અમિતાભ બચ્ચને જ્યારે પહેલી વખત આમિર ખાનને કર્યો ફોન, આમિર દરેક જવાબમાં ફક્ત બે શબ્દો કહી રહ્યા હતા

બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાનને મિસ્ટર પરફેક્ટનિસ્ટનું ટાઈટલ આપવામાં આવ્યું છે. તેમણે બોલીવુડમાં ૩૦ વર્ષ પુરા કર્યા છે. વર્ષોથી તેમણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ઘણા લોકો જાણે છે કે માર્કેટિંગ પ્રતિભાશાળી પણ છે. તેમને શરૂઆતથી જ તેમની ફિલ્મનો માર્કેટિંગ અભિનયમાં ભાગ લેવાનું પસંદ કર્યું હતું. તેમની ઘણી ફિલ્મો પ્રમોશન કેમ્પેનમાં સક્રિયતાથી ભાગ લેવાના કારણે ખુબ જ હિટ રહી છે.
હવે આમિર ખાનનો ફેન બેસ લાજવાબ છે. તેના ચાહકો કરોડોમાં છે, પરંતુ તે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના જબરા ફેન્ છે. આ વાતનો ખુલાસો તેમણે એક મુલાકાતમાં કર્યો હતો. ઇન્ટરવ્યૂમાં આમિર ખાને અમિતાભ સાથે પહેલી વાત જ શેર કરી હતી. આમિર ખાને કહ્યું હતું કે હું તે દિવસે મારી ફિલ્મ “જો જીતા વહી સિકંદર’” નાં શુટિંગમાં વ્યસ્ત હતો.
હોટેલના રિસેપ્શનિસ્ટ મને કહ્યું કે અમિતાભ બચ્ચન મારી સાથે વાત કરવા માંગે છે, તેમનો ફોન આવ્યો છે. મને લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે. જ્યારે મને ફરીથી હોટેલમાં રિસેપ્શન પર ફોન આવ્યો ત્યારે મેં અવાજ સાંભળતા ની સાથે જ અમિતાભને ઓળખી લીધા હતા અને તેમની સાથે વાત કરી.
તેમણે કહ્યું કે તે સમય અમિતાભ સરે મને લંડનમાં આયોજિત થતા એક કોન્સર્ટ વિશે જણાવવા માટે ફોન કર્યો હતો. તેમણે કહ્યું કે દરેક જવાબમાં હું માત્ર “યસ, સર” કહી રહ્યો હતો. આ પછી આમિર ખાને વધુમાં કહ્યું કે જો સર મને પૂછાતા કે ઉટીનું હવામાન કેવું છે, તો હું ફક્ત તેમને “યસ, સર” કહી શક્યો હોત. તેમણે કહ્યું કે ફોન ઉપર જ્યારે પણ અમિત અંકલ લખેલો ફોન આવે છે ત્યારે તે તરત જ ઉભા થઈ જાય છે અને ઉભા રહીને વાત કરે છે.