અંક-જ્યોતિષમાં આ નંબર ને ગણવામાં આવે છે ખૂબ જ પાવરફૂલ, આ તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ પ્રતિભાશાળી

જ્યોતિષ અનુસાર ૧૧ નંબર ને પવિત્રતા અને નવી શરૂઆત નું પ્રતિક ગણવામાં આવે છે. તેને માસ્ટર નંબર પણ કહેવામાં આવે છે. આ નંબર સાથે જોડાયેલ લોકો ઈમાનદાર અને ખૂબ જ ગુણવાન હોય છે. બેબીલોન, મિશ્ર અને માયા સભ્યતા માં ૧૧ નંબર ને ખૂબ જ પાવરફૂલ ગણવામાં આવે છે. જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની ૧૧ તારીખે થયો હોય તે ખૂબ જ શક્તિશાળી અને બુદ્ધિમાન હોય છે. આ અંક ધીરજ ઈમાનદારી અને સંવેદનશીલતા નો પ્રતિક છે. ચાલો જાણીએ આ નંબરમાં હોય છે કેટલી ખૂબીઓ
૧૧ નંબર માં બે વાર એક અંક ૧ નો પ્રયોગ થાય છે. અને એક નંબર નો સંબંધ સૂર્ય ગ્રહ સાથે માનવામાં આવે છે. મહિનાની ૧૧ તારીખે જન્મેલા લોકો સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે. ૧૧ તારીખે જન્મેલા લોકો માં સૂર્ય ગ્રહ સાથે સંબંધિત ગુણો જોવા મળે છે. આ નંબર નાં લોકો એનર્જીથી ભરપૂર હોય છે. તેમાં નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે. આ લોકો જે કઈપણ કરવાનું એક વાર વિચારી લે છે, તે કરીને જ દમ લે છે. આ લોકો પોતાની ઊર્જાનો યોગ્ય રીતે ઉપયોગ કરે તો તે લાઇફમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકે છે.
મહિનાની ૧૧ તારીખે જન્મેલા જાતકો સામાન્ય રીતે એવા કાર્યો કરવામાં સક્ષમ હોય છે જે કામ લગભગ અસંભવ હોય છે. માનવામાં આવે છે કે, આ નંબર સાથે જોડાયેલા લોકો કલ્પનાશીલતા માં પણ ખૂબ જ આગળ રહે છે. આ નંબર વાળા લોકો જો પોતાની ઉર્જા નો યોગ્ય ઉપયોગ ન કરી શકે તો તે પોતાને બરબાદ પણ કરી શકે છે. તેથી તેમણે પોતાની ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખવાનું શીખવું જરૂરી છે. આ અંકવાળા લોકોનો આધ્યાત્મિકતા પર વધારે ઝુકાવ રહે છે. આ અંક વાળા લોકો ને સમયથી પહેલાં જ કોઇપણ વસ્તુઓ વિશે અંદાજો આવી જાય છે. પરંતુ તે લોકો સપનાઓની દુનિયામાં વધારે રહે છે. આ અંકવાળા લોકો બીજા માટે પ્રેરણા સ્તોત્ર બને છે.
૧૧ તારીખે જન્મેલા જાતકો બીજાની ભલાઈ નાં કાર્યો કરવામાં હંમેશા આગળ રહે છે. તે દરેક પાસેથી પ્રેમ અને સ્વતંત્રતા ઇચ્છે છે. તે ખૂબ જ મહેનત કરવાથી જરાપણ ગભરાતા નથી. તે બીજાને ખુશ રાખવા નું પણ સારી રીતે જાણે છે.