આયુર્વેદનાં અઢળક ખજાના માંથી એક છે ગિલોય, અનેક બીમારીઓ માંથી મળશે રાહત, આવી રીતે કરો ઉપયોગ

આયુર્વેદનાં અઢળક ખજાના માંથી એક છે ગિલોય, અનેક બીમારીઓ માંથી મળશે રાહત, આવી રીતે કરો ઉપયોગ

આયુર્વેદમાં એવી ઘણી બધી ચીજો છે જે આપણા સ્વાસ્થ્ય માટે કોઇ વરદાનથી ઓછી નથી. આ ચીજો માંથી એક છે ગિલોય. આયુર્વેદનાં અઢળક ખજાનામાંથી એક ગિલોય માનવામાં આવે છે. જો તેનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી આપણને ઘણા બધા શારીરિક સ્વાસ્થ્ય લાભ મળે છે. ગિલોય એક એવો છોડ છે, જેનો ઉપયોગ આયુર્વેદ ઔષધિનાં રૂપમાં કરવામાં આવે છે. ગિલોયનો પ્રયોગ ઘણાં પ્રકારની બીમારીઓનાં ઉપચાર માટે થાય છે.

જો તમે તેનો ઉપયોગ કરો છો, તો તેનાથી ઘણી બધી બીમારીઓમાંથી છુટકારો મળશે અને તમારું શરીર હમેશાં રોગમુક્ત રહેશે. જે વ્યક્તિ ગિલોયનો પ્રયોગ કરે છે તેના શરીરમાં ઘણા પ્રકારનાં રોગો સામે લડવાની તાકાત વધી જાય છે. આજે અમે તમને ગિલોયનાં ફાયદા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે જાણકારી આપવાના છીએ.

જાણો કેવી રીતે કરશો ગિલોયનો ઉપયોગ

તમને જણાવી દઈએ કે ગિલોયની તાસીર ગરમ હોય છે. તમે ગિલોયનું સેવન ઉકાળો અને જ્યુસ બનાવીને કરી શકો છો. જો તમે ગિલોયનાં જ્યુસનું સેવન કરો છો તો તેનાથી તમને ચામડી, આંખો, ડેન્ગ્યુ અને આર્થરાઇટિસમાં ફાયદો પ્રાપ્ત થાય છે. જો તમારા શરીરમાં બળતરા ઉત્પન્ન થઈ રહી હોય તો તેવી સ્થિતિમાં આમળાની સાથે ગિલોયનું જ્યુસ પી શકો છો, તેનાથી તમને લાભ મળશે.

ઋતુજન્ય સંક્રમણથી સુરક્ષા

જ્યારે ઋતુ બદલાય છે તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણી બધી પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે. ચોમાસાની ઋતુમાં તાવની ફરિયાદ વધારે રહે છે. આ વાતાવરણમાં તબિયત બગડવા લાગે છે. શરદી અને તાવ હોવાનો ખતરો વધી જાય છે. શિયાળાની ઋતુમાં પણ સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ આવવા લાગે છે. તેવામાં તમારે ગિલોયનું સેવન કરવું જોઇએ. તેનાથી તમારા શરીરમાં ઇમ્યુનિટી વધશે અને બેક્ટેરિયા સાથે લડવાની શક્તિમાં વૃદ્ધિ થશે.

પાચનતંત્ર રહે તંદુરસ્ત

જો તમે ગિલોયનું નિયમિત રૂપથી સેવન કરો છો, તો તેનાથી તમારી પાચનશક્તિ મજબૂત રહે છે. નિયમિત રૂપથી સેવન કરવાથી તમને કબજિયાત, ગેસ વગેરે જેવી પરેશાનીઓથી બચી શકો છો.

એનિમિયાથી બચાવે છે

જો તમે ગિલોયનું સેવન કરો છો તો તેનાથી હ્રદય સંબંધી બીમારીઓ દૂર થાય છે. એટલું જ નહીં પરંતુ એનિમિયા, રક્તપિત્ત અને કમળો જેવી બીમારીઓમાંથી છુટકારો મળે છે.

લોહી ચોખ્ખું રાખે છે

ગિલોયનું સેવન કરવાથી કિડની અને લિવર માંથી ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે અને તમારું લોહી ચોખ્ખું રહેશે. તમને જણાવી દઈએ કે ગિલોયમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ રહેલા હોય છે, જે ખતરનાક બીમારીઓ સાથે લડીને આપણા શરીરને સ્વસ્થ બનાવે છે.

ત્વચાને બનાવે ચમકદાર

જો તમે નિયમિત રૂપથી તેનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારી ત્વચા સંબંધિત ઘણી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. તમારો ચહેરો હંમેશા ચમકતો રહે છે. ચહેરા પર કરચલી, ખીલ અને દાગ-ધબ્બા થી છુટકારો મળી જાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

જો આપણે વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર જોઈએ તો ગિલોય હાઇપોગ્લાઈસેમિક એજન્ટ છે અને ટાઇપ-૨ ડાયાબિટીસને નિયંત્રણ રાખવામાં ખૂબ જ કારગર સાબિત થાય છે. ગિલોયનાં જ્યુસનું સેવન કરવામાં આવે તો તેનાથી બ્લડ શુગર લેવલને વધવાથી રોકી શકાય છે. ઇન્સ્યુલિન એન્ઝાઈમનાં બનવાની માત્રા વધે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઓછો કરે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *