બેગની અંદર પોતાનું દિલ લટકાવી ને ફરે છે આ મહિલા, કારણ જાણીને દુઃખમાં પણ હસવાનું શીખી જશો

બેગની અંદર પોતાનું દિલ લટકાવી ને ફરે છે આ મહિલા, કારણ જાણીને દુઃખમાં પણ હસવાનું શીખી જશો

હદય વ્યક્તિ નાં શરીરનું સૌથી જરૂરી અંગ છે. જો તે ધડકવાનુ બંધ કરી દે તો વ્યક્તિનો જીવ જઈ શકે છે. સામાન્ય રીતે લોકો નું દિલ તેની છાતી ની અંદર ધબકતું હોય છે. પરંતુ આજે અમે એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છે. જેનું દિલ તેની છાતી ને બદલે ખંભા પર બેગમાં રહે છે. આ વાત સાંભળીને તમને ભલે અટપટી લાગે પરંતુ આ સત્ય છે.

બ્રિટેનમાં સલવા હુસેન નામની ૩૯ વર્ષની મહિલા રહે છે. આ મહિલા બેગ માં પોતાનું દિલ લઈને ફરે છે. જોકે આ બેગમાં બેટરીથી ચાલવા વાળો એક પંપ અને ઇલેક્ટ્રિક મોટર છે. આજ વસ્તુઓ દિલ ચલાવવાનું કામ કરે છે. એના માધ્યમથી શ્વાસ તેના ફેફસા સુધી જાય છે. તેનાથી તેના શરીરમાં રક્ત સંચાર સારી રીતે કાર્ય કરે છે.

સલવા હુસેન નું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. પરંતુ એક દિવસ તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. અને તેઓ ડોક્ટર પાસે ગયા, ડોકટરે તેને જણાવ્યું કે, તમને હૃદયની એક ગંભીર બીમારી છે. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો ડોક્ટર એ પરિણામ પર પહોંચ્યા કે, સલવા નું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ શક્ય નથી. એવામાં તેમની પાસે ફક્ત આર્ટિફિશિયલ હૃદય લગાવવાનું ઓપ્શન ઉપલબ્ધ હતું.

સલવા ને પોતાની આ બીમારીની જાણ જુલાઈ ૨૦૧૭ માં થઈ. ત્યારથી લઈને આજ સુધી તે આર્ટિફિશિયલ હૃદયને પોતાના ખભા પર લઈને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. તે પરણિત મહિલા છે. અને બે બાળકોની માતા છે. ડોક્ટરે તેના પ્રાકૃતિક હૃદય ને નીકાળી અને તેની જગ્યાએ પીઠ પર એક કૃત્રિમ પ્રત્યારોપણ ના માધ્યમથી સ્પેશિયલ યુનિટ ટોય યર કરી છે. તે તેને એક બેગમાં રાખે છે જેમાં બેટરી અને ઇલેક્ટ્રિક મોટર અને પંપ છે. આ બેગમાં બે મોટા પ્લાસ્ટિક ટ્યૂબ જોડવામાં આવ્યા છે. આ ટ્યુબ તેમની નાભિથી થઈ અને ફેફસાં સુધી જાય છે. તેનાથી જ તેની છાતીમાં  પ્લાસ્ટિક નાં ચેમ્બર સુધી હવા પહોંચે છે. આજ આ રીતે તેના આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન થાય છે.

બેગ માં રાખેલી મોટર ને હંમેશા પાવર મળતો રહેવો જોઈએ. સેફટી માટે સેલવા બેગ માં બેટરી ના બે સેટ રાખે છે. જયારે એક બેટરી બંધ પડી જાય છે ત્યારે ૯૦ સેકન્ડની અંદર બીજી બેટરી લગાવવી પડે છે. સેલવા ને એ વાતનો ડર હંમેશા રહે છે કે, તેની બેટરી બંધ ન થઈ જાય. પરંતુ આટલી મુશ્કેલીઓ છતાં તેમના ચહેરા પર તે હંમેશા સ્માઇલ રાખે છે. તે હિંમત નથી હારતી. તેનો આ વિચાર એ લોકો માટે પ્રેરણા છે જે દુઃખ આવા પર જલ્દી નિરાશ થઈને હાર માની લે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *