આયુર્વેદ અનુસાર શિયાળાની ઋતુમાં આ ૫ શાકભાજી અને ફળનું સેવન કરવાથી છૂમંતર થઈ જશે અઢળક બીમારીઓ

આયુર્વેદ અનુસાર શિયાળાની ઋતુમાં આ ૫ શાકભાજી અને ફળનું સેવન કરવાથી છૂમંતર થઈ જશે અઢળક બીમારીઓ

શિયાળાની ઋતુમાં લોકો અવારનવાર બીમાર પડી જતા હોય છે. તેવામાં આ ઋતુમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન વિશેષ રૂપથી રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. વળી શિયાળાની ઋતુમાં શાકભાજી અને ફળો ખૂબ સારી એવી માત્રામાં મળી આવે છે. આ ઋતુમાં એવા ઘણા શાકભાજી અને ફળ આવે છે, જેનું સેવન કરવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે. તમે પણ આ શિયાળામાં જો પોતાને નાની-મોટી બીમારીઓને ભગાડવા માંગો છો તો ફળ અને શાકભાજીનું સેવન આજથી જ શરૂ કરી દેવું જોઈએ.

આ બાબત પર ધ્યાન આપીને અમે તમને આયુર્વેદ અનુસાર શિયાળાની ઋતુમાં ક્યા ક્યા શાકભાજી અને ફળ ખાવા જોઈએ, જેનાથી આપણા શરીરની રોગનાશક શક્તિમાં વધારો થાય છે તેના વિશે જણાવીશું. જો તમે પણ આ શિયાળાની ઋતુમાં નિયમિત રૂપથી તેનું સેવન કરો છો તો તમને કોઈ પણ બીમારી સ્પર્શ કરી શકશે નહીં.

પાલક

આ શાકભાજીની અંદર ઘણા પ્રકારના લાભકારી એન્ટિ ઓક્સિડન્ટ વિટામિન રહેલા હોય છે. પાલકમાં વિટામિન એ, સી અને કે ભરપૂર માત્રા હોય છે. આ શાકભાજીને શિયાળાની ઋતુમાં ખાવાથી શરીરમાં ઇન્ફેક્શન થવાનો ખતરો ખૂબ જ ઓછો રહે છે.

બીટ

શિયાળાની ઋતુમાં શરીરનું મેટાબોલિઝમ ખૂબ જ ઓછું થઇ જતું હોય છે. તેવામાં બીટનું સેવન આપણા શરીર માટે લાભકારી માનવામાં આવે છે. આ એક એવું ફળ છે જેમાં ખૂબ જ ઓછી માત્રામાં કેલરી હોય છે, પરંતુ ન્યુટ્રીએંટ વેલ્યૂ ખૂબ જ વધારે હોય છે. સામાન્ય રીતે તો તે આખું વર્ષ મળે છે, પરંતુ શિયાળાની ઋતુમાં તેનું સેવન કરવાથી તેના ફાયદા વધારે રહે છે.

મૂળા

શિયાળાની ઋતુમાં તમારે પોતાના સલાડમાં મૂળાને અવશ્ય સામેલ કરવા જોઇએ. તેની અંદર મેગ્નેશિયમ, કોપર, આયરન, મિનરલ્સ, કેલ્શિયમ જેવા તત્વો વધારે માત્રામાં મળી આવતા હોય છે. આયુર્વેદમાં પણ મૂળાનું ખૂબ જ મહત્વ બતાવે છે. આયુર્વેદ અનુસાર મૂળાનું નિયમિત સેવન કરવાથી આપણું શરીર હંમેશા સ્વસ્થ રહે છે.

ગાજર

ગાજર ની અંદર વિટામીન બી, સી, ડી, ઈ અને કે પ્રચુર માત્રામાં હોય છે. ગાજરનો ઉપયોગ પણ મૂળાની જેમ સલાડમાં કરી શકાય છે. તેની અંદર કેરોટીન મળી આવે છે, જે અન્ય શાકભાજીઓને તુલનામાં સૌથી વધારે હોય છે. તેનું સેવન શિયાળામાં કરવામાં આવે તો તેનાથી શરીરને ઘણા બધા લાભ પહોંચે છે.

સંતરા

આયુર્વેદ અનુસાર શિયાળાની ઋતુમાં સંતરાનું સેવન પણ કરવું ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ઘણા લોકો શિયાળાની ઋતુમાં તેનું સેવન કરવાથી દૂર રહેતા હોય છે, પરંતુ તેની અંદર વધારે માત્રામાં વિટામિન-સી મળી આવે છે. સંતરા શિયાળાની ઋતુમાં બેક્ટેરિયા સાથે લડવામાં સહાયક બને છે. તે સિવાય તેની અંદર લો-કેલરી હોવાને કારણે વજન વધવાનો પણ ખતરો રહેતો નથી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *