અમિતાભ બચ્ચનો રીપોર્ટ આવ્યો પોઝિટિવ, તાત્કાલિક ધોરણે નાણાવટી હોસ્પિલ માં દાખલ કરવામાં આવ્યા

બોલિવૂડ જાણતા એક્ટર અમિતાભ બચ્ચન કોરોના નો રીપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેને હાલમાં મુંબઈ ની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વાત નો ખુલાસો ખુદ 77 વર્ષીય અમિતાભ બચ્ચને કર્યો છે. અમિતાભ બચ્ચને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, “મને કોરોના પોઝિટીવ આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ થયો છું. હોસ્પિટલ ના કર્મચારી ઓ જાણ કરી દીધી છે. પરિવાર અને અન્ય નજીક ના સંભ્યો ની તપાસ ચાલી રહી છે. તપાસના પરિણામોની રાહ જોવાઇ રહી છે. છેલ્લા 10 દિવસથી જે પણ મારી સંપર્ક માં આવ્યા એ દરેકને હાથ જોડી ને વિનંતી કરું કે તે કોરોના નો ટેસ્ટ અવશ્ય કરાવી લે”

આ બાબતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી છે. PMએ લખ્યું કે, ચાલો બધા જ અમિતાભ બચ્ચનજી માટે પ્રાર્થના કરીએ. તેઓને કોરોના વાયરસ પોઝિટીવ આવ્યો છે અને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તમને ઝડપથી પુન રિકવરીની શુભેચ્છા અને અમીતજી જલ્દી જ સાજા થઈ જાઓ

જેવી જ આ વાત ની ખબર આવી કે અમિતાભ ફેન્સમાં એક હતાશા છવાઈ ગઈ છે. લોકો તેની સારા સ્વાસ્થયની પ્રાર્થના કરી રહ્યા છે. તે જલ્દી સ્વત્સ્થ થઈ ઘરે પાછા ફરે એવી આશા લોકા દ્વારા સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે.

અમિતાભ બચ્ચન પાસે હાલમાં પૂર્ણ કરવા માટેના ઘણા પ્રોજેક્ટ્સ છે. અમિતાભની આવનારી ગણી મૂવી બાકી છે જેમ કે ચેહરે, બ્રહ્માસ્ત્ર, બટરફ્લાય, ઝુંડ અને Uyarndha Manithan વગેરે જેવા કામ બાકી છે. ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાનના શૂટિંગ સમયે પણ અમિતાભ બચ્ચનની તબિયત બગડી હતી. આ બધા સિવાય અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિની શૂટિંગ પણ કરી રહ્યા હતા. તેણે શોના પ્રોમો વીડિયો શૂટ કર્યા હતા અને એપિસોડના શૂટિંગની તૈયારી ચાલી રહી હતી

થોડાક દિવસ જ પહેલા અમિતાભ બચ્ચને અભિનેતા જગદીપના નિધન પર એક બ્લોગ લખ્યો હતો. તેમને બ્લોગમાં લખ્યું છે કે, “ગઈકાલે રાત્રે આપણે એક વધારે નગીનો ગુમાવી દીધો. હાસ્ય અભિનયની અનોખી ભાવના ધરાવતો કલાકાર જગદીપ. તેણે પોતાની એક ખૂબ જ અનોખી શૈલી વિકસાવી હતી. મને તેની સાથે ઘણી ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. જે પ્રેક્ષકોને સૌથી વધુ યાદ છે તે શોલે અને શંહેનશાહમાં તેનું કામ”