બાળકોનું આધાર કાર્ડ કેવી રીતે બનાવવું, જાણો ક્યાં-ક્યાં ડોક્યુમેંટ્સની જરૂર પડશે, જાણો બધી જ માહિતી

બાળકોનું આધાર કાર્ડ કેવી રીતે બનાવવું, જાણો ક્યાં-ક્યાં ડોક્યુમેંટ્સની જરૂર પડશે, જાણો બધી જ માહિતી

આજકાલનો સમયમાં બાળકોથી લઈને યુવાનો સુધી બધા લોકો માટે આધાર કાર્ડ જરૂરી દસ્તાવેજ બની ચુકેલ છે. આધાર કાર્ડ ભારતમાં રહેતા દરેક વ્યક્તિને પોતાની ઓળખ અપાવે છે. ભારતીય વ્યક્તિઓ માટે આધારકાર્ડ છે, પછી તે કોઈપણ ઉંમરના હોય એક પરિવારમાં જેટલા લોકો છે, તે બધા માટે આધાર કાર્ડ બનાવવું જરૂરી છે. વર્તમાન સમયમાં આધાર કાર્ડની સુવિધા વડીલોની સાથે સાથે બાળકો માટે પણ રહેલી છે.

પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ વાદળી રંગનું આધાર કાર્ડ રજુ કરે છે. તેને બાળ આધાર કાર્ડ પણ કહેવામાં આવે છે. બાળકોનાં એડમિશન થી લઈને કોઈ પણ પ્રકારની સરકારી યોજનાનો લાભ મેળવવા માટે બધા સ્થાનો પર આધાર કાર્ડ બતાવવું અનિવાર્ય છે.

જો તમે પોતાના બાળકનું સ્કૂલમાં એડમિશન કરાવવા માંગો છો તો તેના માટે આધાર કાર્ડની જરૂર પડી શકે છે. પરંતુ મોટા ભાગના માતા-પિતાને ચિંતા રહે છે કે આખરે અમે પોતાના બાળકનું આધાર કાર્ડ કેવી રીતે બનાવી શકીએ? જો તમે પણ આ વાતને લઈને પરેશાન છો તો તમારે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. આજે અમે તમને આ લેખના માધ્યમથી પોતાના બાળકોનું આધાર કાર્ડ કેવી રીતે બનાવી શકો છો અને તેના માટે કયા કયા દસ્તાવેજોની આવશ્યકતા પડશે, તેના વિશે જાણકારી આપવાના છીએ.

પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળક છે તો જાણો તેની પ્રક્રિયા

જો તમારા બાળકની ઉંમર પાંચ વર્ષથી ઓછી છે, તો તમારે એ દસ્તાવેજની જરૂર પડશે, જેમાં બાળકના માતા-પિતા અથવા અભિભાવકનો સંબંધ દર્શાવેલો હોય. તમે તેના માટે બાળકનું જન્મ પ્રમાણપત્ર અથવા હોસ્પિટલ દ્વારા રજુ કરવામાં આવેલ ડિસ્ચાર્જ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. માતા પિતા માંથી કોઈ એક અભિભાવકનું આધાર કાર્ડ હોવું જરૂરી છે. જ્યારે તમે પોતાના બાળકનું આધારકાર્ડ બનાવવા માટે જાઓ છો, તો તમારે ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે લઈને જવા જરૂરી છે.

૫ થી ૧૫ વર્ષની વચ્ચેના બાળકો માટે દસ્તાવેજ

ઘણી વખત એવું થાય છે કે બાળકના નામ પર કોઈપણ દસ્તાવેજ હોતા નથી. તેવી સ્થિતિમાં માતા-પિતા બાળકના તેમની સાથેના સંબંધને દર્શાવનાર દસ્તાવેજ પ્રયોગમાં લઈ શકે છે. જો તમારી પાસે બાળકના નામ પર કોઈ દસ્તાવેજ છે, તો સ્કૂલ આઈડી જેવું કોઈ વેલીડ આઈડી અને એડ્રેસ પ્રુફ આપવાનું રહેશે. આ વેલીડ પ્રૂફનું લિસ્ટ અહીંયા https://uidai.gov.in/images/commdoc/valid_documents_list.pdf થી જાણી શકો છો અને માતા-પિતા માંથી કોઈ એકની પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે.

ધ્યાન આપવા યોગ્ય વાતો

પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની આંગળીઓનાં નિશાન અને આંખોની કીકી વિકસિત હોતી નથી. એટલા માટે જો તમારું બાળક પાંચ વર્ષથી ઓછી ઉંમરનું છે તો તેની બાયોમેટ્રિક ડિટેલ્સ લેવામાં આવશે, નહીં ફક્ત તેનો ફોટો લેવામાં આવશે.

જ્યારે તમારું બાળક ૫ વર્ષનું થઈ જશે ત્યારે તેની બાયોમેટ્રિક ડિટેલ્સ લેવામાં આવશે. જેમ-જેમ બાળક મોટું થાય છે, તેની બાયોમેટ્રિક્સમાં બદલાવ આવવા લાગે છે. જ્યારે ૧૫ વર્ષનું બાળક થઈ જાય છે, ત્યારે તમે બધી ડિટેલ્સ અપડેટ જરૂરથી કરાવો. બાળકોની બાયોમેટ્રિક્સ ડિટેલ્સનું અપડેશન મફતમાં થાય છે.

જ્યારે તમે પોતાના બાળકનું બાયોમેટ્રિક્સ અપડેશન કરાવી રહ્યા હોય તે દરમિયાન તમારા કોઈપણ દસ્તાવેજોની આવશ્યકતા પડશે નહીં. બસ તમારે બાળકનાં આધાર કાર્ડ સાથે આધાર કેન્દ્ર જવાનું રહેશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *