પ્રેરક પ્રસંગ : અન્ય ને દોષ આપવા કરતાં સારું છે કે પોતાની અંદર રહેલી ખામીઓને દુર કરવામાં આવે

પ્રચલિત પ્રસંગ અનુસાર એક વખત બુદ્ધ પોતાના શિષ્યની સાથે કોઈ જગ્યાએ જઈ રહ્યા હતા. ખૂબ જ રાત થઈ ગઈ હતી અને તેના કારણે બુદ્ધે વિચાર્યું કે નજીકમાં જે ગામ છે, ત્યાં જઈને રોકાઈને આરામ કરવામાં આવે અને સવારે આગળની યાત્રા શરૂ કરવામાં આવે. બુદ્ધે પોતાના શિષ્યોને કહ્યું કે એક અનોખી જગ્યા જોઈને ત્યાં વિશ્રામ કરવાની વ્યવસ્થા કરો. બુદ્ધનાં આદેશ અનુસાર તેમના શિષ્યોએ એક પીપળાના વૃક્ષ નીચે આરામ કરવા માટેની વ્યવસ્થા કરી અને બુદ્ધને પીપળાના વૃક્ષની નીચે એક આસન પાથરી દીધું. જેના પર બુદ્ધ સુઈ ગયા.
વળી સવારે ગામ વાળાને ભગવાન બુદ્ધનાં આવવાના સમાચાર મળ્યા. ગામનાં લોકો તુરંત બુદ્ધની પાસે પહોંચ્યા અને બુદ્ધને કહ્યું કે તેઓ થોડા દિવસ માટે તેમના ગામમાં રોકાઈ જાય અને લોકોને પ્રવચન આપે. ત્યારબાદ તેઓ પોતાના આગળની યાત્રા શરૂ કરે. બુદ્ધે ગામ વાળાનું નિવેદન માની લીધું અને પોતાના શિષ્યોને કહ્યું કે અમુક દિવસ સુધી અહીંયા રોકાવાના છીએ અને ગામના લોકોને પ્રવચન આપીશું.
દરરોજ ગામના લોકો તેમના દર્શન માટે આવતા હતા અને તેમના ઉપદેશો સાંભળતા. એક દિવસ બુધ્ધ પાસે એક મહિલા પહોંચી તેણે બુદ્ધને કહ્યું કે, હું તમને એક સવાલ પૂછું? બુદ્ધે હસતા હસતા કહ્યું, હા જરૂર, પૂછો તમારે શું પૂછવું છે? મહિલાએ બુદ્ધને સવાલ કર્યો કે તમે કોઈ રાજકુમારની જેમ દેખાવ છો. તમે યુવાવસ્થામાં શા માટે સંન્યાસ ધારણ કર્યો?
મહિલાનાં આ સવાલનો જવાબ આપતાં બુદ્ધ બોલ્યા, હું ત્રણ પ્રશ્નોના ઉત્તર જાણવા માગું છું. આપણું આ શરીર હજુ યુવાન અને આકર્ષક છે. પરંતુ બાદમાં તેઓ વૃદ્ધ થઇ જશે પછી બીમારીનો શિકાર બની જશે અને અંતમાં આપણું મૃત્યુ થઈ જશે. મને વૃદ્ધાવસ્થા, બીમારી અને મૃત્યુનું કારણ જાણવું હતું, એટલા માટે મેં સંન્યાસ ધારણ કર્યો.
બુદ્ધની આ વાત સાંભળીને મહિલા ખૂબ જ પ્રભાવિત થઈ અને મહિલાએ બુદ્ધને કહ્યું કે, તમે મારા ઘરે આવીને ભોજન કરશો, તો મારા માટે સૌભાગ્યની વાત હશે. એક ગામ વાળાએ આ વાત સાંભળી લીધી અને તુરંત અન્ય ગામના લોકોને પૂરી વાત જણાવી. ત્યારબાદ ગામના લોકો બુદ્ધ પાસે જઈને કહેવા લાગ્યા કે, તમારે તે મહિલાના ઘરે ન જવું જોઈએ. બુદ્ધે ગામના લોકોને કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે મહિલાનું ચરિત્ર સારું નથી.
આ વાત સાંભળીને બુદ્ધિ ગામના સરપંચને પોતાની પાસે બોલાવ્યા અને તેમનો એક હાથ પકડી લીધો. હાથ પકડી લીધા બાદ બુદ્ધે સરપંચને કહ્યું કે હવે તાલી વગાડીને બતાવો. તેના પર સરપંચે કહ્યુ કે, “એક હાથે તાલી કેવી રીતે વગડી શકે છે?” આ વાત પર બુદ્ધે કહ્યું કે, એજ રીતે કોઈ મહિલા એકલી ચરિત્રહીન કઈ રીતે હોઈ શકે છે? આ ગામના પુરુષો ચરિત્રહીન ન હોત તો તે મહિલા પણ ચરિત્રહીન ન હોત. બુદ્ધે કહ્યું કે જો આપણે એક સારો સમાજ બનાવવા માંગીએ છીએ, તો સૌથી પહેલાં આપણે સુધરવું પડશે. જો આપણે સુધરી જઈશું તો સમાજના લોકો પણ સુધારો લાવશે. બુદ્ધની વાત સાંભળીને ગામના લોકો નીચું જોઈ ગયા અને તેમણે બુદ્ધ તથા મહીલાની માફી માંગી. ત્યારબાદ બુદ્ધ પોતાના શિષ્યોની સાથે તે મહિલાને ઘરે ગયા અને ત્યાં જઈને ભોજન કર્યું. ત્યારબાદ બુદ્ધ પોતાની યાત્રા પર નીકળી ગયા.