આશિકી ની એક્ટર્સ અનુ અગ્રવાલ નું છલકાયુ દુઃખ, ૧૯૯૯ ની ઘટનાને યાદ કરીને કરી આ વાત

ફિલ્મ આશિકી થી લોકોના દિલમાં જગ્યા બનાવતી અનું ફિલ્મોથી દૂર ચાલી ગઈ છે. પોતાની પહેલી ફિલ્મમાં તેમણે સફળતા મેળવી હતી. પરંતુ એક ઘટના એ અનુ ની જિંદગી બદલી નાખી પરંતુ તેના આત્મવિશ્વાસ ડગ્યો નહી. અનું ફિલ્મોથી દૂર ભલે જતી રહી પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે.
હાલમાં જ તેણે ઇંસ્ટાગ્રામ પર એક રીલ શેયર કરી છે. જેમાં તે મુશ્કિલ સમય નો કેવી રીતે સામનો કરવો તે વિશે જણાવી રહી છે. અને પોતાના વીડીયોમાં કહ્યું છે કે, પોતાના જીવનમાં એક સમય એવો હતો જ્યારે તેને ખૂબ જ તકલીફમાં હતી અને ખુજ બિમારી હતી. કંઇ પણ સારું થઈ રહ્યું ન હતું.
પરંતુ આ કોઈ મોટી વાત નથી દરેક કોઈને ક્યારેય ને ક્યારેક એવા સમય માંથી પસાર થવું પડે છે. જ્યાં દરેક વસ્તુઓ ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. તેણે આગળ કહ્યું કે હું તમને એ જ કહેવા માંગું છું કે, તમે તેવા કોઈપણ સમયથી પસાર થાવ ત્યારે યોગ જરૂરથી કરવો જોઈએ.
યાદ રાખો કે, જ્યારે કંઈ કામ નથી આવતું ત્યારે યોગ કામ આવે છે. અનુ પોતે પણ યોગ દ્વારા તેના જીવનની સૌથી મોટી સમસ્યાઓમાંથી બહાર નીકળી છે. ૧૯૯૯ એક ભયાનક ઘટના ને લીધે તે કોમા માં ચાલી ગઇ હતી. અને એક મહિના પછી કોમામાંથી બહાર આવી હતી. તેમનું જીવન બદલાઈ ગયું હતું. પરંતુ તે ઘટના માંથી નીકળવા માટે તેમને વર્ષો લાગી ગયા અને તેમની ફિલ્મ કારકિર્દી રોકાઈ ગઈ.
લગભગ ૩ વર્ષ પછી અનુ અગ્રવાલની યાદશક્તિ પાછી આવી હતી. પરંતુ તેમણે હિંમત હારી નહીં. અને પોતાના વિચારોને સકારાત્મક બનાવ્યા. જણાવી દઈએ તો અનુ અગ્રવાલ છેલ્લી વખત વર્ષ ૧૯૯૬માં ફિલ્મ “રીટન ઓફ જવેલથિક” જોવા મળી હતી. આ ફિલ્મમાં દેવાનંદ અને ધર્મેન્દ્ર તેની સાથે કામ કર્યું હતું.