એશ્વર્યા થી લઈને બિપાશા બાસુ સુધી, પોતાના પતિથી ઉંમરમાં ખુબ જ મોટી છે આ બોલિવૂડ અભિનેત્રીઓ

બોલીવુડમાં ઘણા એવા કપલ છે જેમાં પતિ કરતાં પત્ની ઉંમરમાં મોટી છે. તે છતાં પણ તેમના વચ્ચે પ્રેમ જોવા મળે છે. અહીં અમે તમને એવી જ બોલિવૂડ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે પોતાના જીવનસાથી નાં રૂપમાં પોતાનાથી ઉંમરમાં નાના વ્યક્તિ ને પસંદ કર્યા છે.
સોહા અલી ખાન
સોહા અલી ખાન બોલિવૂડ નાં ફેમસ અભિનેતા સૈફ અલી ખાનની બહેન છે. અને તે શર્મિલા ટાગોરની પુત્રી છે. ફિલ્મમાં સોહા ખાન કંઈ ખાસ કમાલ કરી શકે નહીં. પરંતુ તેમણે વર્ષ ૨૦૧૫ માં બોલીવુડ અભિનેતા કુણાલ ખેમુ સાથે લગ્ન કરી લીધા. તે પહેલા બન્ને એકબીજાને ઘણા સમયથી ડેટ કરતા હતા. સોહા અલી ખાન થી કુણાલ ખેમુ ઉંમરમાં લગભગ પાંચ વર્ષ નાના છે.
બિપાશા બાસુ
બોલિવૂડની સૌથી ગ્લેમરસ અભિનેત્રી માંથી બિપાશા બાસુ એક છે. પોતાની ફિટનેસ નાં લીધે તે હંમેશા જાણીતી છે. વર્ષ ૨૦૦૧માં તેમણે ફિલ્મ અજનબી થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ અને ટીવી અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે બિપાશા બાસુએ ૩૦ એપ્રિલ ૨૦૧૬ માં લગ્ન કરી લીધા. તમને તે જાણીને આશ્ચર્ય થશે કે, બિપાશા થી ઉંમરમાં કરણ સિંહ ગ્રોવર ત્રણ વર્ષ નાના છે.
એશ્વર્યા રાય બચ્ચન
બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીમાંથી એશ્વર્યા રાય એક રહી છે. એશ્વર્યા રાય નાં લગ્ન ૨૦૦૭ માં બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન સાથે થયા છે. અભિષેક બચ્ચને લગ્ન પહેલા એશ્વર્યા રાયને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ પણ કર્યું હતું. આ હાઈપ્રોફાઈલ લગ્ન નાં ફોટા આજે પણ ક્યારેક વાયરલ થતા રહે છે. તમે જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન થી ઐશ્વર્યા રાય ઉંમર માં બે વર્ષ મોટી છે.
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા જે પૂર્વ મિસ વર્લ્ડ રહી ચૂકી છે. તેમણે બોલિવૂડની સાથે હોલિવૂડમાં પણ એક અલગ ઓળખાણ બનાવી છે. પ્રિયંકા ચોપડા નાં લગ્ન ૨૦૧૮માં અમેરિકી પોપ સિંગર નીંક જોન્સ સાથે થયા છે. જે તેમના કરતાં ઉંમરમાં ૧૦ વર્ષ નાના છે. ભલે તેને લઈને પ્રિયંકા ને સોશિયલ મીડિયા પર ખૂબ જ મજાક સહન કરવી પડી હતી. પરંતુ ક્યારેય પણ તેમને તેની કોઈ પરવા કરી ન હતી.
પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટા બોલિવૂડમાં ડિમ્પલ ગર્લ નાં નામથી જાણીતી છે. બોલીવુડમાં તેમણે વર્ષ ૧૯૯૮ માં ફિલ્મ દિલ સે થી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ જગતમાં ખૂબ જ ઓછા સમયમાં તેમણે એક અલગ ઓળખાણ બનાવી છે. વર્ષ ૨૦૧૬ માં પ્રીતિ ઝિંટાએ પોતાના બોયફ્રેન્ડ જિન ગુડઈનફ સાથે લગ્ન કર્યા હતા. જે એક અમેરિકી છે. પ્રીતિ ઝિન્ટા થી ઉંમરમાં જિન બે વર્ષ નાના છે.
ફરહાન અખ્તર
બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તર નાં લગ્ન અધુના ભબાની સાથે થયા છે. બંને લગ્ન પહેલાં એકબીજાને ઘણા સમય સુધી ડેટ પણ કરતા હતા. ફરહાન અને અધૂના બંનેની ઉંમર માં છ વર્ષનું અંતર છે. તે બંનેના રસ્તા હવે અલગ થઈ ગયા છે. અત્યાર નાં દિવસોમાં બોલિવૂડ અભિનેત્રી શિબાની દાંડેકર ને ફરહાન અખ્તર ડેટ કરી રહ્યા છે.
ફરાહ ખાન
ફરાહખાન બોલિવૂડની એક પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્દેશક છે. તેમણે ફિલ્મ એડિટર શિરીષ કુંદર સાથે ૩૯ વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. ઘણી ફિલ્મોમાં તેમણે સાથે કામ કર્યું છે. ફરાહ શિરીષ થી ઉંમરમાં આઠ વર્ષ મોટી છે.
અમૃતા સિંહ
બોલિવૂડ અભિનેત્રી અમૃતા સિંહે ૯૦ના દશકમાં બોલિવૂડમાં સારું નામ મેળવ્યું હતું. સૈફ અલી ખાન સાથે અમૃતા સિંહના લગ્ન થયા ત્યારે તે બન્ને વચ્ચે ઉંમરમાં બાર વર્ષ નું અંતર હતું. પરંતુ ત્યાર બાદ સૈફ અલી ખાન અને અમૃતા સિંહ નાં છૂટાછેડા થઈ ગયા. અમૃતા સિંહ ને છૂટાછેડા આપ્યા પછી બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર સાથે સૈફ અલી ખાને બીજા લગ્ન કર્યા.