બાલિકાવધુ ના ડાયરેક્ટર શાકભાજી વેચવા માટે થયા મજબૂર, આર્થિક તંગીને લીધે કરવું પડ્યું આ કાર્ય

કોરોના વાયરસ મહામારી એ આખી દુનિયાની પરિસ્થિતિ ખરાબ કરી છે. લગભગ છ મહિના થી કોરોનાવાયરસ ના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે ભારતની અર્થવ્યવસ્થા દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. લાખો-કરોડો લોકો બેરોજગાર થઇ ગયા છે. કોરોનાકાળ માં લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે દરેક સંભવ કોશિશ કરી રહ્યા છે. પરંતુ કાંઈપણ રોજગાર ઉપલબ્ધ ન હોવાને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્યત્વે આર્થિક તંગી એ મોટી સમસ્યા છે.
કોરોના ની સમસ્યા સામાન્ય અસર માણસો પર જ નહીં પણ બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝ ઉપર પણ પડી છે. ટીવી સિરિયલ અને ફિલ્મોની શૂટિંગ કોરોનાવાયરસ ના લીધે બંધ થઈ ગઈ છે. જેના લીધે ફિલ્મ અને ટીવી જગત સાથે સંકળાયેલા કલાકારો માટે આર્થિક સમસ્યા મોટી ચુનોતી બની ચૂકી છે. તમને જણાવી દઈએ કે, ટીવી સીરીયલ નો સૌથી પ્રખ્યાત સો બાલિકાવધુ ના ડાયરેક્ટર રામવૃક્ષ ગોડ પણ કોરોના વાયરસ ને કારણે આર્થિક તંગી ની સમસ્યા નો ભાર ઉઠાવી રહ્યા છે. મજબૂર થઈ ને તેને શાકભાજી વેચવી પડી રહી છે.
બાલિકા વધુ ના ડાયરેક્ટર શાકભાજી વેચવા માટે થયા મજબૂર
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે ડાયરેક્ટર રામવૃક્ષ ગોડ એ ખૂબ જ મહેનત કરી હતી. તેણે આ મુકામ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. શરૂઆતમાં તેણે વીજ વિભાગમાં કામ કર્યું ત્યારબાદ ટીવી પ્રોડકશન માં પોતાનું ભાગ્ય અજમાવીયું. ધીમે -ધીમે તે પોતાના અનુભવ ને આધારે નિર્દેશક બન્યા. તમને જણાવી દઈએ કે, રામવૃક્ષ ગોડ એ ઘણી સિરિયલના પ્રોડકશન માં સહાયક ના રૂપમાં નિર્દેશક તરીકે પણ કામ કર્યું હતું. તે સતત પોતાની સખત મહેનત થી સફળતા ની સીડી ચડતા ગયા. અને પછી તેને ક્યારેય પાછળ વળીને જોયું નહીં. પરંતુ ,કોરોના વાયરસની મહામારી ના લીધે આજે તેના પરિવારનું ભરણપોષણ કરવા માટે લારી લઈ અને ફરી ફરી શાકભાજી વેચવા માટે મજબૂર થઈ ગયા છે.
ડાયરેક્ટર રામવૃક્ષ ગોડે જણાવ્યું કે, અસલી જીવન અને રીલ લાઇફમાં ખૂબ જ અંતર છે. તે પોતાના બાળકોને પરીક્ષા અપવા માટે ગૃહ જનપદ આઝમગઢ આવ્યા હતા. ત્યાં સુધીમાં કોરોના ને લઈને લોકડાઉન લાગી ગયું હતું. ફ્લાઈટ અને ટ્રેનની સુવિધાઓ બંધ થઈ ચૂકી હતી. તેના લીધે રામવૃક્ષ હવે પાછા મુંબઈ ન જઈ શક્યા. રામવૃક્ષ , યશપાલ શર્મા, મિલિન્દ ગુણાજી, રાજપાલ યાદવ, સુનીલ શેટ્ટી, રણદીપ હુડા, જેવા મોટા- મોટા કલાકારોની સાથે મળીને સહાયક નિર્દેશકના રૂપમાં કામ કરી ચૂકેલ છે. બાવીસ વર્ષનો તેને ફિલ્મ ક્ષેત્ર નો અનુભવ છે.
રામવૃક્ષે જણાવ્યું કે, કોરોના સંક્રમણના ચાલતા લોકડાઉન લાગી ગયું હતું. જેના કારણે બધું જ કામ સંપૂર્ણ બંધ થઈ ચૂક્યું હતું. તેના સામે આર્થિક સમસ્યા ઉભી થઈ ગઈ હતી. આર્થિક તંગીથી પરેશાન થઈ અને તેઓએ પોતાના પિતાજી નો ધંધો કરવાનું નક્કી કર્યું. આઝમગઢ શહેરના હરબંશપુર ડીએમ નિવાસ બહાર રોડ ના કિનારા ઉપર લારી લઈને તે શાકભાજી વેચવા લાગ્યા. શાકભાજી વેચી અને તે પોતાના પરિવાર નું ગુજરાન ચલાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, રામવૃક્ષ ગોડ નાનપણ માં પોતાના પિતાજી ને શાકભાજી વેચવાના ધંધામાં મદદ કરતા હતા. એ જ કારણે તેને આ કામ ખૂબ જ સરળ લાગ્યું અને તે આ કામથી સંતુષ્ટ પણ હતા. આજ કારણે તેણે શાકભાજી વેચવાનો નિર્ણય લીધો.