બે લગ્ન બાદ પણ ધર્મેન્દ્રનું આ અભિનેત્રી પર દિલ આવી ગયું હતું, હેમા માલિનીને જાણ થઈ તો….

બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણી એવી જોડી હોય છે જે વર્ષો સુધી એકબીજાનો સાથ નિભાવી રહી છે. આ જોડીને લઈને અનેક રીતે અફવાઓ પણ ઓછી હોય છે, તે છતાં પણ તેમનો સંબંધ મજબૂત રહ્યો છે. તેમાંથી એક છે ધર્મેન્દ્ર અને હેમામાલિની ની જોડી. ધર્મેન્દ્ર પરિણીત અને ચાર બાળકોનાં પિતા હતા, તેમ છતાં પણ તેમનું દિલ હેમામાલીની ઉપર આવ્યું હતું. પરંતુ ખબરો અનુસાર માનીએ તો પરિણિત હોવા છતાં પણ હેમા માલિની સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ તે મશહૂર અભિનેત્રી અનિતા રાજ નાં પ્રેમમાં પડી ગયા.
ધર્મેન્દ્રનું નામ બોલીવુડની અનેક અભિનેત્રીઓ સાથે જોડાયેલું છે. તેમના કિસ્સા હંમેશાં મીડિયામાં ચર્ચામાં રહ્યા છે. આવી જ ૮૦નાં દશકની એક અભિનેત્રી સાથે ધર્મેન્દ્રનું નામ જોડાયેલું હતું, પરંતુ ધર્મેન્દ્ર અને અનિતા રાજ નો પ્રેમ વધુ આગળ પહોચ્યો નહીં. પરંતુ આ કહાની ખૂબ જ ચર્ચામાં રહી હતી. ધર્મેન્દ્ર અને અનિતા રાજ એક સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે અને શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવી ગયા.
૮૦નાં દશક ની અનિતા રાજ ખૂબ જ પોપ્યુલર હતી અને તે પણ ધર્મેન્દ્રની પસંદ કરવા લાગી હતી. ધર્મેન્દ્ર પણ પોતાની ફિલ્મોમાં ડાયરેક્ટરો થી અનિતા રાજ ને કાસ્ટ કરવા માટે કહેતા હતા. અનીતા રાજ અને ધર્મેન્દ્રની ઉંમરમાં ખૂબ જ ફરક હતો. અનિતા ધર્મેન્દ્ર થી ૨૭ વર્ષ નાની હતી. શૂટિંગ દરમિયાન બંનેનાં અફેરનાં સમાચાર સામે આવ્યા હતા અને ખૂબ જ જલ્દી આ વાત મીડિયામાં આવી ગઈ હતી. જ્યારે આ સમાચાર હેમા માલીની પાસે આવી ત્યારે તે ખૂબ જ ઉદાસ થઇ ગઈ હતી.
ત્યાર પછી હેમામાલિનીએ ધર્મેન્દ્ર અને અનિતા રાજ થી દુર રહેવાની ધમકી આપી હતી. આ રિલેશનશિપને લીધે અનિતા રાજે પણ ખૂબ જ વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ તો અનિતાએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે દુલ્હા બિકતા હૈ, નોકર બીબી કા, અચ્છા બુરા, જમીન આસમાન, કરિશ્મા કુદરત કા, જાન કી બાજી, ગુલામી, મોહબ્બત કી કસમ, પ્યાર કિયા હે પ્યાર કરેંગે માં કામ કર્યું છે. અનિતા રાજે બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૮૨માં ફિલ્મ “પ્રેમ ગીત” થી કરી હતી. ત્યારબાદ તે રાતોરાત સ્ટાર બની ગઈ.
અનિતાએ ફિલ્મ પ્રોડ્યૂસર સાથે લગ્ન કર્યા હતા. બન્નેનો એક પુત્ર શિવમ હિંગોરાની છે. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન અનિતા અને સુનીલે શિવમનાં લગ્ન કર્યા છે. ફિલ્મોથી દૂર રહેવા છતાં પણ અનિતા ટીવી સિરીયલ્સમાં જોવા મળી છે. તેમણે માયા, 24, તુમ્હારી પાખી, એક થા રાજા એક થી રાની, ઈના મિના ડીકા સિરિયલમાં કામ કર્યું છે.