અરમાન મલિકની બંને પત્નીઓની એકસાથે થઈ ‘ગોદ ભરાઈ’, શેર કરી બેબીશાવરની તસવીરો, લોકોએ કહ્યું: ‘લાઈફ હો તો ઐસી’

અરમાન મલિકની બંને પત્નીઓની એકસાથે થઈ ‘ગોદ ભરાઈ’, શેર કરી બેબીશાવરની તસવીરો, લોકોએ કહ્યું: ‘લાઈફ હો તો ઐસી’

ફેમસ યુટ્યુબર અરમાન મલિક આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. અરમાનનું ઈન્સ્ટાગ્રામ પર પણ વિશાળ ફેન ફોલોઈંગ છે. અરમાનને ઈન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે અરમાન મલિક ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેની બંને પત્નીઓ (પાયલ અને કૃતિકા) ગર્ભવતી છે. હાલમાં જ અરમાનની બંને પત્નીઓના બેબી શાવરની સેરેમની યોજાઈ હતી, જેમાં પાયલ અને કૃતિકા બંને સરખા પોશાક પહેરીને જોવા મળ્યા હતા.

બેબી શાવર સેરેમની માટે પાયલ અને કૃતિકા બંને સરખા પોશાકમાં જોવા મળ્યા હતા. બંનેએ પિંક કલરનો લહેંગા પહેર્યો હતો.

આ જ આઉટફિટની સાથે પાયલ અને કૃતિકાએ પણ મેચિંગ નેકપીસ પહેર્યા હતા. આ સાથે બંનેનો મેક-અપ પણ સરખો હતો.

આ તસવીરમાં અરમાન મલિકની બંને પત્નીઓ પાયલ અને કૃતિકા એકસરખા પોઝ આપતી જોવા મળે છે.

અરમાન મલિકે તેની પત્નીના બેબી શાવર માટે બ્લેક કલરનો કુર્તો પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

તમને જાણીને નવાઈ લાગશે કે આ બેબી શાવર સેરેમની માટે પાયલ અને કૃતિકાએ હેરસ્ટાઈલ એકદમ સરખી જ રાખી હતી.

આ તસવીરમાં અરમાન મલિક પત્ની કૃતિકા સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. આ ફોટો અરમાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ તસવીરો શેર કરતાં અરમાને કેપ્શનમાં લખ્યું છે કે, આ પરિવાર બહુ જલ્દી પૂર્ણ થવાનો છે. જો કે અરમાનની આ તસવીરો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી કે, “લાઈફ હો તો તેરે જૈસી ભાઈ.”

આ તસવીરમાં અરમાન મલિક તેના પુત્ર ચિરાયુ સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં અરમાનની બીજી પત્ની કૃતિકા પણ જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે અરમાન મલિકે વર્ષ 2011માં પાયલ સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ વર્ષ 2018માં તેણે પાયલની મિત્ર કૃતિકા સાથે લગ્ન કર્યા હતા. જો કે, જ્યારે અરમાને એ હકીકત શેર કરી કે તેની બંને પત્નીઓ એક જ સમયે ગર્ભવતી હતી, ત્યારે તે ચર્ચામાં આવ્યો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *