અમિતાભ બચ્ચનની ગિફ્ટ કરેલી સાડીઓને પસંદ નથી કરતી જયા બચ્ચન, પરંતુ તેમ છતાં પણ….

સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના સાથે જોડાયેલી દરેક ચીજને લઈને ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. પૂરી દુનિયામાં અમિતાભ બચ્ચનના ચાહકોની સંખ્યા છે. અમિતાભ બચ્ચનનો આખો પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંબંધ રાખે છે. તેમની પત્ની જયા બચ્ચન અભિનેત્રી અને રાજકીય નેતા છે. વળી તેમનો પુત્ર અભિનેતા અભિષેક અને પુત્રવધુ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન છે.
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની જોડી બોલિવૂડના ચર્ચિત કપલ માંથી એક છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને વર્ષ ૧૯૭૩માં લગ્ન કર્યા હતા. બંને ૪૮ વર્ષ થી એકબીજાની સાથે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે જયા બચ્ચનને અમિતાભ બચ્ચન દ્વારા ગિફ્ટ કરવામાં આવતી સાડી પસંદ આવતી નથી. એક વખત જયા બચ્ચને પોતાના ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.
જયા બચ્ચને પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમિતાભ તેમને હંમેશા ગિફ્ટમાં કાંજીવરમ સાડી આપે છે. જયા બચ્ચને કહ્યું કે કાંજીવરમ સાડી ખૂબ જ ભારે હોય છે. અમિતાભ બચ્ચન હંમેશા સફેદ અને પર્પલ રંગની બોર્ડરવાળી સાડી લાવે છે, જે મને જરા પણ પસંદ આવતી નથી. જયા બચ્ચને કહ્યું કે તે છતાં પણ મે તે સાડીઓ પહેરતી હતી. કારણ કે અમિતાભ બચ્ચનને ખરાબ લાગે નહીં.
આ ફિલ્મમાં પહેરી હતી અમિતાભ બચ્ચન ની ગિફ્ટ આપેલી સાડી
એક વખત પોતાના ઇન્ટરવ્યૂમાં જયા બચ્ચને પોતાના અને અમિતાભ બચ્ચનના સંબંધ પર વાત કરી હતી. તેમણે પોતાના ઇન્ટરવ્યૂમાં એ જણાવ્યું હતું કે તેમણે ફિલ્મ અભિમાનનાં ગીત “તેરી બિંદિયા રે” માં પતિ અમિતાભ બચ્ચન દ્વારા ગીફ્ટમાં આપવામાં આવેલી સાડી પહેરી હતી. જણાવી દઈએ તો ફિલ્મ અભિમાન વર્ષ ૧૯૭૩માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જયા બચ્ચનની સાથે અમિતાભ બચ્ચન, અસરાની અને અભિનેત્રી બિંદુ જેવા સ્ટાર્સ મુખ્ય રોલમાં હતા.
અમિતાભે જેબી નામથી સેવ કર્યો છે જયાનો ફોન નંબર
પહેલા જમાનાની અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ની જોડી અત્યારે પણ ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. કહેવામાં આવે છે કે મહાનાયક અમિતાભ બચ્ચને પોતાની પત્નીને પ્રેમ થી જેબી કહે છે અને તેમણે પોતાના ફોનમાં જયા બચ્ચનનો નંબર જેબી નામથી સેવ કર્યો છે.
વર્કફ્રંટની વાત કરીએ તો જયા બચ્ચન લાંબા સમયથી ફિલ્મી પડદા થી દુર છે. તે અત્યારે રાજકારણમાં સક્રિય છે અને સપા તરફથી સાંસદ છે. અમિતાભ બચ્ચન આગામી ફિલ્મમાં ચહેરે, ગુડબાય અને બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં છે. કોરોનાની સ્થિતિ સામાન્ય થાય ત્યારબાદ ચહેરે અને બ્રહ્માસ્ત્ર પ્રદર્શિત થશે, જ્યારે ગુડબાય નું શૂટિંગ થોડાક દિવસો પહેલા જ ચાલુ થયું હતું. પરંતુ વધતા કોરોનાને લીધે ફિલ્મનું શૂટિંગ રોકવામાં આવી છે.