અનોખી પ્રથા : આ ગામમાં નવવધૂને વર્ષ માં પ દિવસ રહેવું પડે છે નિર્વસ્ત્ર, જાણો તેનું કારણ

ભારત દેશ વિવિધતાઓથી ભરેલો દેશ છે. ત્યાં દરેક રાજ્ય શહેર અને ગામ માં તમને ભિન્ન ભિન્ન જાતિના અને ધર્મનાં લોકો જોવા મળશે. તે બધાની પોતપોતાની અલગ અલગ પરંપરા અને રીત રિવાજ હોય છે. તેમાંથી ઘણાં નો સંબંધ અંધવિશ્વાસ થી પણ છે. તેમજ ઘણી પ્રથાઓ એટલી અજીબ હોય છે કે, જે આપણને મગજમાં ઊતરતી નથી. હવે હિમાચલ પ્રદેશ નાં મણિકર્ણ ઘાટી નાં પીળી ગામના આ અનોખા રિવાજ ની જ વાત કરીએ તો,
વર્ષ માં ૫ દિવસ કપડાં નથી પહેરતી મહિલાઓ
પીળી ગામમાં એક ખૂબ જ વિચિત્ર પરંપરા છે. ત્યાંની મહિલાઓ વર્ષમાં પાંચ દિવસ કપડાં નથી પહેરતી. એટલું જ નહીં આ પાંચ દિવસો સુધી તેમણે પતિ સાથે વાત કરવાની કે મજાક કરવાની પણ મંજૂરી હોતી નથી. મહિલાઓ આ પરંપરા શ્રાવણ મહિનામાં નિભાવે છે. આ મહિનામાં પાંચ દિવસ તેઓ નિર્વસ્ત્ર રહે છે.
પરંપરા ન નિભાવવા પર બને છે અશુભ ઘટના
માન્યતા છે કે, જો કોઇ મહિલા પરંપરાને નિભાવી નથી તો તેના ઘરમાં અશુભ વસ્તુઓ બને છે. ખરાબ સમાચાર સાંભળવા મળે છે. બસ આ જ કારણે આખું ગામ આજ સુધી આ પરંપરા નિભાવે છે. જોકે સમયની સાથે તેમાં થોડું પરિવર્તન થયું છે. જેમ કે પહેલાંના જમાનામાં મહિલા શરીર પર એક પણ કપડું પહેરતી નહતી. પરંતુ હવે તે આ પાંચ દિવસો સુધી કપડાંને બદલે થી ઉન નું બનેલ પાતળું કપડું પહેરે છે. તેને પટટુ પણ કહેવામાં આવે છે.
પરંપરા પાછળ જોડાયેલ કથા
આ પ્રકાર ની માન્યતા પાછળ એક કથા પણ છે. કહેવામાં આવે છે કે, વર્ષો પહેલા આ ગામમાં એક રાક્ષસ આવતો હતો. અને ત્યાંની સુંદર કપડાં પહેરનાર મહિલાઓને ઉપાડી જતો હતો. આ રાક્ષસનો અંત લાહુઆ નાં દેવતાએ કર્યો હતો. માન્યતા છે કે, આ દેવતા આજે પણ આ ગામમાં આવે છે. અને બુરાઈઓ નો અંત કરે છે. બસ આ ઘટના બાદ આ રિવાજ શરૂ થયો છે અને મહિલાઓએ શ્રાવણ મહિનામાં શરીર પર કપડાં પહેરવાનું છોડી દીધું.
હોય છે આ બંધન
પીળી ગામમાં ઓગષ્ટ મહિનામાં આવનારી ભાદો સંક્રાંતિ ને કાળો મહિનો કહેવામાં આવે છે. આ દિવસ થી ત્યાંની મહિલાઓ પાંચ દિવસ સુધી કપડાં નથી પહેરતી આ ઉપરાંત કોઈ પણ પ્રકારનો ઉત્સવ પણ નથી ઉજવતી તેમને હસવાની પણ અનુમતિ નથી હોતી. આ દરમ્યાન પતિને પણ સલાહ આપવામાં આવે છે કે, તે પત્નીથી દૂર રહે. એવું ન કરવાથી ઘરમાં કોઈ પરેશાની આવી શકે છે.