ભારતનાં કેપ્ટન વિરાટ કોહલીનાં શરીર ઉપર બનેલા છે આટલા બધા ટેટુ, જાણો તે દરેક ટેટુનો મતલબ

ભારતનાં કેપ્ટન વિરાટ કોહલીનાં શરીર ઉપર બનેલા છે આટલા બધા ટેટુ, જાણો તે દરેક ટેટુનો મતલબ

ભારતમાં ક્રિકેટની પોતાની એક અલગ જ વાત છે. અહીં ક્રિકેટને લઇને લોકોમાં હજી દીવાનગી છે. ક્રિકેટની ભારતમાં ધર્મનું મહત્વ આપવામાં આવે છે. ક્રિકેટ અહીં કેટલી લોકપ્રિય છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે અહીં ઘરમાં મોટું થતું દરેક બાળક મોટો થઈને ક્રિકેટર બનવાનું સપનું જુએ છે. એટલું જ નહિ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ બોર્ડ પણ BCCI ભારતનું છે. દુનિયાની સૌથી મોટી અને મોંઘી ક્રિકેટ લીગ પણ ભારતમાં જ રમવામાં આવે છે.

આજે અહીં ભારત ક્રિકેટ ટીમમાં રહેલ કેપ્ટન વિરાટ કોહલી વિશે વાત કરીશું. વિરાટ કોહલી ભારતના કેપ્ટન હોવાની સાથે જ દુનિયાના સૌથી મશહુર ખેલાડી પણ છે. તેમની બેટિંગ તેમની ફિટનેસ અને તેમની ફોર્મનાં દરેક દિવાના છે. જ્યારે પણ વિરાટ કોહલી મેદાનમાં આવે છે, ત્યારે દરેક બાજુ તેમનું નામ સાંભળવા મળે છે. તેની સાથે જ તમે વિરાટ કોહલીનાં બોડી ઉપર અનેક ટેટુ જોયા હશે. શું તમને ખબર છે કે તેમના દરેક ટેટુનો એક મતલબ છે.

ભારતમાં સ્ટાર બલ્લેબાજ અને કેપ્ટન વિરાટ કોહલી પોતાની કારકિર્દી દરમિયાન તેમણે પોતાની બોડી પર અત્યાર સુધી ૧૧ ટેટુ બનાવ્યા છે. તેમણે આ દરેક ટેટુ એક ખાસ ઇરાદાથી બનાવ્યા છે. તો ચાલો જાણીએ વિરાટ કોહલીનાં દરેક ટેટુનો એક મતલબ. સૌથી પહેલા આવે છે માતાનાં નામનું ટેટુ. વિરાટ કોહલી પોતાના સૌથી પહેલા ટેટુ પોતાની માતા સરોજનાં નામથી ટેટુ કરાવ્યું છે. આ ટેટુ તેમના ડાબા હાથ ઉપર બનેલું છે.

ત્યારબાદ વાત કરીએ તેમના બીજા ટેટુની તો વિરાટ કોહલીનાં પિતા નું નામ પ્રેમ કોહલી હતું. તેમણે પોતાના જમણા હાથ ઉપર પાછળની બાજુ પર પિતાનું નામ લખાવ્યું છે. તેની સાથે જ તેમણે ભગવાનનું ટેટુ પણ બનાવ્યું છે. વિરાટ કોહલી ભગવાન શિવના ભક્ત છે. તેથી તેમણે જમણા હાથમાં ભગવાન શિવનું ટેટુ બનાવ્યું છે. તેમાં કૈલાસ પર્વત પર ભગવાન શિવનું ધ્યાન કરતા જોવા મળે છે. તે સિવાય ૨૦૦૮માં કોહલી વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. વિરાટ ભારતની તરફથી વન-ડે માં ડેબ્યુ કરનાર ૧૭૫માં ખેલાડી બન્યા હતા. વિરાટ ની વનડે કેપ નો નંબર ૧૭૫ છે.

ત્યારબાદ વિરાટ કોહલીએ ૨૬૯ નું ટેટુ પણ બનાવ્યું છે. કોહલીએ જૂન ૨૦૧૧માં કિંગ્સટન માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું અને તે ૨૬૯માં ખેલાડી બન્યા હતા. તેથી તેમણે તેનું ટેટુ પણ બનાવ્યું છે. આ ખેલાડીએ ડાબા હાથ ઉપર જાપાની સમુરાઈ યોદ્ધાનું ટેટુ પણ બનાવ્યું છે. આ જાપાની સમુરાઇ હાથમાં એક તલવાર લેતા જોવા મળે છે. તમને જણાવી દઈએ તો વિરાટ આ ટેટુ ને પોતાનું ગુડલક માને છે.

વિરાટે ૐ નું ટેટુ પણ પોતાના શરીર ઉપર બનાવ્યું છે. કોહલીનો જન્મ ૫ નવેમ્બર, ૧૯૮૮ નાં થયો હતો. તેમની રાશી સ્કૉર્પિયો છે, તેથી કોહલી પોતાની રાશિ જમણા હાથ ઉપર લખાવી છે. તેની સાથે જ ટ્રાયબલ ટેટુને હાથ પણ બનાવ્યું છે. તે તેમના જનજાતિ, ટીમ અને નિશ્ચિત રૂપથી તેમની લડાઈની ભાવનાઓને દર્શાવે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *