તેમના આધાર પર તમે આ વિશેષ પુરુષો વિશે ઘણુ બધુ જાણી શકો છો.
- જે પુરુષોના પગની તર્જની આંગળી એટલે કે અંગૂઠાની પાસેની આંગળી અંગૂઠા થી મોટી હોય છે, તે લોકો જીવનમાં સુખ પ્રાપ્ત કરે છે. તેમને એક સારી અને કેરિંગ જીવનસાથી મળે છે.
- જે પુરુષોના પગ કોમળ, ભરાવદાર તથા લાલ રંગના હોય છે, તેમને જીવનમાં બધી જ સુખ-સુવિધાઓ સરળતાથી મળે છે. આવા પુરૂષોનું જીવન ખૂબ જ આરામદાયક હોય છે. વળી આ બધી ખૂબીઓ તે પુરુષોમાં પણ હોય છે જેમના પગમાં પરસેવો થતો નથી.
- જે પુરુષોનાં પગની સૌથી નાની આંગળી અંગૂઠાથી મોટી હોય છે, તેમને પોતાના જીવનમાં પૈસાની કમી થતી નથી. આવા લોકો જીવનમાં ખૂબ જ પૈસા કમાય છે. ગરીબી તેમની આસપાસ પણ ભટકતી નથી.
- જો પણ પુરુષને જાંગ લાંબી, મોટી અને સ્નાયુયુક્ત હોય છે, તો તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવી મજબૂત જાંઘ વાળા પુરુષો જીવનમાં પૈસા અને સુખ બંને પ્રાપ્ત કરે છે.
- જે પુરૂષોનું પેટ સ્નાયુબદ્ધ, સીધું અને ગોળાકાર હોય છે, તેઓ જીવનમાં ખૂબ જ પૈસા પ્રાપ્ત કરે છે. આ લોકોના જીવનમાં સુખ-સુવિધાઓની કોઈ કમી હોતી નથી.
- જો કોઈ પુરુષની પીઠ કાચબાની પીઠનાં આકારની હોય છે, તો તેઓ ભાગ્યવાન અને ધનવાન હોય છે.
- મજબૂત અને લાંબા ખભા વાળા પુરુષો શુભ માનવામાં આવે છે. તેમની સાથે લગ્ન કરનારી મહિલા હંમેશાં સુખી રહે છે.
- ઉંડી અને ગોળ નાભિ વાળા પુરુષો પણ પોતાના જીવનમાં ખૂબ જ સુખી રહે છે.
- જે પુરુષોની ગરદન નાની અથવા સામાન્ય હોય છે, તેઓ જીવનમાં ઘણી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે છે. તેમને ધન અને સુખની ક્યારેય પણ જીવનમાં કમી થતી નથી.
- જે પુરુષોની હથેળીમાં તળ મતલબ કે નીચેનો પાર્ટ ઉભરેલો હોય છે, તેઓ દાનવીર હોય છે. ઉપરવાળાની કૃપાથી તેમના જીવનમાં હંમેશા સુખ જળવાઈ રહે છે.