બદામ ખાવાના ફાયદા જ નથી, પરંતુ નુકસાન પણ છે આ લોકોએ ન ખાવી જોઈએ બદામ

આપણામાંથી મોટે ભાગે લોકો બદામ પલાળીને તેનું સેવન કરે છે. પરંતુ બદામનું સેવન શા માટે પલાળીને કરવામાં આવે છે. સુકી બદામ શા માટે ખવાતી નથી. શું તમને ખ્યાલ છે તે વાતને તો ચાલો અમે તમને જણાવી દઈએ કે શા માટે બદામને પલાળીને ખાવામાં આવે છે. જે ફાયદા છાલ વગર બદામ ખાવાથી મળે છે. તે ફાયદાઓ છાલ વાળી બદામ ખાવાથી મળતા નથી. તેનું મુખ્ય કારણ છે કે, છાલ તમારા પોષણમાં રુકાવટ ઉત્પન્ન કરે છે. બદામની છાલમાં ટેનિન નામનું એક તત્ત્વ હોય છે જે તમારા પોષક તત્વો નાં અવશોષણને રોકે છે.
જો તમે સુકી બદામનું સેવન કરો છો તો છાલ નીકાળવાનું સંભવ થઇ શકતું નથી. જ્યારે પાણીમાં પલળી ગયા બાદ છાલ તરતજ નીકળી જાય છે. એવામાં બદામ નું પૂરું પોષણ મળી શકે છે. જે છાલ વાળી બદામ ખાવાથી મળતું નથી. આ જ કારણે છાલ વાળી બદામ ખાવાને બદલે પલાળેલી બદામ વધારે ફાયદાકારક રહે છે.
બદામ ખાવાથી થતા ફાયદા
- પલાળેલી બદામ ખાવાથી પાચન ક્રિયામાં સંતુલન બની રહે છે.
- બદામ ની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. જે વધતી ઉંમરને કંટ્રોલ કરે છે.
- બદામથી લોહીમાં અલ્ફાલ ટોકોફેરોલ ની માત્રા વધે છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
- પલાળેલી બદામ ખાવાથી ગુડ કોલેસ્ટ્રોલ વધે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. બદામની અંદર ભરપૂર માત્રામાં ફોલિક એસિડ હોય છે. જે પ્રેગનેન્સીમાં બાળક ના મસ્તક અને ન્યુરોલોજીસ્ટ સિસ્ટમને વિકાસ કરવામાં મદદરૂપ થાય છે.
જાણો ક્યાં લોકોને ન ખાવી જોઈએ બદામ
- એવા ઘણા લોકો હોય છે જેને બદામનું સેવન કરવાથી નુકસાન પહોંચી શકે છે. ચાલો જાણીએ એ લોકો વિશે જેણે બદામ ખાવાનું અવોઈડ કરવું જોઈએ.
- હાઈ બ્લડપ્રેશર નાં રોગીઓએ બદામનું સેવન કરવાથી બચવું જોઇએ. કારણ કે તે લોકો નિયમિત બ્લડ પ્રેશરની દવા લેતા હોય છે તેથી આ દવાઓની સાથે બદામ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
- જે લોકોને કિડનીમાં પથરી કે ગોલ બ્લેન્ડર સંબંધી પરેશાની હોય તે લોકોએ પણ બદામ ખાવી જોઈએ નહીં.
- જે લોકોને પાચન સંબંધી પરેશાનીઓ હોય તેણે પણ બદામ ખાવાથી બચવું જોઈએ. કારણકે બદામમાં ફાઈબર ભરપૂર માત્રા હોય છે. જેનાથી તમારી પરેશાની વધી શકે છે.
- જે વ્યક્તિ એન્ટિબાયોટિક મેડિસિન લઈ રહી હોય તે દરમ્યાન તેમણે બદામ ખાવાનું બંધ કરવું જોઈએ. બદામ માં વધારે માત્રામાં મેગ્નેશિયમ હોય છે. જેના સેવન થી શરીરમાં દવાની અસર થવી જોઈએ તે થતી નથી.
- જે લોકો નું વજન વધારે હોય તેમણે પણ બદામ નું સેવન કરવું જોઇએ નહીં. કારણ કે તેમાં કેલેરી અને વસા ખૂબ જ વધારે માત્રામાં હોય છે. જેનાથી વધારે ફેટ વધી શકે છે.
- જે લોકોને એસીડીટીની પરેશાની હોય તેમણે પણ બદામ ખાવી જોઈએ નહીં.