અનુપમા ટીવી શો બન્યો કોરોના હબ, અન્ય બે એક્ટ્રેસ થઈ કોવિડ -૧૯ પોઝિટિવ

કોરોનાવાયરસ અત્યાર નાં સમયમાં પોતાની ચરમસીમા પર છે. દરેક જગ્યાએ અત્યારે કોઈ ને કોઈ એક માણસ તો કોરોના પોઝિટિવ મળી આવે છે. આ કડીમાં ઘણા ટીવી સ્ટાર પણ આવ્યા છે. ખાસ કરીને ટીવી શોમાં અનુપમા ની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. એક પછી એક આ શો માં લગભગ દરેક સ્ટાર કોરોના પોઝિટિવ આવી રહ્યા છે.
થોડાક સમય પહેલાં એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી અને એક્ટર મેહરોત્રા કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા. ત્યારબાદ ખબર આવી છે કે, આ શો ની અભિનેત્રી તસનીમ નેરુરકર ને પણ કોરોના થઈ ગયો છે. હવે તાજા ખબર આવી રહ્યા છે કે, આ શો ની પોપ્યુલર એક્ટ્રેસ અલ્પના બુચ અને નિધિ શાહ ને પણ કોરોના ની ચપેટ માં આવ્યા છે. બંને અભિનેત્રીઓ એ પોતાના કોરોના સંક્રમિત હોવાની જાણકારી સોશિયલ મીડિયા નાં માધ્યમથી આપી છે.
અલ્પના બુચ એ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર લખ્યું છે કે, બાળપણથી મારા માતા-પિતા શિક્ષકો અને ગુરુ આપણને શીખવાડે છે કે, લાઇફમાં હંમેશા પોઝિટિવ રહેવું. અને હું પોઝિટીવ થઇ ગઈ. હું બધા આવશ્યક પ્રિકોશન્સ અને દવા લઈ રહી છું. મારી સામાજિક જવાબદારી છે કે, હું આ સૂચના દરેકને આપુ. કૃપીયા મને કોલ અને મેસેજ ના કરવા. માત્ર તમારી પ્રાર્થનાની જરૂર છે.
નિધિ શાહ એ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ માં લખ્યું કે, ગયા ૩ દિવસ મારા માટે આરામદાયક રહ્યા. હું મારા ઘરમાં આરામ થી બેસીને બોલી રહી છું. હું મારું સારી રીતે ધ્યાન રાખી રહી છું. મારા પ્રિયજન પણ મારી સાથે છે. પરંતુ મારૂ દિલ તે લોકો માટે રડી પડે છે. જે દરરોજ લિમિટેડ સોર્સેજ સાથે લડી રહ્યા છે. દરેકની પાસે આવી સુખ-સુવિધાઓ નથી તેથી ખૂબ જરૂરી છે કે, આપણે જવાબદાર નાગરિક બનીએ. માસ્ક લગાવવું અને વસ્તુઓં નું ધ્યાન રાખવું.
નિધિએ આગળ લખ્યું છે કે, હું જાણું છું કે, આ વાત તમને ઘણી મોડી ખબર પડી પરંતુ ગયા એક અઠવાડીયામાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે. તે કૃપયા કરી પોતાનું ધ્યાન રાખે અને પોતાને આઈસોલેટ કરે અને પોતાનો ટેસ્ટ કરાવે આ વાયરસ અત્યારે નવો છે અને તેનો અનુભવ બિલકુલ પણ સારો નથી. ચાલો આપણે બધા મળીને આપણા ઘર, વર્ક પ્લેસમાં, પબ્લિક પ્લેસ માં એક સારું અને સ્વચ્છ વાતાવરણ બનાવવાના પ્રયત્ન કરીએ. આપણે બધાએ એકબીજાનું ધ્યાન રાખવાનું છે.બંને એક્ટ્રેસની આ પોસ્ટ પછી ચાહકો એ તેમને જલ્દી સારા થવાની શુભેચ્છા કરી રહ્યા છે. દરેક ઈચ્છે છે કે, નીધી અને અલ્પના ખૂબ જ જલ્દી કોરોના નેગેટીવ થઈ જાય.